- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
સમતા એટલે દ્રન્દ્દ્રાતીતતા
સ્થિતપ્રજ્ઞ થયેલા મહાપુરુષો અને ભગવાન વચ્ચે આધ્યાત્મિક એકતા હોય છે. તેઓ કર્મયોગી અને નિષ્કામ હોય છે. તેથી તેઓ સુખદુખ થી ગભરાતા નથી. કારણ, એમને એમનો ધણી જ આ જગતમાં લઈને આવ્યો હોય છે. " હું ધણી જોડે ઝુંપડીમાં રહીશ" આવું કહીને છોકરી બાપનો બંગલો છોડી દે અને જેના ઉપર પ્રેમ હોય એની જોડે દસ*દસ ની ઓરડીમાં રહેવા જાય. આવી રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષની ભગવાન જોડે આધ્યાત્મિક એકતા હોય છે.
ગીતાકારે સ્થિતપ્રજ્ઞની સમતા દેખાડી છે. તે માણસ જગતમાં ફરે તો તેની સમતા ક્યાંથી હોય ? સમતા એટલે દ્રન્દ્રતીતતા.અનુકુળ અથવા પ્રતિકુળ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ તરફ જોવાનો તેમનો એક જુદો જ "ડોળો " (દ્રષ્ટી) હોય. તે આત્મસંયમી હોય. તે અનુકુળ વાતમાં હરખાઈ જતો નથી, ગાંડો થતો નથી અને પ્રતિકુળ વાતોથી ગભરાઈ જતો નથી. नाभिनन्दति न द्रेष्टि तस्य प्रज्ञा प्रतिष्टिता - આ સમતા છે. મહામાનવ (superman) વિષે ચિંતકો કહે છે . He will have friendship and pity for all beings and hatred for none , he intiates no action.
આ नाभिनन्दति न द्रेष्टि નો જ જાને તરજુમો છે.
અનુકુળ અથવા પ્રતિકુળ વાતોથી એમની મનઃશાંતિ જાય નહી. ગીતા તેને પ્રસાદ કહે છે.
प्रसादे सर्वदुःखानामं हानिरस्योपजायते
प्रसन्नचेतसो ह्याशु बुद्धि पर्यवटिष्टते
પ્રસાદ એટલે મનઃશાંતિ. મનઃશાંતિ એ જુદી વાત છે. આપને રડીએ એ જેમ એક વિકાર છે તેમ હસીએ એ પણ એક વિકાર છે. આત્મતુષ્ટ અને આત્મતૃપ્ત સ્થિતિમાં માંનઃશાન્તી છે. અને તે જ પ્રસાદ છે. પ્રસાદ એટલે પ્રસન્નતા.
ફ્રાન્સ માં એક બહુ વિનોદી નટ હતો. તે આખા શહેરના લોકોને થીયેટર માં હસાવતો હતો. તે એક દિવસ ડોક્ટર ને ત્યાં ગયો અને કહ્યું " મારી પાસે પૈસા છે, બાકી બધું છે, પણ મનઃશાંતિ નથી,મનઃસ્વાસ્થ્ય નથી. તો શું કરું? માનસશાસ્ત્રી એ કહ્યું , તું ફલાણા થીયેટરમાં એક નટ સરસ કાર્યકમ કરે છે તેમાં જા, તો તને મનઃશાંતિ મળશે " ત્યારે તેને કહ્યું, " જે બધા લોકોને દરરોજ હસાવે છે તે જ હું છુ. મને મનઃશાંતિ નથી, તેથી હું તમારી પાસે આવ્યો છુ."
મનઃશાંતિ એ અંદરથી સ્ફુરેલું, સ્ત્રવતું ઝરણું છે. તે બહારની વાત નથી. તેથી તમે ગાંડાઘેલા થઈને હસો એટલે તમને મનઃશાંતિ મળશે એવું નથી. હસવું અને રડવું, બંનેને સ્થિતિપ્રજ્ઞદર્શનમાં વિકાર માન્ય છે. સ્થિતપ્રજ્ઞ પાસે વૃતિની સમતા હોય. તેની વ્રૃતિ ડોલતી નથી.
સમવૃતિ વાળાને કોઈ દુખી ન કરી શકે.
સોક્રેટીસ એક વખત યુવાન છોકરાઓ સાથે બેસીને ચર્ચા કરતો હતો. એમની ચર્ચા બહુ લાંબા સમય સુધી ચાલી. જમવાનો સમય થઇ ગયો પણ એ લોકો ઉઠ્યા નહિ. સોક્રેટીસ ની પત્ની ઉંચી નીચી થાય, પણ પતિને શું કહે? પતિ તો તલ્લીન થયો હતો. જમવાનું મોડું થાય તો ઝાંતીપીથી(સોક્રેટીસ ની પત્ની) રહેવાય નહિ. તેથી તે વાસણનો અવાજ કરવા લાગી. અવાજ આવતા જ છોકરાઓ સમજી ગયા ગુરુ પત્ની ગુસ્સે થઇ છે. તેથી આપણે ઉઠવું જોઈએ. પણ સોક્રેટીસ તો એટલો તલ્લીન થયો હતો કે ઉઠવાનું નામ જ નાં લે. તેમની વાતો ચાલતી હતી. ઝાંતીપીએ જોયું કે વાસણ નો અવાજ કરવા છતાં આ લોકો ઉઠતા નથી, પોતાના ગુસ્સા ની અસર થઇ નહિ, તેથી તે વધુ ગુસ્સે થઇ. તેને હાથમાં પાણીનું માટલું લીધું અને બધા બેઠા હતા તેમના ઉપર પાણી ધોળ્યું. તે વખતે સોક્રેટીસ એ કહ્યું ; જોયું ! આ નિસર્ગ નો નિયમ છે. ગડગડાટ થયા પછી વરસાદ પડવાનો જ . આવા માણસને તમે કેવી રીતે દુખી કરી શકો ? તે દુખી થાય જ નહિ.
હવે , આમાનસ ણે દુઃખી કરી શકાય કે ? ઉપરથી ભ્રમદેવ ઉતરી આવે તો પણ આવો માણસ દુઃખી ન થાય. અને ઉપરથી ભ્રમદેવ આવે તો પણ આપણે સુખી ન થઈએ. ગમે તેટલું મળતું હોય તો પણ આપણે રડ્યા જ કરીએ ...બાકી બધું છે પણ ....પણ શું ? માણસ નું પણ .....કાયમ જ છે. કહેવાનું તાત્પર્ય એ કે સ્થિતપ્રજ્ઞ દ્રન્દ્રાતીત હોય છે.. તેથી તેનું વર્ણન ગીતાકારે કર્યું છે ..
કામની મીઠાશ ક્યારે દુર થાય ?
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT