Posts

Showing posts with the label Suvichar

નારદ મુનિ ના 84 ભક્તિ સૂત્રો

Image
 નારદ મુનિ ના 84 ભક્તિ સૂત્રો વિષે આજે આપણે જાણીયે અને જીવન માં ઉપયોગ માં લઈએ  નારદ મુનીના 84 ભક્તિ સૂત્રો    .1 અથાતો ભક્તિં વ્યાખ્યાસ્યામઃ હવે ભક્તિનું સ્વરૂપ સમજાવીએ. નારદ મુનિ ના 84 ભક્તિ સૂત્રો  ૨. સા ત્વસ્મિન્ પરમપ્રેમરૂપા ભક્તિ એ તો ભગવાનમાં પરમ પ્રેમનું સ્વરૂપ છે. ૩. અમૃતસ્વરૂપા ચ અને એ પ્રેમ અમૃત જેવો છે. ૪. યલ્લભ્ધ્વા પુમાન્ સિદ્ધો ભવતિ, અમૃતો ભવતિ, તૃપ્તો ભવતિ જેને એ મળી જાય, એ સિદ્ધ થઈ જાય, અમર થઈ જાય, સંતુષ્ટ થઈ જાય. ૫. યત્પ્રાપ્ય ન કિંચિદ્ વાંછતિ, ન શોચતિ, ન દ્વેષ્ટિ, ન રમતે, નોત્સાહી ભવતિ એને મેળવીને બીજું કંઈ જોઈતું નથી, શોક નથી, દ્વેષ નથી, વિષયોમાં રસ નથી, ઉત્સાહ પણ બીજા કામમાં નથી. ૬. યજ્જ્ઞાત્વા મત્તો ભવતિ, સ્તબ્ધો ભવતિ, આત્મારામો ભવતિ એને જાણીને માનવ મદમુક્ત થાય, સ્તબ્ધ થઈ જાય, આત્મામાં જ રમે. ૭. સા ન કામયમાના નિરોધરૂપત્વાત્ એ ભક્તિ કામનાથી રહિત હોવાથી નિરોધ (ત્યાગ) નથી. ૮. નિરોધસ્તુ લોકવેદવ્યાપારન્યાસઃ ત્યાગ તો લોક-વેદના વ્યવહાર છોડવા માટે જ કહેવાયો છે. ૯. તસ્મિન્ અનન્યતા તદ્વિરોધિષુ અપિ ભક્તિ એ ભગવાનમાં જ અનન્ય થઈ જવું – એની વિરુદ્ધ બધું હો...