કર્મયોગ

   કર્મયોગ 




   બીજા અધ્યાયનું તાત્પર્ય એ જણાયું કે કર્મયોગમાં કર્મફળ કરતા કર્મના મૂળમાં રહેલી બુદ્ધિ શ્રેષ્ઠ છે. તેથી કર્મની વાસના શ્રેષ્ઠ હોવી જોઈએ. અર્જુને તેમાંથી એટલું જ પકડ્યું કે કર્મના મૂળમાં રહેલી વાસના શુદ્ધ  હોય તો કર્મનું પાપ લાગતું નથી. કેમકે અર્જુનને શ્રેયનો ડર છે. પ્રેયની અપેક્ષા નથી. દ્વારકાધીશે અર્જુનને કહ્યું કે પારમાર્થિક ડર હોય તો પણ કર્મના મૂળમાં શું છે તે જ પરમાર્થ જોવે  છે. પરમાર્થ તેને જ મહત્વ આપે છે. કૃષ્ણએ કહ્યું કે કામ્યબુદ્ધિ કરતા  સામ્યબુદ્ધિ શ્રેષ્ઠ છે. વાસનાત્મક બુદ્ધિ કરતા વ્યવસાયાત્મિકા બુદ્ધિ શ્રેષ્ઠ છે. તમે કઈ પણ કામ કરો તો તેની પાછળ કામ્યબુદ્ધિ ન રાખતા સામ્યબુદ્ધિ રાખો તો તે કર્મ તમને નડશે નહિ; એટલું જ નહિ , આધાત્મિક દ્રષ્ટીએ તમારો વિકાસ થશે. તે કર્મ તમને નીચે નહિ ઉતારે. બીજા અધ્યાયમાં આવો નિર્ણય થયો 

 અર્જુનને મુજાવતો સવાલ 
     અર્જુનનો પ્રશ્ન એ છે કે દ્વારકાધીશ ! તમે કહો છો તે કબૂલ  છે મને .શુદ્ધ બુદ્ધિ શ્રેષ્ઠ હશે તો પણ બાર્હ્ય દ્રષ્ટીએ ભયાનક કર્મો હું શા માટે કરું? કર્મના મૂળમાં બુદ્ધિ શ્રેષ્ઠ હોય તો પણ હું જે કર્મ કરવાનો છુ તે ભયાનક છે. ભગવાન! તમારો સિદ્ધાંત મને માન્ય છે કે કામ્યબુદ્ધિ કરતા સામ્યબુદ્ધિ શ્રેષ્ઠ છે. અથવા તો વાસનાત્મક બુદ્ધિ કરતા વ્યવસાયાત્મિકા બુદ્ધિ શ્રેષ્ઠ છે.  તો પણ બાર્હ્ય દ્રષ્ટીએ ભયંકર લાગતા કર્મો હું શા માટે કરું? આ કર્મ ટાળીને આધ્યાત્મિક વિકાસની સાધના ન થઇ શકે? કર્મ કરીને આધ્યાત્મિક વિકાસ થાય તે સાથે અર્જુન સંમત થયો. પરંતુ, અર્જુનને એમ લાગે છે કે ' બુદ્ધિ શ્રેષ્ઠ રાખીને પણ આવું લડાઈ જેવું ભયાનક કર્મ હું શા માટે કરું ? એના સિવાય બીજું આધ્યાત્મિક સાધન નથી? 


દિલસે ગુજરાતી

Comments