- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
વાસના અને કર્તવ્યબુદ્ધિ છોડાય તો જ કોંસલ્ય આવે
आत्मवान भव - કર્તુત્વ અને ભોક્તૃત્વનો મોહ ખલાસ થયા પછી એકતાનતા આવે ત્યારે આત્મવાન થયો કહેવાય. કર્તુત્વ અને ભોક્તૃત્વ બંને જેને દીધા તે આત્મવાન એટલે કે આત્મા સાથે જોડાઈ ગયેલો કહેવાય. કર્મ માં કરતા અને મને કર્મફળ મળવું જોઈએ એવી વાસના હોય. વાસના અને અભિમાન છોડ્યા એટલે કર્મ માં કોંસલ્ય આવે
વ્યવસાયાત્મિકા બુદ્ધિ , ન્રીશ્ચયાત્મીકા બુદ્ધિ, અને યુક્તબુદ્ધિ ગીતાકારે સમજાવી. આ સમજવામાં અધ્યાય કઠણ લાગે છે. આ બધું સાંભળ્યા પછી અર્જુનના મન માં શંકા ઉઠી કે આવો માણસ દુનિયામાં જોવા મળે કે ? તેથી અર્જુને પ્રશ્ન પૂછ્યો છે.
स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव
स्थितधी: कीं प्रभाषेत किमासीन व्रजेत किम
તે સ્થિતપ્રજ્ઞ કેવો હશે ? તે કેવી રીતે રહેતો હશે ? કેમ ચાલતો હશે ? મૂળ મુદ્દો એ છે કે આવો માણસ હોય તે શક્ય છે કે ? તે કર્મ કરે અને છતા અહમથી મુક્ત રહી છકે તે તદન અશક્ય છે. એમ અર્જુનને લાગે છે. કેમ કે તેમાં અહં ન હોય તો શ્વાસોશ્વાસ પણ ન ચાલે , તેનું શરીર પણ ન ચાલે
ત્રીજા અધ્યાય ના પહેલા ભાગમાં शिष्यस्तेह्म માં શિષ્યત્વ સ્વીકારી અર્જુને પૂછેલા શ્રેય ઓ પ્રશ્ન છે. બીજા ભાગમાં સાખ્યોગ એ. ત્રીજા ભાગમાં સ્વધર્મની અબાધ્યતા, કર્મનિષ્ઠા અને યોગબુદ્ધિ છે એ ચોથા ભાગમાં સ્થિતપ્રજ્ઞદર્શન .
વિષયચિંતન થી વિષયત્વ ( વિષય જ મુખ્ય લાગે છે અને હું ગોંણ બનું છુ ) પ્રાપ્ત થાય છે. તેથી નિર્લોભવૃતિથી રહેવું જોઈએ. જો તું અભીમાન રાખીશ તો આત્મા ઉપર કર્તુત્વ , ભોક્તૃત્વ અને વ્યવ્શાયાત્મિકા બુદ્ધિ માં નિરહંકાર સ્થિતિ અને નિર્લોભવૃતિ આવે છે
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT