Posts

Showing posts with the label શ્રીમદ ભગવતગીતા

કર્મયોગ

   કર્મયોગ      બીજા અધ્યાયનું તાત્પર્ય એ જણાયું કે કર્મયોગમાં કર્મફળ કરતા કર્મના મૂળમાં રહેલી બુદ્ધિ શ્રેષ્ઠ છે. તેથી કર્મની વાસના શ્રેષ્ઠ હોવી જોઈએ. અર્જુને તેમાંથી એટલું જ પકડ્યું કે કર્મના મૂળમાં રહેલી વાસના શુદ્ધ  હોય તો કર્મનું પાપ લાગતું નથી. કેમકે અર્જુનને શ્રેયનો ડર છે. પ્રેયની અપેક્ષા નથી. દ્વારકાધીશે અર્જુનને કહ્યું કે પારમાર્થિક ડર હોય તો પણ કર્મના મૂળમાં શું છે તે જ પરમાર્થ જોવે  છે. પરમાર્થ તેને જ મહત્વ આપે છે. કૃષ્ણએ કહ્યું કે કામ્યબુદ્ધિ કરતા  સામ્યબુદ્ધિ શ્રેષ્ઠ છે. વાસનાત્મક બુદ્ધિ કરતા વ્યવસાયાત્મિકા બુદ્ધિ શ્રેષ્ઠ છે. તમે કઈ પણ કામ કરો તો તેની પાછળ કામ્યબુદ્ધિ ન રાખતા સામ્યબુદ્ધિ રાખો તો તે કર્મ તમને નડશે નહિ; એટલું જ નહિ , આધાત્મિક દ્રષ્ટીએ તમારો વિકાસ થશે. તે કર્મ તમને નીચે નહિ ઉતારે. બીજા અધ્યાયમાં આવો નિર્ણય થયો   અર્જુનને મુજાવતો સવાલ       અર્જુનનો પ્રશ્ન એ છે કે દ્વારકાધીશ ! તમે કહો છો તે કબૂલ  છે મને .શુદ્ધ બુદ્ધિ શ્રેષ્ઠ હશે તો પણ બાર્હ્ય દ્રષ્ટીએ ભયાનક કર્મો હું શા માટે કરું? કર્મના ...

કર્મનો કર્તા બનતો નથી

કર્મનો કર્તા બનતો નથી       જે કર્મ કરીને શાંત રહે છે, તેને વસ્તુ નું સુખ નહિ આત્માનું સુખ હોય છે.એટલું જ નહિ પણ તે કર્મ કરીને પાપ પુણ્ય નો જવાબદાર બનતો નથી. કારણ તે કોઈ પણ કર્મ પોતાની ઈચ્છાથી આરંભ કરતો નથી.             સ્થિતપ્રજ્ઞ માણસ પાપપુણ્ય નો દોષી નથી. એનું કારણ તે પોતે કોઈ કૃતિ કરતો નથી. ન્યાયાધીશ કોઈને ફાંસીની સજા કરે તો તેને માટે ન્યાયાધીશ જવાબદાર નથી. નહિ તો મુશ્કેલી ઉભી થાય. બીજે દિવસે ન્યાયાધીશ ને જ કોર્ટ માં ઉભો કરે. કારણ તેને કોર્ટમાં જ એક માંસ ણે ફાંસી આપી છે. અથાર્ત તેને ઠંડે કલેજે ખૂન કર્યું છે. એમ કહેવાય. તેને તો શાંતિથી સવારના ચાર વાગ્યે ચા પાણી પીને ચુકાદો લખ્યો હતો, છતાં તેને સજા થતી નથી. કારણ, એ જવાબદાર નથી. સ્થિતપ્રજ્ઞ પણ પાપપુણ્ય થી પર છે. તેને કર્મ કરવા ચાત પાપપુણ્ય ન મળે.           સ્થિતપ્રજ્ઞને વસ્તુનું સુખ નહિ આત્મા નું સુખ હોય છે. કારણ એનામાં `હું` અને `મારું` નાં ભાવ ખલાસ થઇ ગયા હોય છે. જ્યારે `હુપણું` અને `મારાપણું` ચાલ્યા જાય ત્યારે પાપપુણ્ય નથી. તે કર્મ કરીને છુટો છે. આ હું ન...

મનઃશાન્તિ કેમ મળતી નથી?

મનઃશાન્તિ કેમ મળતી નથી?         મનની શાંતિ કેમ મળતી નથી? માણસ અશાંત છે,  અસ્વસ્થ છે.  આજે માણસો મંદિરમાં જાય છે  ,  ભક્તિ કરે છે. ગીતા ઇત્યાદિ પુસ્તકો વાંચે છે. તેમને મનની શાન્તિ મળતી નથી. કોઈ સાધુ - સન્યાસી આવે તો તેની પાછળ નાચતા રહે છે. પણ તે લોકો ગાંડા નથી અને મૂર્ખ પણ નથી. પણ એ લોકોને મનઃશાન્તિ નથી એ હકીકત છે. જે અમેરિકામાં ઘેર ઘેર થયું છે.તે જ ધીરે ધીરે ભારતમાં થતું જાય છે. માણસને મનઃશાન્તિ જોઈએ, પણ તે મળતી નથી. માણસને ચેન કેમ પડતું નથી? આનંદ કેમ મળતો નથી ? આ બધાનો જવાબ એક જ છે.  એક વખત બાદશાહે ત્રણ પ્રશ્નો પૂછ્યા અને કહ્યું કે આ ત્રણે પ્રશ્નોના જવાબ એક જ વાક્યમાં માંડવો જોઈએ. આ પ્રશ્નો આ મુજબ હતા (1) ઘોડો અટક્યો કેમ ? (2) પણ સડ્યું કેમ ? (3) ભાખરી બળી કેમ ?   એકજ વાક્યમાં ત્રણે પ્રશ્નનો  જવાબ આપવો મુશ્કેલ હતો. તેથી કોઈ જવાબ આપી શક્યું નહી. ત્યારે બીરબલ ઉભો થયો અને કહ્યું "જહાંપનાહ ! ફેરવ્યો નહિ તેથી ઘોડો અટક્યો કેમ?   ફેરવ્યો નહિ તેથી. તેને દરરોજ ફેરવત તો તે અટકત નહિ.ભાખરી બળી કેમ?તો કહે ફેરવી નહિ તેથી.  પા...

કામ ની મીઠાસ ક્યારે દૂર થાય ?

કામ ની મીઠાસ ક્યારે દૂર થાય ?          निराहारस्य  देहिन: કહીને ગીતાકારે કામના કાઢવાનો એક રસ્તો દેખાડ્યો છે. જો તું નિરાહાર થાય તો કામના જાય. અહીં આહાર એટલે કેવળ ભોજન એવો અર્થ લેવાનો નથી. પ્રત્યેક ઈન્દ્રિયનો આહાર જુદો છે. ચક્ષુરેન્દ્રિય, કર્ણેન્દ્રિય, રસેન્દ્રિય દરેક નો આહાર જુદો જુદો હોય. કેટલાક સંપ્રદાય ના લોકો પચાસ પચાસ દિવસ સુધી નિરાહાર રહે, પરિણામે એવા થઇ જાય કે તેમને કોઈ વાતની ઈચ્છા થાય જ નહિ. તમે ચાર દિવસ અન્ન ના લો તો તમને સિનેમા જોવાની ઈચ્છા થાય ? ના થાય. કારણ, ચાર દિવસ હાર ના લો એટલે ઉઠાય જ નહિ. ફરી ના શકો, કઈ ચેન પણ ના પડે. આમ નિરાહાર રહેવાવાથી કદાચ કામ છુટશે, પણ કામ ની મીઠાશ જશે નહિ. દ્વારકાધીશ ગીતામાં  પૂર્ણતા દેખાડે છે, તેથી કહે છે કે તું નિરાહાર થવાનો રસ્તો લઈશ તો કદાચ કામ છુટસે, પણ તું કર્મયોગી નહિ બને.  કામનાની મીઠાશ ક્યારે જાય ?  रसवर्ज रसोप्यस्य परं दृष्ट्वा निर्वतते     દ્વારિકાધીશે ગીતામાં જે સ્થિતપ્રજ્ઞ ચીતર્યો છે તે કમાલ નો છે! લોકો કહે છે કે બીજા અધ્યાય માં ભક્તિ છે જ નહિ. ભક્તિ નથી? તો ભઈલા ! તમને નમન !...

સમતા

સમતા એટલે દ્રન્દ્દ્રાતીતતા       સ્થિતપ્રજ્ઞ થયેલા મહાપુરુષો અને ભગવાન વચ્ચે આધ્યાત્મિક એકતા હોય છે. તેઓ કર્મયોગી અને નિષ્કામ હોય છે. તેથી તેઓ સુખદુખ થી ગભરાતા નથી. કારણ, એમને એમનો ધણી જ આ જગતમાં લઈને આવ્યો હોય છે.  " હું ધણી જોડે ઝુંપડીમાં રહીશ" આવું કહીને છોકરી બાપનો બંગલો છોડી દે અને જેના ઉપર પ્રેમ હોય એની જોડે દસ*દસ ની ઓરડીમાં રહેવા જાય. આવી રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષની ભગવાન જોડે આધ્યાત્મિક એકતા હોય છે.      ગીતાકારે સ્થિતપ્રજ્ઞની સમતા દેખાડી છે. તે માણસ જગતમાં ફરે તો તેની સમતા ક્યાંથી હોય ? સમતા એટલે દ્રન્દ્રતીતતા.અનુકુળ અથવા પ્રતિકુળ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ તરફ જોવાનો તેમનો એક જુદો જ "ડોળો " (દ્રષ્ટી) હોય. તે આત્મસંયમી હોય. તે અનુકુળ વાતમાં હરખાઈ જતો નથી, ગાંડો થતો નથી અને પ્રતિકુળ વાતોથી ગભરાઈ જતો નથી. नाभिनन्दति न द्रेष्टि तस्य प्रज्ञा प्रतिष्टिता - આ સમતા છે. મહામાનવ (superman) વિષે ચિંતકો કહે  છે . He will have friendship and pity for all beings and hatred for none , he intiates no action.    આ   नाभिनन्दति न द्रेष्ट...

દુઃખનો સ્વીકાર

     દુઃખનો સ્વીકાર     ગીતાનો સ્થિતપ્રજ્ઞ એટલે જ પુરષોત્તમ. સ્થિતપ્રજ્ઞ એટલે જીવાત્મા અને પરમાત્માની આધ્યાત્મિક એકતા જેમાં છે તે. સ્થિતપ્રજ્ઞને પોતાની આશા આકાંક્ષા ન હોય એમ ગીતા કહે છે, પોતાને આશા આકાંક્ષા નથી તો એ ચાલે શા માટે? કેવી રીતે ચાલે? એને ઈશ્વરની આશા-આકાંક્ષા છે તેથી એ ચાલે. તેથી જ સ્થિતપ્રજ્ઞ-  दू:खे ....... वीतरागभयक्रोध: ........ આવો હોય છે. કામનાના પરનાં રાગ, ભય , ક્રોધ અને તૃષ્ણા, તમારામાં કામના આવી કે આ વાતો આવવી જ જોઈએ. પછી તે  ભક્તિની કામના હોય તો પણ. કામના એટલે ક્ષુદ્ર કામના જ હોવી જોઈએ એમ માનવાની જરૂર નથી. કામના આવી કે તૃષ્ણા, ભય અને ક્રોધ આવે જ. સ્થિતપ્રજ્ઞ ઉદ્રીગ્ન ન થાય અને એને દુખ આવતું નથી એમ ગીતકાર કહેતા નથી. કેટલાક લોકો પૂછે કે ભગવાન શુધી પહોચી ગયેલા અને સિદ્ધિ મેદ્વેલાને દુઃખ શા માટે ? તેમને કહેવું પડે કે તો શું દુઃખ તને જ જોઈએ? દુઃખ શા માટે? એટલે કે, દુઃખ તો આવવાનું જ. તુકારામ ને દુઃખ શા માટે ? આ પ્રશ્ન જ ઉભો થતો નથી. દુખ તો આવ્યા જ કરવાનું. તુકારામને એ દુખ લાગે કે નથી એ સ્વતંત્ર વાત છે. પણ તેને દુખ આવે. સ્થિતપ્રજ્ઞતા...

કામના ત્યાગના ચાર રસ્તા

કામના ત્યાગના ચાર રસ્તા      કામના રહે અને શરીર ચાલે! આ જ એક વિચિત્ર વાત લાગે છે.તેથી જ કાન્ત જેવા લોકો શંકાશીલ બબીબે કહે છે કે આ પરમોચ્ય સ્થિતિની એક કલ્પના જ રહી શકે. હું કહું કે વચ્ચે જો Higher self લેવાય - જેને ગીતા उत्तम: पुरुस्त्वन्य: परमात्येत्युदाह्रत: કહે છે તે તો માણસ નીરીછ , નિષ્કામ રહીને આજ્ઞાંકિત બનીને ક્રિયાશીલ રહી શકે. તેથી તે ટોચ નો જ્ઞાની છે અને ટોચ નો ભક્ત હોય છે. પણ લોકોનો અહી જ વિરોધ છે. આપણા દેશમાં પણ વિરોધ છે. કેટલાક જ્ઞાનીઓ ભક્ત નથી અને કેટલાક ભક્તો જ્ઞાનથી અભડાઈ જાય  છે. એ ગાંન્ડાઓ ને જ્ઞાન અને ભક્તિ બરાબર સમજાયા છે.  કે એની શંકા છે. હું તેમને ગાંડા કહું છુ. કેમ કે એમને આવી મૂર્ખાઈ ની હઠ પકડીને અધ્યાત્મનો સત્યાનાશ વાદી નાખ્યો છે. નીરીસ્ચ અને નિસ્પૃહ હોય તો જ તે સ્થિરમતીત્વ લાવી શકે એમ ગીતા કહે છે. ગીતા મનોગત કામનાઓ કાઢી નાખવાનું કહે છે. તે કાઢી નાખવા માટે શાસ્ત્રકારો માર્ગદર્શન આપે છે. કામનાઓ વ્યાપક કરો. એકાગ્ર કરો સુક્ષ્મ કરો વિશુદ્ધ કરો. આ ચાર રસ્તાથી કામના કાઢી શકાય એમ વેદો કહે છે .  કામનાને વ્યાપક બનાવો      કામના વ...

સ્થિતપ્રજ્ઞ કર્મયોગી છે

  સ્થિતપ્રજ્ઞ કર્મયોગી છે       ગીતાનો સ્થિતપ્રજ્ઞ કેવો છે? તે કર્મયોગી છે. ગીતા એ વાત સો પહેલા કહે છે. ગીતાનો સ્થિતપ્રજ્ઞ એવો શાંતિવાદી યતી નથી કે જેને તત્વજ્ઞાની ઓ Quietistic ascetic કહે છે. શાંતિવાદી યતી એક તત્વ માન્ય કરે છે કે કર્મનો સ્વામી પરમેશ્વર નથી, પણ કર્મની સામ્રાજ્ઞી વાસના છે. તેથી તમે વાસના તોડી કે કર્મ ગયું "વાસના કર્મની સામ્રાજ્ઞી છે" એવું એમનું બહુ મોટું દર્શન છે. આપણા આદર્શ અવતારરૂપ ગોતમ બુદ્ધ એ જ કહેતા હતા કે કર્મના મૂળમાં વાસના છે. તેથી કર્મના મૂળમાં ભગવાન હોઈ શકતા નથી. ભગવાન કર્મના સ્વામી નથી, પણ વાસના કર્મની સામ્રાજ્ઞી છે. આવું તેમનું કહેવું છે. કર્મનું મૂળ અજ્ઞાન છે. આમાં કોઈનો મતભેદ રહેવાનું કારણ નથી. ગીતકારનો પણ તેમાં મતભેદ નથી. નહીતો કોઈ કહેશે કે , કર્મો થાય છે , એટલે કર્મનું મૂળ અજ્ઞાન છે, એ અર્ધસત્ય છે, પણ કર્મનું મૂળ ઈશઆજ્ઞાકીતતા ણ જ હોઈ શકે. એમ ગીતા માનતી નથી. એટલે અજ્ઞાન દુર થયા પછી પણ "આજ્ઞાંકિત " એટલે ભક્ત કર્મ કરે છે એમ ગીતાને કહેવાનું છે. भ्रमनिर्वाणमुच्छती એમ ગીતાકારે કહ્યું છે. પર્મેશ્વાર જોડે એકય પામેલો અને જેના કર્મનો પ્રભુ ...

ગીતાનું ધ્યેયદર્શન

Image
ગીતાનું ધ્યેયદર્શન         ભગવાને આવી રીતે કહ્યા પછી નેસર્ગિક પ્રશ્ન ઉભો થાય કે આવો માણસ કેવી રીતે ચાલતો હોય, કેવી રીતે રહેતો હોય  વગેરે. અર્જુન નો આ પ્રશ્ન છે અને તેનો જવાબ ભગવાન આપે છે. ત્યાંથી ભગવાનનું એક આગવું દર્શન શરુ થાય છે. ગીતાનું આ ધ્યેયધર્શન છે. માનવી જીવનની ઉન્નતી માટે પ્રયત્નશીલ રહેવાવાળાને ગીતા કઈ ધ્યેય આપે છે. તેથી આ ધ્યેયદર્શન છે.          આ ધ્યેયદર્શન ને અશક્ય માનવાવાળો એક વર્ગ તત્વવેત્તોમાં છે. આ તત્વવેત્તાઓ પણ ચિંતકો છે. તેમની આગેવાની કાન્ત જેવા ચિંતકે લીધી છે. તેમના મત પ્રમાણે સ્થિતિપ્રજ્ઞની સ્થિતિ માનવીના કલ્પના જગતમાં જ હોઈ શકે. ગીર્કો એ ચીતરેલો મહામાનવ (superman )  પ્રત્યક્ષમાં દેખાશે નહિ એવું કાન્ટ થી માંડી બધાને લાગે છે. તેમનું કહેવું છે કે એ તો તત્વજ્ઞાનનો ઉચ્ચતમ કુદકો છે. પરંતુ, ગીતા એવું માનતી નથી. ગીતામાં તો અર્જુન સ્પષ્ટ પ્રશ્ન કરે છે.                     स्थितप्रज्ञ का भाषा समाधिस्थस्य केशव             स्थितध...

વાસના અને કર્તવ્યબુદ્ધિ

વાસના અને કર્તવ્યબુદ્ધિ છોડાય તો જ કોંસલ્ય આવે        आत्मवान भव - કર્તુત્વ અને ભોક્તૃત્વનો મોહ ખલાસ થયા પછી એકતાનતા આવે ત્યારે આત્મવાન થયો કહેવાય. કર્તુત્વ અને ભોક્તૃત્વ બંને જેને દીધા તે આત્મવાન એટલે કે આત્મા સાથે જોડાઈ ગયેલો કહેવાય. કર્મ માં કરતા અને મને કર્મફળ મળવું જોઈએ એવી વાસના હોય. વાસના અને અભિમાન છોડ્યા એટલે કર્મ માં કોંસલ્ય આવે      વ્યવસાયાત્મિકા બુદ્ધિ , ન્રીશ્ચયાત્મીકા બુદ્ધિ, અને યુક્તબુદ્ધિ  ગીતાકારે સમજાવી. આ સમજવામાં અધ્યાય કઠણ લાગે છે. આ બધું સાંભળ્યા પછી અર્જુનના મન માં શંકા ઉઠી કે આવો માણસ દુનિયામાં જોવા મળે કે ? તેથી અર્જુને પ્રશ્ન પૂછ્યો છે.     स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव     स्थितधी: कीं प्रभाषेत किमासीन व्रजेत किम        તે સ્થિતપ્રજ્ઞ કેવો હશે ? તે કેવી રીતે રહેતો હશે ? કેમ ચાલતો હશે ? મૂળ મુદ્દો એ છે કે આવો માણસ હોય તે  શક્ય છે કે ? તે કર્મ કરે અને છતા અહમથી મુક્ત રહી છકે તે તદન અશક્ય છે. એમ અર્જુનને લાગે છે. કેમ કે તેમાં અહં ન હોય તો શ્વાસોશ્વાસ પણ ન ચા...

કર્મ અને કર્મફળ

Image
         કર્મ અને કર્મફળ  કર્મ અને કર્મફળ - તું ફળ ની ચિંતા ન કર , તારો ફફ્ત કર્મ ઉપર અધિકાર છે        कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन    કહીને ભગવાન પહેલો જ ફટકો મારે છે. "તું ફળ ની ચિંતા ન કર તારો ફફ્ત કર્મ ઉપર અધિકાર છે. તું ફળ નિશી ચર્ચા કરે છે ? ફળની વાત તારા હાથમાં છે કે ? તારો અધિકાર શું છે તે તું બરાબર સમજી લે " આ વાત ભગવાન સામાન્ય માણસને સમજાવે છે. તેમ અસામાન્ય માણસને પણ સમજાવે છે. એક જ લાકડી થી બધાને ફટકો મારવાની કલા ફક્ત શ્રી કૃષ્ણ   પાસે છે. તમારો જેટલો અધિકાર હોય તેટલો ઉપદેશ તમે લઇ લો. દ્વારકાધીશ   કહે છે કે " તું સામાન્ય હશે તો તારે કર્મ કર્યે જ છુટકો છે અને  તું અસામાન્ય હોય તો પણ ભગવાન ના હથિયાર ( intrument ) તરીકે કામ કરવું પડશે. તેમાં તારા મત ની કઈ કીમત નથી" આપણા હાથમાં ચપ્પુ છે. તેને આશા નહિ , આકાંશા નહિ, ભાવના નહિ, કલ્પના નહિ, મત નહિ, તે ફક્ત હથિયાર છે. તે કેરી પણ સુધારે , શાક પણ સુધારે એ કારેલું પણ સુધારે. તેના મતનો પ્રશ્ન જ નથી.તેને કામ કરવું જ જોઈએ,  કેમ કે તે એક હથિયાર છે...

ગીતા અધ્યાય ૨ - gita adhyay 2 - ભાવવશતા અને નિશ્ચયાત્મિકતા

Image
ભાવવશતા અને નિશ્ચયાત્મિકતા         શરૂઆતમાં બુદ્ધિ કિંકર્તવ્યમૂઢ થાય. પણ આવી બુદ્ધિ વખાણવા જેવી છે.જીવનમાં અસંતોષ હોવો જોઈએ. જીવનમાં અસંતુષ્ટતા અને ગરબડ હોવા જોઈએ. મિલ કહે છે, " i shall be a dissatisfied socretis than a satisfied pig - " સંતુષ્ટ ભૂંડ જેવા થવા કરતા હું અસંતુષ્ટ સોક્રેટીસ જેવો થવાનું પસંદ કરીશ. ભૂંડ સંતુષ્ટ જ હોય છે પણ તેના કરતા અસંતુષ્ટ સોક્રેટીસ સારો. મગજ માં કઈ મુજવણ હોય કઈ ગરબડ હોય , કઈ કરવું હોય , કઈ લાવવું હોય , કઈ સૂઝતું ન હોય , કોઈને પૂછવા નું મન થતું હોય. કોઈને   शिष्यस्तेअहं शाधि मां त्वां प्रपन्नम કહીને પાસે જવાનું હોય,   જીવનમાં કોઈ કોયડો  હોય તે સારું. જીવનમાં કિંકર્તવ્યમૂઢતા બુદ્ધિ માં આવવી જોઈએ . આપણા જીવનમાં કિંકર્તવ્યમૂઢતા આવતી નથી. એનું કારણ, આપણે જીવનમાં ઝાઝો વિચાર જ કરતા નથી આપણે ભયંકર છીએ!          એક ભાઈ કહે : ફલાણો  માણસ તદન સરળ છે. તે સવાર ના ઉઠે, નાહી ધોઈને જામે, જમીને ઓફીસે જાય અને ઓફિસે થી ઘેર આવે . ઘેર આવીને રેડીઓ સાંભળે , જામે અને સુઈ જાય. કોઈની સાતે તે ભળતો  ...

ગીતા અધ્યાય ૨ - Gita Adhyaay 2

નિષ્કામ કર્મમાં કર્મપ્રેરણાનો ઉભો થતો પ્રશ્ન         નિર્લોભ અને નિરભિમાની વૃતિ થી સ્વકર્તવ્ય નો ઉપદેશ ગીતામાં છે. વિષયચિંતન થી આપણે વિનાશી બનીએ. તેથી વિષય ચિંતન ન કરવું સારું. ફલ ચિંતન અને વિષય ચિંતન ન કરવું તે બરાબર છે. પણ વિષય ચિંતન અને ફલ ચિંતન ખલાસ થયા પછી કર્મ શા માટે કરવાનું ? ફળ નહિ તો કર્મ કેવું? અહી પ્રેરણા નો પ્રશ્ન આવી ને ઉભો રહ્યો.       આજે સમાજવાદી વિચારધારા અનુશાર "શક્તિ મુજબ કામ અને ગરજ મુજબ દામ " આ વિચાર અવ્યવહારુ લાગ્યો તેથી " જેટલું કામ તેટલું દામ wages according to work " એવો અર્થશાસ્ત્ર નો વિચાર આવ્યો છે. પણ તેમાં કર્મપ્રેરણા નો પ્રશ્ન તો આવીને ઉભો જ રહ્યો છે.      આખા જીલ્લા નો કલેકટર ખુબ મોટો હોય , તેને પોતાની બુદ્ધિ વાપરીને આખા જિલ્લાને સંભાળવો જોઈએ. એના કુટુંબ માં એની એક પત્ની અને એક છોકરી છે. એટલે તેને એકસો રૂપિયા નો પગાર આપો , અને એનો પટાવાળો જેને સાત છોકરા છે.અને જે પોતાની શક્તિ વાપરીને કામ કરે છે તેને સાતસો રૂપિયા નો પગાર આપો. કારણ , " શક્તિ મુજબ કામ અને ગરજ મુજબ દામ " આ નિયમ તેને સ્વીકાર્યો છે. પ...

કર્મકાંડ અને કર્મયોગ વચ્ચેનો ફરક

કર્મકાંડ અને કર્મયોગ વચ્ચેનો ફરક         यामिमां पुष्पितां वाचं प्रवद्न्त्य....         આ શ્ર્લોકોમાં વેદો માટે લખેલું છે.આમાં વેદોની નિંદા નથી .કર્મકાંડ અને કર્મયોગ વચ્ચે નો ફરક છે અને અહી શ્રીકૃષ્ણ કર્મકાંડ નહિ પણ કર્મયોગ સમજાવે છે એ સ્પસ્ટ કરવા અહી વેદો બાબત આટલું લખ્યું છે .        આપણે જોઈએ તો ખ્રિસ્તના વિચારો આવા જ છે . ખ્રિસ્તે શ્રી કૃષ્ણ ના વિચારો લીધા કે શ્રીકૃષ્ણ એ ખ્રિસ્ત ના વિચારો લીધા એવી રીતની શંકા થતા વાચામાંના કાળમાં કેટલાક લોકો એ કહ્યું  કે . ખ્રિસ્ત માંથી શ્રી કૃષ્ણે ગીતા લીધી છે . કેટલાક લોકો એ આવું છાપ્યું અને આપના લોકોએ તે વાંચ્યું પણ ખરું .પણ પાચળ થી સંશોધન કરીને એ લોકો એ જ કહ્યું શ્રી કૃષ્ણ ખ્રિસ્ત કરતા પહેલા થયેલા દેખાય છે . એતાહાસિક દ્રસ્થીએ  સાચું  છે. કોણે કોનું લીધું એ ચર્ચા કરવાનું કારણ નથી . આજ વિચાર બાઈબલ માં પણ છે તેને કેટલા પ્રમાણમાં કીમત આપવી ? બાઈબલ વાંચશો તો શ્રીકૃષ્ણ એ વેદોને માટે જે કહ્યું છે તે જ બાઈબલ માટે લખેલું જોવા મળશે .પણ શ્રીકૃષ્ણ વેદો માટે આવું લખે તો લોકો તે વા...

અર્જુને શા માટે લડવું જોઈએ ?

અર્જુને શા માટે લડવું જોઈએ ?         कौन्तेय युद्धाय कुतनिचयः       તું કુર્તનિશ્ચયી થઈને લડવા માટે ઉઠ ! એમ કહે છે . આ વાંચીને એવો પ્રશ્ન થાય કે યુદ્ધ ની નિષ્ઠુરતા , ક્રુરતા ,કઠોરતા વગેરે શું  શ્રી કૃષ્ણ  ભગવાનને માન્ય છે ? ભગવાન જેવા લોકોતર તત્વને આ વાતો માન્ય થઇ ? હુબ્રું અને લ્યુંટાનિક નોર્વેજીય્નોના વાડ્મય માં આવતી વાતો સાથે આ મતનું સામ્ય લાગે છે .નિત્શે ના મત મુજબ નિષ્ઠુરતા ,યુદ્ધ ,ક્રુરતા , રક્તપીપાસા ,સત્તાભીલાષા આ માનવ ના ઉન્નતી ના લક્ષણો છે . શું  KRISHN પણ યુયુત્સુ , રક્તપિપાસુ છે ? પણ શ્રી કૃષ્ણ તેવા નથી એકાદ પ્રવચન સાંભળીને કોઈ વિષે અભિપ્રાય આપવાવાળા લોકો મુર્ખ ઘણાય        આ શ્રુર્ષ્ટિ રમત છે એવું નક્કી કરીને ભગવાને મરણનો પ્રશ્ન જ કાઢી નાખ્યો છે , ન બદલનારી અવિકારી શક્તિ આ સૃષ્ટી નું શાસન કરે છે , તેની જ આ રમત છે અને તે જ આ સૃષ્ટી માં બધા જીવો ઉભા કરે  છે . એક પ્રકાર છે તત્વચિંતક સંતોનો , તે વર્ગ અમાપ પ્રેમ અને અપ્રિતમ પરોપકાર વાળો હોય . બીજો વર્ગ છે . તત્વજ્ઞ વીરોનો . તે વિશાળ અંતઃકરણનો ઓજસ...

વિશ્વની એકસુત્રતાનો પાયો

        શ્રીકૃષ્ણ ને આ બધું તત્વજ્ઞાન સમજાવીને એક વિશિષ્ટ વૃતિ તૈયાર કરી છે તેના માટે દેહ અને દેહીનો સ્વતંત્ર સંબંધ સમજાવ્યો છે .        આત્મ સર્વગત છે . તે અણુ અને પરમાણુમાં ભરેલો છે. તે પ્રત્યેક ના અંતઃકરણ માં ભરેલો છે અનંત દેહો દેખાય છે , પણ આત્મા એક જ છે તે તું સમજી લે ..આમ કહીને શ્રી કૃષ્ણે આખા વિશ્વ ની એક સુત્રતા સમજાવી છે .  ' અર્જુન! તું આ એકસુત્રતા ની ભૂમિકા ઉપર ઉભો રહીને વિચાર કર તો તેથી તને જગત માટે આત્મીયતા નિર્માણ થશે ' ત્યાર પછી સુંદરતા અને પુજ્યતા નિર્માણ થાય છે તે આગળ ની વાત છે , આ ભક્તીસાસ્ત્ર ની વાત છે પરંતુ આમ પણ આત્મા અવધ્ય છે અને શરીર પ્રત્યેક ક્ષણે બદલતું રહે છે .                 આમ કહીને એની એક કાયમી સુત્રબદ્ધતા ભગવાને સમજાવી છે . આત્માની અવક્તતા પર ભાર મુક્યો છે આત્મા અંદર છે . ડોકટરો હૃદય ના ફોટા પણ પાડે છે . તેમાં હૃદય ની અંદર કોઈ ઠેકાણે આત્મા દેખાય છે ખરો ?? નથી દેખાતો ..કારણ આત્મા અવક્ત છે . વ્યક્ત હોય તો ફોટા આવે ,,અવ્યક્ત નો ફોટો ક્યાંથી આવે .  अथ चैनं नित्यजातं नित्यं...

મરણ તો દેહ ની પ્રકૃતિ છે

મરણ તો દેહ ની પ્રકૃતિ છે           દેહને અવસ્થાતર હોવાથી મુત્યુ માટે સાદી સીધી ઉપમા આપી દીધી કે મરણ એટલે કપડા બદલવા . મૂળ પ્રકૃતિ અવ્યક્ત , અચિંત્ય છે .  પણ વિકારવશ છે અને આત્મા અવિકારી છે . આખી ગીતાની અંદર अशोच्यानन्वशोचस्तवं એ ઉપક્રમ છે  અને न त्वं शोचितुमहर्षि એ ઉપસંહાર છે બીજા અધાય માં આ શ્લોક સુધી નું એક પ્રકરણ છે ,કારેલું કડવું છે ,મરચું તીખું છે અને મીઠું ખરું છે એ તેમના દોષો નથી પણ તેમનો સ્વભાવ છે તેવી જ રીતે દેહ નું જવું એ તેનો દોષ નથી પણ સ્વભાવ છે દેહ મૂળપ્રકૃતિ છે મૂળપ્રકૃતિમાં સતત ઉથલ પાથલ થતી હોય અનંત અમૂર્ત ચહેરાઓ મૂર્ત થતા  હોય આ સૃષ્ટી માં તેવું થાય તેમાં હરખાઈ જવાનું કારણ નથી . તેવી જ રીતે મૂર્ત  વાતો અમૂર્ત બનતી હોય તેથી રડવાનું કઈ કારણ નથી . આ સાંખ્ય સ્રીદ્ધાંત ભગવાને ટૂંકમાં સમજાવ્યો . તે જરા કઠણ છે                                       અધ્યાત્મશાસ્ત્ર ,માનસશાસ્ત્ર અને આધિભોતિકશાસ્ત્ર સમજાવ્યા આધિભોતિકશાસ્ત્ર થી ભગ...

આત્માની નિત્યતા

આત્માની નિત્યતા          ભગવાન કહે છે કે સતનો નાશ નથી અને અસતનું સ્વસ્વરૂપ રહી અસ્તિત્વ નથી नासतो विधते भावो नाभावो विधते सतः આ શબ્દો તત્વજ્ઞાન ના છે તેથી સમજી લેવા જોઈએ . તત્વજ્ઞાનના આ બે મુખ્ય સિદ્ધાંતો છે આ અધ્યાત્મનો સમજાવ્યો 

અધ્યાય ૨ -अस्ति जायते वर्धते विपरिणमते अपक्षीयते नश्यति -અશોચ્યનો શોક ન કરવો ઘટે

અશોચ્યનો શોક ન કરવો ઘટે         ભગવાને તત્વજ્ઞાન કહ્યું છે તેમાં શિષ્ય બનેલા અર્જુન નો પ્રશ્ન છે , ભગવાને તેની વૃતિ બદલવાની છે અને તેમાં કર્મની ભૂમિકા પરમાર્થની બનવાની છે તેથી ભગવાને अशोच्यानान्वशोचस्त्व्म થી શરૂઆત કરી છે જીવ માત્ર અશોચ્ય છે અશોચ્ય એટલે શોક કરવા જેવું નથી તે . માનવી જીવન અશોચ્ય છે પ્રત્યેક પ્રાણી અશોચ્ય છે પારમાર્થિક દ્રષ્ટીએ 'મરણ ' આ ઘટના શોચનીય નથી ભગવાન અર્જુન ને કહે છે કે ' પ્રજ્ઞાવાદ કહે છે પહેલી વાત એ છે કે તું મુર્ખ છે . તેમાં વળી " હું ડાહ્યો છુ "એવી ગાંડી સમજણ તારામાં આવી ગઈ છે , આપણે અર્જુનને મુર્ખ નાં કહી શકીએ પણ અહિયાં તો ભગવાન ની દ્રષ્ટીએ વિચાર કરીએ છીએ ' અર્જુન તું પ્રજ્ઞાવાદ કહે છે ! આમ કહીને તરત્ જ આત્માનું અને તેના અંશરૂપ જીવનું ચીર્ન્જીવીત્વ સમજાવ્યું છે આત્મા મારતો નથી અને મારતો પણ નથી अस्ति जायते वर्धते विपरिणमते अपक्षीयते नश्यति આ ષડભાવ આત્મા ને નથી                             આપણી પહેલી શરૂઆત अस्ति  થી થાય છે માં નાં પેટમાં બચ્ચું આવે , ત્યાર પછ...

અર્જુનની સમસ્યા - કર્મ હેતુ શો?

અર્જુનની સમસ્યા -- કર્મનો હેતુ શો ?             બીજું , અર્જુનના શોક અને  વિષાદનો કોયડો શો છે ? માણસ કર્મ શા માટે કરે છે ?સ્વાર્થ હોય તો કરે .આમાં કર્મમાં સ્વાર્થની ભૂમિકા હોય .તેથી સ્વાર્થ ઢીલો થયો કે કર્મ ઉપરની પકડ ઢીલી થાય. મારે કઈ મેળવવું ન હોય તો પછી મને કર્મ કરવાનું મન જ ન થાય .પછી માણસ અધ:પતિત થતો જ જાય માનદ્ કાર્યકર્તાઓ કામ નથી કરતા એ માનસશાસ્ત્રીય દ્રષ્ટીએ જોતા ભૂલ ભરેલું નથી. કારણ,કામ કરવા માટે તેમને કઈ પ્રેરણા જ નથી. કઈ મળે તો માણસ કામ કરે.નહિ તો શા માટે કરે ? તેથીજ અર્જુનને આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અર્જુનને કઈ જોઈતું નથી.તે કહે છે કે न काक्षे  विजयं कृष्ण અર્જુનને વૈભવ નથી જોઈતો અર્જુન નર છે. न+र એટલે જે ભોગોમાં જ રમમાણ થતો નથી તે નર . તેવી જ રીતે વિત્તમાં જ રમમાણ ન થવાવાળો તે નર . લક્ષ્મી ને સ્વાધીન રાખનાર નારાયણ . આમ નર (અર્જુન) અને નારાયણ (ભગવાન) બંને શક્તિશાળી છે. અર્જુનની કર્મની ભૂમિકા સ્વાર્થ નથી. સ્વાર્થ ન હોય તો પરાર્થ હોય. માણસ પોતા માટે કર્મ ન કરે તો બીજાને માટે કરે . અર્જુનનું કહેવું એમ છે કે ' જો પરાર્થને માટે લડું ...