પ્રભુકાર્ય એટલે શુ?

પ્રભુકાર્ય એટલે શ? 

 પ્રભુકાર્ય એટલે શુ? ભગવાન નુ કામ કોને કહેવાય?
     ભગવાન કાર્ય કે કામ કોને કહેવાય. આ જગત મા દરેક માણસ કંઈક ને કાઈક કામ કરે જ છે. દરેક માણસ સવારે ઉઠે અને રાત્રે સુવે ત્યા સુધી કંઈક ને કંઈક કાર્ય કરે છે. આ જગત  મા કોઈ પણ વ્યકતિ એવો નથી કે કાર્ય કરર્યા વગર રહી શકે છે. પણ ઘણા લોકો મા વહેમ હોય છે કે અમે જે કામ કરીએ છીયે એ પ્રભુકાર્ય હોય છે. આપણે જે કાર્ય પ્રભુકાર્યં સમજી એ છીયે એ છે કે નહી ? ચાલો સમજીએ 
   
     જગત મા જે લોકો કાર્ય કરે છે એમા અમુક પ્રકાર ના લોકો કામ કરે છે પણ કામ કરવા પાછળ ભાવ એવો હોય છે કે મને પૈસા મળવા જોઈએ. કામ પાછળ પૈસા મળવા નો ભાવ હોવો એને ભગવાન નુ કામ કહેવાતુ નથી. એ આપણુ કામ કહેવાય . આપણુ જીવન ચાલે આપડા વહેવાર ચાલે આપણો પરીવાર ચાલે એના માટે પૈસા પણ જીવન મા જરૂરી છે.પૈસા કમાવા માટે કામ કરવુ એને ભગવાન નુ કામ કહેવાતુ નથી. ઘણા લોકો એવા હોય છે જેમની પાસે રૂપીયા ઘણા હોય છે. આ માણસો કામ તો કરે છે પણ એમનો ભાવ એવો નથી હોતો કે મને રૂપીયા મલે. પરંતુ એવો ભાવ હોય છે આવતા વરસે ચુટણી આવવાની છે તો ચુટણી મા બધા મત મને મલે. તેથી આવા માણસો તનતોડ કામ કરે મહેનત કરે. આવા માણસો બધાની મદદ પણ કરતા હોય છે.  પણ આમની એવી આશા નથી હોતી કે મને રૂપીયા મલે. પણ એવો ભાવ હોય છે કે બધા મને મત આપે. કાર્ય પાછળ સતા નો ભાવ હોય તો તેને પ્રભુકાર્ય કહેવાતુ નથી. બીજા એવા પ્રકાર લોકો હોય છે . કામ કરીને પૈસા પણ નથી જોઈતા અને સતા પણ નથી જોઈતી આ માણસ કામ કરે છે મોટો બનવા માટે. આવા. વ્યકતિ એમ માનતા હોય છે કે લોકો મને મોટો માણસ માનવો જોઈએ મારી વાહ વાહ કરવી જોઈએ. આવા માણસો રૂપીયા માટે કામ નથી કરતા પણ પોતાના રૂપીયા ખરચે છે. મોટા મંદીરો પણ બનાવે છે . પણ મંદીર બનાવતા પહેલા કરોડો રૂપીયા આપતા પહેલા એવુ કહે છે કે મારા નામ ની તકતી લાગવી જોઈએ. આવા લોકો પ્રતીષ્ટા મલે એટલા માટે કામ કરે છે. ધણા  એવા લોકો પણ હોય છે કે સમાજ જે તરફ ગતી કરે છે તેની વિપરીત દીશા મા ગતિ કરે છે. આવો માણસ એવુ માને છે મારે સમાજ જે દીશા મા જાય જે ત્યા મારે નથી જવુ. મારે વીરૂધ દીશા મા જવુ છે. હુ વીશિષ્ટ છુ લોકોને ખબર પડવી જોઈએ કે હુ સમાજ જેવો નથી. હુ વિશિષ્ટ કાર્ય કરૂ છુ. લોકોને મારા કાર્ય ની નોધ લેવી પડશે. લોકો આના કામ ની નોધ લે એટલા માટે કંઈક વિશિષ્ટ કામ કરતો હોય છે. પણ કામ કરવા પાછળ ભાવ એવો હોય છે કે આખી દુનીયા ને ખબર પડવી જોઈએ કે હુ અલગ માણસ છુ વિશિષ્ટ માણસ છુ. કાર્ય પાછળ જો આવો ભાવ હશે કે વિશિષ્ટ છુ. તો આવા કાર્ય ને પ્રભુકાર્ય કહેવાતુ નથી. કાર્ય પાછળ ભાવ જો રૂપીયા નો હોય સતા નો હોય અને અહંકાર પુષ્ટિ નો હોય તો એવા કાર્ય ને પ્રભુકાયૅ કહેવાતુ નથી. તો હવે પ્રશ્ર થાય કે કેવા કાર્ય ને ભગવાન નુ કાર્ય કહેવાય? જીવનમા કરેલુ એવુ કામ જેમા આપણો કંઈ શ્વાર્થ ના હોય. એને પ્રભુકાર્ય કહેવાય. કાર્ય કરતા પહેલા આપણે એવુ વીચારીએ કે આ કામ કરીને મને કંઈજ મળવાનુ નથી છતા પણ એ કામ માટે તૈયારી બતાવવી અને એ કાર્ય મા ઝંપલાવવુ તેને કહેવાય જ પ્રભુકાર્ય . હવે સવાલ એ થાય કે કંઈ મળવાનુ ના હોય કોઈ શ્વાર્થ જ ના હોય તો આવુ કાર્ય થાય કેવી રીતે? આવુ કામ તો એજ કરી શકે જે પહોચી ગયેલો હોય આતમજ્ઞાની હોય તે જ નિશ્વા
દિલસે ગુજરાતી

Comments