મરીઝ ના શેર - Mariz Na Sher




મરીઝ ના શેર - Mariz Na Sher 



                  એક જ જવાબ દે મારો એક જ સવાલ છે 
                 આ મારા પ્રેમ વિષે તારો શું ખયાલ છે ? 
મરીઝ ના શેર -marij naa sher



            જખ્મો થી ખુદ ચુ ચુર આ હાલત તો જુઓ 
      
           લીધો તો રસ મેં કોઈ એક અઘરા શિકારમાં 
 
મરીઝ નાં શેર 


         હું પરવારી બેઠો છુ જગત ના સુખો થી 
         હવે તારો ગામ બેહિસાબ આવવા દે 

--------------------------------------

       છે એક મશ્કરી એની કુરાન હો કે ગીતા
     સમય ન વાંચવાનો દે કિતાબ આપીને 
-----------------------------------------------



 તારા સિવાય કોની મદદ માગું ઓ ખુદા
તારા સિવાય કોઈ ઉપર હક નથી મને


---------------------------------------

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો


--------------------------------


નથી 'નકાર'ની કઈ  દાઝ મારા અંતરમાં,
ફકત તમારા પુરાણા 'હકાર' સળગે છે.

ક્શુંયે વચમાં નથી હોતું દેવતાની કસમ,
બધા પવિત્ર અહી આરપાર સળગે છે


-------------------------------


મારો બુધપો મારી જવાનીની છે ઉપજ,
તેથી ન એમાં ખાસ કશા રંગ ઢંગ છે.


----------------------------------


ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.


----------------------------------


કુરબાનીની  પ્રચાર  ભૂમિકા  ભલે  હશે
તુજ પર  થયો છું  હું  તો  નિછાવર  કહ્યાં  વિનાં....!!


------------------------------


હાથમાં આવી ગયું'તું એમનું આખું જીવન
હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને


---------------------------------------------


બંધ મુઠ્ઠી લાખની થઈ ગઈ છે સાચા અર્થમાં
આપના પાલવનો છેડો હાથમાં આવી ગયો


-----------------------------------------------------------------


જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, 
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. 


----------------------------------------


અંતિમ સમયમાં એમ એ જોતા રહ્યા મને,
કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ.

-----------------------------------

મરીઝ ના શેર 


પછી એના પ્રવાહે આખું સાધારણ જીવન વીતે, 
મહત્વના બનાવો હોય છે બે-ચાર કિસ્મતમાં...”
------------------------------

મને શ્રધ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે,
દુઆ એવી કરું છું જાણે મારો એકલાનો છે…

-----------------------------------------------------------------
સદા અડધે રસ્તે થી પાછો ફર્યો છું, 
ફરી એ જ ઘર ની દિશા યાદ આવી 
------------------------------------------
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ના આવે.
---------------------------------------
તારી સંગતમાં કેમ માની શકાય?
સ્વર્ગ મૃત્યુ વગર નથી મળતું
-------------------------------------------------------
દુ:ખ થાય છે હવે મને એની ન યાદ આપ
જુઠ્ઠી હતી મજા જે લીધી બસ લઈ લીધી
-------------------------------------
અન્ય અંધારા પણ જીવનમાં છે,
એક કેવળ વિરહની રાત નથી.
----------------------------------------
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
----------------------------------------
તમારા ગાલ ઉપર આ ગરમ ગરમ આંસુ,
કે જાણે ફૂલની ઉપર તુષાર સળગે છે.
--------------------------------------
મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
----------------------------------------
તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો, તમને થોભાવી નથી શકતો.
------------------------------------------------------
નહીં એ કામ લાગે હો હજાર ઊભરા મહોબતમાં,
અણીના ટાંકણે હંમેશા ઓટ આવે છે હિંમતમાં
-------------------------------

આ તારા ઠંડા શ્વાસ અને મારી યાદમાં,
એક ઝાર જેવું લાગે છે દિલથી જીગર સુધી.
-----------------------------
દુનિયાના લાખ દર્દ પરંતુ શું મોહ છે? 
દુનિયા તજી જવાનો ન આવ્યો વિચાર પણ. 
-----------------------------
દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
-----------------------------------
મૃત્યુની બાદ એવું શું જોતા હશે બધા,
કે આખો દેહ સ્તબ્ધ - નયન દંગદંગ  છે.
--------------------------------------------
એ દ્વાર પરના હળવા ટકોરા તો રદ ગયા,
શાયદ એ સાંભળી લે જો માથું પછાડીએ.
મરીજ -મરીજ ના શેર 




ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.
-------------------------------------------


અલ્લાહને લોકો તો ભલે આપશે માફી
સાચી તો એ માફી છે કે ઘર માફ કરી દે
--------------------------------------



આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે,
એવું કશું નથી કે વચન હોવું જોઈએ 
-------------------------------


પ્રભુએ વાહ રે આ કેવો રંગ જમાવ્યો છે;
ગુલાબી દિલને ન એકપણ ગુલાબ આપીને.
-----------------------------------------


અમસ્તા આપમેળે કહી દીધા છે દર્દ જીવનનાં,
કોઈ સામે જરા પૂછે તો સંભળાવી નથી શકતા!
------------------------------------------


સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.
----------------------------------------
દિલસે ગુજરાતી

Comments

Post a Comment

THANK YOU YOUR COMMENT