- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
કર્મ અને કર્મફળ
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन કહીને ભગવાન પહેલો જ ફટકો મારે છે. "તું ફળ ની ચિંતા ન કર તારો ફફ્ત કર્મ ઉપર અધિકાર છે. તું ફળ નિશી ચર્ચા કરે છે ? ફળની વાત તારા હાથમાં છે કે ? તારો અધિકાર શું છે તે તું બરાબર સમજી લે " આ વાત ભગવાન સામાન્ય માણસને સમજાવે છે. તેમ અસામાન્ય માણસને પણ સમજાવે છે. એક જ લાકડી થી બધાને ફટકો મારવાની કલા ફક્ત શ્રી કૃષ્ણ પાસે છે. તમારો જેટલો અધિકાર હોય તેટલો ઉપદેશ તમે લઇ લો. દ્વારકાધીશ કહે છે કે " તું સામાન્ય હશે તો તારે કર્મ કર્યે જ છુટકો છે અને તું અસામાન્ય હોય તો પણ ભગવાન ના હથિયાર ( intrument ) તરીકે કામ કરવું પડશે. તેમાં તારા મત ની કઈ કીમત નથી" આપણા હાથમાં ચપ્પુ છે. તેને આશા નહિ , આકાંશા નહિ, ભાવના નહિ, કલ્પના નહિ, મત નહિ, તે ફક્ત હથિયાર છે. તે કેરી પણ સુધારે , શાક પણ સુધારે એ કારેલું પણ સુધારે. તેના મતનો પ્રશ્ન જ નથી.તેને કામ કરવું જ જોઈએ, કેમ કે તે એક હથિયાર છે. તેને પસંદગીનો પ્રશ્ન જ નથી!
" તારો કર્મ ઉપર અધિકાર છે, ફળ ઉપર નહિ, અથવા તો તું હથિયાર છે. એના કરતા તું આગળ વધ્યો હશે તો આથી પણ આગળની ઉંચી વાતો છે પણ તું જરા મોટો થા, વિચારોથી મોટો થા એટલે ખબર પડશે" એમ ભગવાન કહે છે.
જુના કાળમાં દસ વર્ષની છોકરીના લગ્ન થતા. એક ભાઈ પરણ્યો તેની ઘરવાળી દસ વર્ષની હતી. તે ઘરવાળી ને શુંગારચેષ્ઠાઓની સમજણ આપવા લાગ્યો પણ તેની ઘરવાળી ના મગજમાં કઈ ઉતર્યું નહિ. તે ઉઠીને ચાલતી થઇ. ભગવાન આપણને કહે છે કે " તારી તેટલી સમજણ ન હોય, તેટલો વિકાસ ન હોય, તો તારે કર્મ ઉપર અધિકાર છે, તું ફળ ની ચર્ચા ન કર.
ત્યાર પછી ભગવાન કહે છે
योगस्थ: क्रुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनजय ।
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते।।
ભગવાન કહે છે કે "યોગસ્થ થઈને કર્મ કર " પણ યોગ એટલે શું ? यूज= જોડાવું (to JOin )ભગવાન સાથે ચીટકી (જોડાઈ) જઈને રહેવું આ સ્થિતિ ને યોગસ્થ કહેવાય, ચીટકી જવું એટલે ભક્ત થવું- વિભક્ત નથી તે ભગવાન निन्द्रन्दो भव નીદ્રેદ થવાનું કહેછે. કર્મફળની આશા નહિ અને કર્મ જોડે આસક્તિ નહિ.
નીદ્ર્દસ્થિતિ એટલે શું ? સુખ દુખ સરખું ગણવું ? નહિ લોકો ગીતા સમજ્યા જ નહિ. આ સ્થિતિ સાથે नित्य स्त्वस्थ થવાનું પણ કહે છે. ત્યાર પછી સમત્વ્યોગ કહે છે. ગીતા નીદ્રેદ સ્થિતિ ઉપર જવાનું કહે છે. કર્મફળની આશા છોડ અને કર્મ કરવાનો ત્યાગ કર. કેટલાક લોકો કર્મફળ ની આશા રાખે અને લંપટ થાય અને કેટલાક લોકો કર્મમાં જ લંપટ થાય. તેથી ગીતા કહે છે કે કર્મફળ છોડ અને કર્મ છોડ. આ સમજવાની વાત છે. તે ધ્યાનમાં નહિ આવે તો ગીતાની સમજ નહિ પડે. ગીતા કર્મ છોડવાનું કહે છે એટલે શું કર્મ કરવાનું નહિ ? ના કર્મ છોડ એટલે હું કર્મ કરું છુ એવું અભીમાન છોડ. તેને જ નીદ્રેદસ્થિતિ કહે છે. ફળ છોડ્યું અને કર્મનું અભિમાન છોડ્યું. આવી સ્થીતી એ જ નીદ્રેદસ્થિતિ. ગીતા કર્મ છોડવાનું કહેતી નથી. ઉલટું કર્મ માટે ગીતા નો આગ્રહ છે. તેથી જ ગીતાએ કહ્યું स्वधर्मपि चावेक्ष्य न विकम्पितुमहर्षि - તેમાં કર્મનો આગ્રહ છે . કર્મ છોડ એટલે કર્મનું અભિમાન છોડ ગીતા ફળ અને અભિમાન- આ બે વાતો દ્રન્દ્ર કહે છે.
बुद्धियुत्को जहातीह उमे सुकृतदुष्कृते
त्स्माधोगाय युज्यस्व योगः कर्मसु कौशलम
આ શ્ર્લોકમાં બુદ્ધીયોગનું વર્ણન છે. અમુદ ફળ મળશે કે નહિ એવી આશા નહિ., અમુક ફળ મળવું જ જોઈએ એવો આગ્રહ નહિ , છતાં કૃતિશીલતા રહે ત્યાર પછીની આ વાતો છે.
નિત્યસ્ત્વસ્થ બન એટલે અવિકૃત બુદ્ધિ રાખ. ગીતકાર કર્મ કરતી વખતે શું કરવાનું તે કહે છે.
कर्मजं बुद्धियुक्तो ही फलं त्वक्त्वा मनीषीण:
जन्मबन्धविनिम्रुक्ता पदम गच्छन्त्य नामयम
તું બુદ્ધિયુક્ત થા એટલે સમત્વ બુદ્ધિયુક્ત થા. કીર્તિ અપકીર્તિ , જય-પરાજય . સિદ્ધિ-અસિદ્ધિ , વગેરે વાતો પોતાના કર્મના હેતુ ઉપર અસર ન કરે એવો સમત્વ બુદ્ધિનો થા.બીજું તું મનીષી થા. આ એક શ્રોલ્ક સમજવા માટે આપણને અઢાર અધ્યાય સમજવાના છે.કારણ તત્વજ્ઞાન થી ઠસોઠસ ભરેલો છે.
મનીષી એટલે મનની શક્તિ ઉપર પ્રભુત્વ ચલાવનાર. ભગવાન અહી જે કર્મની અપેક્ષા રાખે છે, જે નિશ્ચયત્મિકા બુદ્ધિ, વ્યવસાયાત્મિકા બુદ્ધિ ની આશા રાખે છે તેનો કર્તા કેવો હોય? તે युक्त आसीत मत्परः नित्यसत्वस्थ અને बुद्धियुक्तो એટલે સમત્વ બુદ્ધિવાળો હશે. તેવી જ રીતે તે મનીષી હશે, તે મનની શકરી ઉપર પ્રભુત્વ ધરાવતો હશે. તું ફળહીન થા, નીર્યોગક્ષેમવાન થા, એટલે કે જીવનની ચિંતા છોડી દે, જીવનની કામના છોડી દે. જીવનની કામના છોડવી એટલે શું મરણની કામના કરવી ? નાં, મરણ ની કામના પણ નહિ. આ વિચિત્રતા કહેવાય. જીવનની કામના નહિ અને મરણની કામના નહિ તો આ " હોવું" કેવી રીતનું હોય ? નીર્યોગક્ષેમવાન થા એમ કહે છે. એટલે કે જીવનની ચિંતા ન કર. ભક્તિશાસ્ત્ર ની દ્રષ્ટિ એ એનો અર્થ એ કે ભગવાનને જીવન સોપી દે .
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT