સ્થિતપ્રજ્ઞ કર્મયોગી છે

  સ્થિતપ્રજ્ઞ કર્મયોગી છે  


   ગીતાનો સ્થિતપ્રજ્ઞ કેવો છે? તે કર્મયોગી છે. ગીતા એ વાત સો પહેલા કહે છે. ગીતાનો સ્થિતપ્રજ્ઞ એવો શાંતિવાદી યતી નથી કે જેને તત્વજ્ઞાની ઓ Quietistic ascetic કહે છે. શાંતિવાદી યતી એક તત્વ માન્ય કરે છે કે કર્મનો સ્વામી પરમેશ્વર નથી, પણ કર્મની સામ્રાજ્ઞી વાસના છે. તેથી તમે વાસના તોડી કે કર્મ ગયું "વાસના કર્મની સામ્રાજ્ઞી છે" એવું એમનું બહુ મોટું દર્શન છે. આપણા આદર્શ અવતારરૂપ ગોતમ બુદ્ધ એ જ કહેતા હતા કે કર્મના મૂળમાં વાસના છે. તેથી કર્મના મૂળમાં ભગવાન હોઈ શકતા નથી. ભગવાન કર્મના સ્વામી નથી, પણ વાસના કર્મની સામ્રાજ્ઞી છે. આવું તેમનું કહેવું છે. કર્મનું મૂળ અજ્ઞાન છે. આમાં કોઈનો મતભેદ રહેવાનું કારણ નથી. ગીતકારનો પણ તેમાં મતભેદ નથી. નહીતો કોઈ કહેશે કે , કર્મો થાય છે , એટલે કર્મનું મૂળ અજ્ઞાન છે, એ અર્ધસત્ય છે, પણ કર્મનું મૂળ ઈશઆજ્ઞાકીતતા ણ જ હોઈ શકે. એમ ગીતા માનતી નથી. એટલે અજ્ઞાન દુર થયા પછી પણ "આજ્ઞાંકિત " એટલે ભક્ત કર્મ કરે છે એમ ગીતાને કહેવાનું છે. भ्रमनिर्वाणमुच्छती એમ ગીતાકારે કહ્યું છે. પર્મેશ્વાર જોડે એકય પામેલો અને જેના કર્મનો પ્રભુ સાક્ષી છે. એવો માણસ પ્રભુની આજ્ઞા થી ઈચ્છાશૂન્ય, વાસનાશૂન્ય બનીને કામ કરી શકે. કર્મમાંનો અહમ (i -ness ) કાઢી નાખવાનું ગીતા કહે છે. તેન જ આજ્ઞાંકિતતા કહે છે. આ કર્મયોગી માણસ નું કામ છે. સકળ પાપનું મૂળ અહં છે. અહં નો ત્યાગ ઈશ્વર સાથે એકતા પામવા માટેની મૂળભૂત શરત છે. self is the center and essence of all sins and surrender of self is the simple condition of union wirh god. युक्त आसीत मत्परः  એમ ગીતાકારે કહ્યું છે. તેથી આજ્ઞાંકિત રહીને કામ થાય. કર્મનું કારણ વાસના અથવા અજ્ઞાન જ હોય એવું નથી. કર્મનું કારણ આજ્ઞા પણ હોઈ શકે અને જાગતિક જરૂરીયાત (Universal necessity) પણ હોઈ શકે. વિનોદમાં કહીએ તો ભગવાને પોતાનું ખોખું (શરીર) ભાડે આપ્યું હોય એવા આ લોકો હોય છે. ગીતાનો સ્થિતપ્રજ્ઞ બોલે છે, ચાલે છે, ફરે છે, પણ તે હોય છે કર્મયોગી. મૂળ મુદ્દો એ છે કે તે युक्त आसीत मत्परः હોય છે. એમ ગીતકાર કહે છે. ગીતની સ્થિતપ્રજ્ઞ અને પુર્નાતીની કલ્પના અને બીજા લોકોની તે વિષયની કલ્પનામાં ફરક છે. ગીતા બ્રહ્મનિર્વાણની વાત કરે છે જ્યારે બીજા નિર્વાણ ની વાત કરે છે. 

           લોકો પૂછે છે કે બીજા અધ્યાયમાં ભક્તિયોગ ક્યાંથી આવ્યો? આવા પ્રશ્નથી આશ્ચર્ય થાય છે. ગીતની શરૂઆત ભક્તિથી છે. અથથી ઇતિ સુધી ગીતા ભક્તિથી ભરેલી છે. તેનો અંત પણ ભક્તિથી છે. शिष्यस्तेह्म शाधि मां त्वां प्रपन्नम અહીંથી ગીતની શરુઆત થાય છે. એટલેકે ભક્તિથી જ ગીતની શરૂઆત થાય છે. 

   સ્થિતપ્રજ્ઞ ની નિષ્કંપ બુદ્ધિ  


  ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને શરૂઆતમાં જ કહ્યું છે કે બુદ્ધિને કંપ અથવા વક્રતા ણ હોવા જોઈએ. स्थितप्रज्ञ એટલે જેની પ્રજ્ઞા સ્થિર છે તે. જેની બુદ્ધિ ને કંપ અથવા વક્રતા નથી તે. બુદ્ધિમાં વક્રતા અને કંપ ભાવનાઓ હલાવે છે. શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે બુદ્ધિ કંપરહિત હોવી જોઈએ. અહંકાર આવે તો કોઈને સાથે લઈને જ આવે. તે એકલી આવતી જ નથી. આવી બુધિ દયાબુદ્ધિ, વાત્સલ્યબુદ્ધિ અથવા  દ્રેષબુદ્ધિ થાય. અથાર્ત તે આવી એકાદ બહેનને લઈને જ આવે. બુદ્ધિમાં અહંકાર આવ્યો કે તેને એમ થાય કે હું એકલો કેમ રહું ? તેથી તે કોઈને લઈને જ આવે. તેથી અહંકારરહિત બુદ્ધિ એટલે પ્રજ્ઞા એમ ગીતાને કહેવાનું છે. એટલે ગીતાનો કર્મયોગી અહંકારરહિત અને વાસનારહિત હોવા છતા કર્મયોગી રહે. युक्त आसीत मत्परः ઈશ્વરની આજ્ઞા નો સ્વીકાર કરીને તેનું કામ ચાલતું હોય. પોતાનું શરીર તેને જગદીશ ને ભાડે આપ્યું છે એમ કહેવામાં પણ "ભાડે આપેલું" શબ્દ બરાબર નહિ લાગે. કેમકે ભાડે આપવામાં આપનારનો થોડોક પણ માલિકી હક આવી જાય છે. જ્યારે અહીતો ભાડે આપનાર એવો હક પણ રાખતો નથી. 

નિષ્કામતા વગર સ્થિતપ્રજ્ઞતા નહિ    


   ગીતાનો સ્થિતપ્રજ્ઞ કર્મયોગી હોવા ઉપરાંત તેનામાં નિષ્કામતા હોવી જોઈએ તો જ તે સ્થિતપ્રજ્ઞ થાય એમ ગીતા કહે છે. તે નીરીછ અને ની:સ્પૃહ હોવો જોઈએ, તો જ તેનામાં સ્થિરમતીત્વ આવી શકે નહિ તો શક્ય નથી. એનો અર્થ એ કે તે ફલાકાંક્ષારહિત હોવો જોઈએ.એના માટે તેને નિષ્કામતા લાવવી પડે. ક્યાં સુધીની નિષ્કામતા? તો કહે છે प्रजहाति यदा कामान सर्वान पार्थ मनोगतान એટલે કે તેના મનમાં એક પણ કામના સંગ્રાહેલી ણ રહેવી જોઈએ. તેને મનમાં સંગ્રાહેલી કામનાઓ કાઢવી પડશે. ગીતા કહે છે કે મનોગત કામનાઓ પણ કાઢી નાખો. 

કામના ત્યાગના ચાર રસ્તા 


દિલસે ગુજરાતી

Comments