- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
અર્જુનનો અટલ આત્મવિશ્વાસ
અહીંથી વિષાદ શરુ થાય છે .આખા પહેલા અધ્યાયમાં વિષાદ છે તેથી તેને વિષાદયોગ કહ્યો છે તમે જ્ઞાનયોગ ,કર્મયોગ અથવા ભક્તિયોગ સાંભળ્યો હશે. પણ અહી તો વિષાદયોગ છે આ વિષાદ પણ યોગ છે . એનું કારણ ,અર્જુનનો વિષાદ મોહથી ,આસક્તિથી કે ડરથી નથી.અર્જુનને ડર હતો જ નહિ ખરેખર! અર્જુન આત્મવિશ્વાસ પૂર્ણ છે. આખો અધ્યાય વાંચશો તો ખબર પડશે કે એક બાજુથી અર્જુન ખસી ગયો છે .પણ બીજી બાજુ તેનો આત્મવિશ્વાસ જબરો છે .એક બાજુ દુર્યોધન મોટો અવાજ કરીને પોતાની મહત્તા સમજાવે છે ,પણ બીજી બાજુ તે મન થી મારી ગયો છે . આપણે તે આગળ જોયું છે . અર્જુનનો આત્મવિશ્વાસ કેટલો જબરજસ્ત છે! અર્જુનના બોલવામાં પોતે મરશે એવો ધ્વનિ ક્યાય પણ છે ? નથી. ઉલટું, સામેવાળા ને હું કેમ મારું ? એવો ધ્વનિ છે. અર્જુનને હું મરીશ એવી શંકા જ નથી . આવો યોદ્ધો આજ સુધી મેં જોયો નથી.લડાઈ માં ઉભા રહ્યા પછી બેમાંથી કોઈ એક મરે . પણ પોતે મરશે એવી કલ્પના જ અર્જુનને નથી. પોતે જ સામે વાળા ને મારશે એવો એને આત્મવિશ્વાસ છે ' સામેવાળા ને હું મારીશ તો ભયંકર સ્થિતિ આવશે ' આ એક જ વાત તેના મગજ માં છે . અર્જુનનો આત્મવિશ્વાસ જોઇને મને લાગે છે કે અર્જુન ખરો શુરવીર છે .તેથીજ અર્જુનનો વિષાદ યોગમાં પરિણમ્યો.આગળ
અર્જુનની કરુણાનું મૂળ :
પ્રશ્ન એ છે કે ,તો અર્જુનની કર્મવૃતિ મંદતેજ કેમ થઇ ગઈ ? એનું કારણ છુ ?અર્જુનમાં કારુણ્યવૃતિ આવી .અર્જુનના મન માં કરુણા ઘુસી ગઈ .જ્ઞાનેશ્વર ભગવાન તેને સુંદર રૂપક આપી સમજાવે છે કરુણા ઉચ્ચ ઘર ની છોકરી છે .તે અર્જુનને પરણીને તેની પાસે આવી છે આ કારુણ્યવૃતિ આવતા પહેલા અર્જુન વીરવૃતિ જોડે પરણેલો હતો અને તેની જોડે જ સંસાર કરતો હતો પણ વચ્ચે કારુણ્યવૃતિ ઘુસી ગઈ અને તેની સપત્ની -વીરવૃતિ ને બહાર કાઢી . કરુણા ઉચ્ચ કુળ ની છોકરી છે .તેને બધાએ માન્ય કરી છે . મહાન સંતો પાસે પણ કરુણા હોય છે .અને ભગવાન પાસે પણ કરુણા હોય છે -नारायण करुणामय शरणम करवाणि तावकोंचरणों - એવું વર્ણન છે.કરુણા આવતાજ પોતાની શોક્ય (સપત્ની )ને રહેવા ન દે .કરુણા આવતા જ અર્જુનના મન માં ખિન્નતા આવે છે .અને ખિન્નતા આવતાજ શરીરની શી સ્થિતિ થાય છે ,તેનું સંપૂર્ણ શાસ્ત્રીય વર્ણન ગીતામાં છે.
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति ।
वेपथुश्च शरीरे में रोमहर्षश्च जायते ॥
એક વખત ખિન્નતા આવી કે શરીરના અવયવોમાં કઈ ગરબડ થઇ જ સમજો પછી માણસ એક ડગલું ભરી શકતો નથી .હૃદયરોગ વિષે ખોટો ડર પેસી જાય તો એને ડોક્ટર પાસે એમ્બુલન્સ માં લઇ જવો પડે.ડોક્ટર કાડીયોગ્રામ કાઢે અને કહે કે ,કઈ નથી ,શરદી થી છાતી માં દુખે છે .આ પ્રમાણે ડોક્ટર કહે તો જ એમ્બ્યુલન્સ માં આવેલો માણસ પોતાના પગે ચાલી ને ફરવા જાય .આવી રીતે ખિન્નતા ની અસર શરીર ઉપર થાય જ છે .ખિન્નતા આવી કે શુકન અપશુકન દેખાવા લાગે .
અહી અર્જુન સ્ત્રેણ બન્યો છે .એની પછવાડે બીજા પણ કારણો છે .અર્જુનમાં કારુણ્યવૃતિ તે સંજય વિસ્થી ની પરિણામ છે .એટલે દૃતરાષ્ટએ જે શસ્ત્ર વાપર્યું હતું તે ફોકટ ગયું નથી .સંજયાવીસ્થી એટલે ઘૃતરાષ્ટ એ ઉચ્ચ તત્વજ્ઞાન કહીને પાંડવોને ખસેડવાનો કરેલો પ્રયત્ન . શ્રીકૃષ્ણ ભગવાને તેના ઉપર બીજી દવા આપી ખરી , પણ તે પહેલા જે એસીડ પીધો હતો તેની અસર રહી ગઈ હતી . આતરડા નબળા થઇ ગયા હતા ( આ સંજયવીસથી નું પરિણામ છે ) બીજું , આ સ્ત્રીસાનીધ્યનું પરિણામ છે . અર્જુન એક વર્ષ સુધી અજ્ઞાતવાસમાં રહ્યો હતો .તે વખતે તે સ્ત્રીયોના તોળા માં રહ્યો હતો .માનસશાસ્ત્રીય દ્રષ્ટીથી તેની અસર થાય . અર્જુનની કારુણ્યવૃતિ એ સ્ત્રીસહવાસનું પરિણામ છે. તેનાથી વીરવૃતિ ઘટી જાય . સતત સ્ત્રી સાનિધ્ય સેવનાર માણસો સુવાળા થાય ,તેમનામાં પોરુષ ઓછુ થાય .તેથી અર્જુન ઉપર સંજયવિહ્સથી અને સ્ત્રીસહવાસની અસર થયેલી દેખાય છે .હૃદયમાં કોમળતા ,કારુણ્ય ,દયા જરૂર હોવા જોઈએ .પણ હૃદયમાં કોમળતાની સાથે વીરવૃતિ રહેવી જ જોઈએ ,નહિ તો કેવળ કારુણ્યવૃતીથી બુદ્ધિભ્રષ્ટતા આવે .
કારુણ્યવૃતિથી બુદ્ધીભ્રષ્ટતા :
પહેલા જે કોરવો અર્જુનને દૃતરાષ્ટનાં દુર્બુદ્ધ પુત્રો લાગતા હતા તે હવે સ્વજન લાગવા માંડ્યા .વચ્ચે સ્વ ઘુસી ગયો અર્જુનને એમ લાગ્યું કે સામેવાળા બધા જ આપદા જ છે ,સ્વજન છે . જન માટીને સ્વજન થઇ ગયા .અર્જુન તે બધા યોદ્ધા ઓ ની આમે લડવા આવ્યો હતો .તો પછી તે સ્વજન કેમ થઇ ગયા ? તે જ બુદ્ધીભ્રષ્ટતા છે . અર્જુન તેમની જોડે લડવા આવ્યો હતો ,તે કઈ રણાગણ માં ફરવા નહોતો આવ્યો .તે લડવા આવ્યો હતો તે જાહેર થયું હતું .પણ રણાગણ ઉપર આવ્યા પછી એને તે સ્વજન જણાયા !
કેવળ લોહીનું સગપણ કઈ આપ્ત્પુરુષનું ઘોતક નથી .આપ્તત્વ શેનાથી આવે ? આપ્ત કોણ ? જે ન્યાયવાદી હોય , યથાર્થવાદી હોય તે આપ્ત .કોરવો ન્યાયવાદી, યથાર્થવાદી કે ઈશ્વરવાદી નથી . તેથી તે આપ્ત હોઈ શકતા નથી .પણ અર્જુનના લોહીના (શરીરી) સગપણને લીધે બધા આપ્ત લાગ્યા અને તે જ બુદ્ધી ભ્રષ્ટતા છે તેના ઉપર જ અર્જુને વેચારિક ઈમારત ઉભી કરી છે. તે કહે છે "કુલધર્મ" જાતીધર્મ ,નીતીધર્મ ,વર્ણધર્મ ખલાશ થશે .
વિભિન્નશક્તિના ,વિભિન્ન ઈચ્છાના માણસોને એકત્ર લાવીને તેમની વચ્ચે એકરાગતા નિર્માણ કરીને જીવન ચલાવવા માટે કોઈ એક વ્યવસ્થા નિર્માણ કરેલી હોય છે .તેના માટેજ કુલ ,જાતી ,સમૂહ વગેરે,ઉભા કરવામાં આવે છે . વિભિન્ન લોકોમાં એકતા સાધવાની પ્રમુખ વાત લોહીનું (શરીરી ) સગપણ નથી, પણ ભગવાન છે બધાના હૃદયમાં એક જ ભગવાન , સર્જનહાર બેઠો છે . નીતીધર્મ , કુલધર્મ ઉભા કરવાવાળું જે ભગવત તત્વ , તેને જ સામેવાળો પક્ષ અમાન્ય કરે છે . શ્રીક્રીષ્ને એમ લાગ્યું કે મૂળ તત્વ અમાન્ય કર્યા પછી કુલભ્રષ્ટતા ઉભી થશે અને ભ્રસ્ત તત્વજ્ઞાન વધતું જશે . આ ડર થી ગીતાની અમૃતવૃષ્ઠઈ શરુ થઇ છે .
પહેલા અધ્યાયની ભૂમિકા જ બહુ સારી છે . આ અધાયનો અર્જુન તો મને બહુ ગમ્યો છે.તે અટક્યો નથી તેથી જ ગમ્યો. આપણે પણ અટકીએ છીએ ,સ્ખલનશીલ થઇ જઈએ .અર્જુન આપણી ન્યાતનો છે. આપણું પ્રતિનિધિત્વ અર્જુન જ બરાબર કરી સકે અર્જુને માટે જે દવા ભગવાન આપશે તે આપણા માટે પણ યોગ્ય થશે , કેમ કે તેના અને આપણા રોગ નાં લક્ષણો એક જ છે . દવા કેટલી પીવી , તે અલગ વાત છે . દવા ની પ્રિસ્કીપ્શન એક જ રહેશે .
સામાન્ય માણસ 'કરીશ 'એમ કહે અને પાછો ફરે .આવી જ રીતે શું અર્જુન મોહવશ થઈને અથવા તો બીજી કોઈ વાતોને વશ થઈને પાછો ફર્યો છે કે ?નાં,અર્જુનની એક તાત્વિક ભૂમિકા છે. અર્જુનનું કહેવું છે કે કર્મની ભૂમિકામાં પ્રેરણા શી ? સુખ,વૈભવ કે રાજ્ય જો કર્મની પ્રેરણા હોય તો તે મારે નથી જોઈતા .
અર્જુન 'નર " હતો તેથી અર્જુન જેવા 'નર' ને 'નારાયણ' જ માર્ગદર્શન કરી શકે. (ક્ષુદ્ર, ભોતિક લક્ષ્મીમાં ણ રમવા વાળો તે 'નર' અને લક્ષ્મીનું પોતાના ઉપર પરિણામ ણ થવા દેવાવાળો , એટલે જ લક્ષ્મીને સ્વાધીન રાખવાળો તે નારાયણ )
ટૂંકમાં અર્જુનની કર્મ પ્રેરણા જ ખલાશ થઇ ગઈ છે . કામ શા માટે કરવું ?પૈસા મેળવવા માટે. પણ જેને પૈસા જોઈતા જ ણ હોય તે ધંધો શા માટે કરે ? આવી રીતે કર્મ ણો કઈ હેતુ હોવો જોઈએ તેની કઈ આધારભૂમિ હોવી જોઈએ .કર્મ ની આધારભૂમિ સુખ, વૈભવ , અને રાજ્ય . પણ અર્જુનને તેમનું કઈ જોઈતું નથી અર્જુન આધુનિક વિચારકો મિલ અને સ્પેન્સરની ભાષામાં વર્ણવામાં આવે છે . તેવો સ્વાર્થેકપરાયણ ( EGOISTIC)નથી .પણ સ્વાર્થેકપરાયણતા જતા જ તેનામાં સ્વધર્મ પરામુખ્તા આવી .
સ્વાર્થેકપારાયણતા જવી યોગ્ય જ છે પણ સાથે કર્મની પ્રેરણા જવી ણ જોઈએ એ વાત પણ સત્ય છે .'સ્વાર્થ છુટ્યા પછી કર્મની પ્રેરણા શું રહે ? ' આ પ્રશ્નનો ઉકેલ કરવા માટે ગીતા પ્રવુત થઇ છે .
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT