- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ભાવવશતા અને નિશ્ચયાત્મિકતા
શરૂઆતમાં બુદ્ધિ કિંકર્તવ્યમૂઢ થાય. પણ આવી બુદ્ધિ વખાણવા જેવી છે.જીવનમાં અસંતોષ હોવો જોઈએ. જીવનમાં અસંતુષ્ટતા અને ગરબડ હોવા જોઈએ. મિલ કહે છે, " i shall be a dissatisfied socretis than a satisfied pig - " સંતુષ્ટ ભૂંડ જેવા થવા કરતા હું અસંતુષ્ટ સોક્રેટીસ જેવો થવાનું પસંદ કરીશ. ભૂંડ સંતુષ્ટ જ હોય છે પણ તેના કરતા અસંતુષ્ટ સોક્રેટીસ સારો. મગજ માં કઈ મુજવણ હોય કઈ ગરબડ હોય , કઈ કરવું હોય , કઈ લાવવું હોય , કઈ સૂઝતું ન હોય , કોઈને પૂછવા નું મન થતું હોય. કોઈને शिष्यस्तेअहं शाधि मां त्वां प्रपन्नम કહીને પાસે જવાનું હોય, જીવનમાં કોઈ કોયડો
હોય તે સારું. જીવનમાં કિંકર્તવ્યમૂઢતા બુદ્ધિ માં આવવી જોઈએ . આપણા જીવનમાં કિંકર્તવ્યમૂઢતા આવતી નથી. એનું કારણ, આપણે જીવનમાં ઝાઝો વિચાર જ કરતા નથી આપણે ભયંકર છીએ!
એક ભાઈ કહે : ફલાણો માણસ તદન સરળ છે. તે સવાર ના ઉઠે, નાહી ધોઈને જામે, જમીને ઓફીસે જાય અને ઓફિસે થી ઘેર આવે . ઘેર આવીને રેડીઓ સાંભળે , જામે અને સુઈ જાય. કોઈની સાતે તે ભળતો નથી. કોઈની પંચાત કરતો નથી અને રાત્રે પાછો સુઈ જાય છે. તે માણસ બહુજ સારો છે.મેં કહ્યું " આ શું સારો માણસ છે? મને તો એ બહુ ભયંકર માણસ લાગે છે. " આવા માણસને તે સીધો નહિ પણ બહુ ભયંકર માણસ છે. કારણ, એની બુદ્ધિ ચાલતી જ નથી. જીવન વ્યવહારમાં તેને બુદ્ધિ ચલાવાની જરૂર પડતી નથી.
કિંકર્તવ્યમૂઢતા બુદ્ધિનું પહેલું પગથીયું છે. તે એક વિકાસ નું પગથીયું છે. કિંકર્તવ્યમૂઢતા પછી બુદ્ધિ ની ભાવવશતા આવે અને ત્યાર પછી નિશ્ચયાત્મિકા બુદ્ધિ થાય. સર્વસામાન્ય રીતે સુખ -દુખ , માન -અપમાન , લોભ,ભીતિ,ક્રોધ,વેર , મત્સર વગેરે અનંત ભાવોની અસર આપના મન ઉપર થાય છે. અને તેથી આપની કૃતિ બદલાય છે . તેને બુદ્ધિ ની ભાવવશતા કહે છે. વહુ ને ચીડ ચડે કે , " મને સાસુએ આવી રીતનું કહ્યું ? હું જોઈ લઈશ " તેમાંથી કલેશ થાય . વહુનું અપમાન થયું તેનાથી બુદ્ધિ ઉપર અસર થઇ અને વેર નિર્માણ થયું. આ નિર્મલ બુદ્ધિ નથી . તેની બુદ્ધિ ઉપર અપમાન ની અસર છે. અને તેથી તેનું મન પૂર્વગ્રહયુક્ત થયું છે. ભાવવશતા થી બુદ્ધિ નબળી થાય . તેથી નુદ્ધિ ન્રીશ્ચયા ત્મિકા થવી જોઈએ . વેદાંતની ભાષામાં કહેવાનું હોય તો જાગરુક સમજણ હોવી જોઈએ
નિશ્ચયાત્મિકા બુદ્ધિ એટલે શું ?
આજે એક નવું તત્વજ્ઞાન આવ્યું છે. તત્વજ્ઞાન તરીકે તે સારું છે. વિચારાહ છે. તેમાં સંપ્રજ્ઞતા (AWARENESS) , જાગરુક સમજણ ઉપર માનવજીવનનો વિકાસ છે એમ કહેવામાં આવે છે. સંપ્રજ્ઞતા માટે શાંત , સ્તબ્ધ (quiet) બેસીને જાગરુક સમજણ લાવો એમ કહેવામાં આવે છે. આપનું તત્વજ્ઞાન જાગરુક સમજણ ઉપર બીજી એક કલગી ચડાવે છે. અને જાગરુક સાવધાનતા (bewareness) લાવવાનું પણ કહે છે. સંપ્રજ્ઞતા માં કૃતિ નથી હોતી.
નિશ્ચયાત્મિકા બુદ્ધિ, વ્યવસાયાત્મિકા બુદ્ધિ ની સાથે bewarness કહી છે. એટલે જાગરુક સમજણ નહિ , પણ જાગરુક સાવધાનતા. હું awareness તત્વજ્ઞાન ની મશ્કરી નથી કરતો , પણ તેના કરતા ઉપરનું તત્વજ્ઞાન bewareness નું છે એટલું જ કહું છુ .
નિર્ગુણ , નિરાકારનો વિચાર કરતી વખતે તમારે જાગરુક સમજણ લાવીને , શાંત ,સ્તબ્ધ થઈને જોવી પડશે પણ તે સાથે જાગરુક સાવધાનતા (bewareness) પણ રાખવાની છે. તે જ નિશ્ચયાત્મિકા બુદ્ધિ. શરૂઆતમાં કિંકર્તવ્યમૂઢતા થઇ અને ત્યાર પછી ભાવનાવશ બુદ્ધિ ઉપર અર્જુને આખી ઈમારત ઉભી કરી છે. તેના પહેલા અધ્યાયના બત્રીશથી છેતાલીશ શ્ર્લોકો તે વિષેના જ છે.
પ્રત્યેક વ્યક્તિની બુદ્ધિ ઉપર આઘાતો થાય છે. સુખ દુખ મન- અપમાન , લોભ, ભીતિ,ક્રોધ , મત્સર ઈત્યાદી અનંત ભાવનાઓ છે. તેની બુદ્ધિ ઉપર અસર થાય છે. અને ત્યાર પછી તે બુદ્ધિ તર્કશાસ્ત્ર (logic) લડાવે. અર્જુનની ભાવનાવશ બુદ્ધિનું એ બધું તર્કશાસ્ત્ર છે.તેથી જ તેના જે નિર્ણયો છે તે પૂર્વગ્રહમુક્ત નથી. પણ પૂર્વગ્રહયુક્ત (conditioned) છે. પરંતુ બુદ્ધિ નિશ્ચયાત્મિકા કે વ્યવસાયાત્મિકા થવી જોઈએ .
વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે શું ? આ મોટો પ્રશ્ન છે .
અમુક ફળ મળશે આ આશા અને અમુકેક ફળ મળવું જ જોઈએ આ આગ્રહ. પ્રતિક માણસ આગ્રહી હોય છે એવું નથી , પણ તે આશાવાદી તો હોય જ છે. ભગવાન પોતે પણ આશાવાદી છે, તેથી આપણને પણ આશાવાદી થવામાં કઈ ડર નથી. ભગવાન આશાવાદી છે તેથી તો અર્જુનને ભણાવવા લાગ્યા. નહિ તો અર્જુનને ત્યાં જ છોડીને દુર ખસી જાત
ભગવાનની મંજુષામાંથી જેમ બીજા ઘણા દુખ સુખો નીકળ્યા તેમ તેમાંથી આશા પણ નીકળી . તેના ઉપર જ લોકો જીવે છે. તેથી આશા કઈ ફેકી દેવા જેવી વાત નથી. આશા દેવદત્ત (god-sent)છે. તે તમારી દાસી છે. તેની પાસેથી કામ કરાવી લો પણ તેના તાબામાં ન જાઓ . આ સમજણ રાજવિધા છે. જીવ રાજા છે. જીવનમાં રાજા બનવાની આ વિધા છે .
આશા અને આગ્રહથી મુક્ત બુદ્ધિ
અમુક કર્મ કર્યા પછી અમુક ફળ મળશે એવી આશા હોય. તેની પાછ્ળ આગ્રહ ન હોય. ફળ મળે તો ભલે અને ન મળે તો તકરાર નહિ. બુદ્ધિમાંથી આશા અને આગ્રહ બંને જવા જોઈએ અને બુદ્ધિ કાર્યપ્રણવ રહેવી જોઈએ. તેને જ વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહેવાય. આશા અને આગ્રહ બુદ્ધિમાંથી છુટ્યા પછી બુદ્ધિ મૃતવ્રત થઇ જાય અને કાર્યપ્રણવ ન રહે. આવો સામાન્યને ડર છે પણ આવી બુદ્ધિને ભગવાન બુદ્ધિયોગ તરીકે સમજાવે છે.
હવે ઇહ- પરલોક ની ફલાશા રહી નહિ. તારે ઈશ્વારાપર્ણ બુદ્ધિ થી કર્તવ્યબુદ્ધિ થી કર્મ કરવાના રહે છે. આવી રીતે કર્મો કરવાના હોય તો વ્યવસાયાત્મિકા બુદ્ધિ, નીશ્ચયાત્મિકા બુદ્ધિ અને બુદ્ધિયોગ આવશ્યક છે. તેની અંદર ફળ મળશે એવી આશા ન હોય, ફળ મળવું જોઈએ એવો આગ્રહ ન હોય, તે છતા કાર્યરતતા હોય. "આશા અને આગ્રહ ચાલ્યા ગયા પછી પણ કાર્યરતતા રહેવી જોઈએ "એવું હું બોલું તો છુ પણ મારું તે બોલવું કેટલું અદ્ધર છે તે થોડો વિચાર કરવાવાળા ના ધ્યાનમાં આવશે. જો આશા અને આગ્રહ ન હોય તો કૃતિ જ શા માટે ? આ મોટો પ્રશ્ન છે. તે સ્થિતિમાં કૃતિ ઈશ્વારાપર્ણ બુદ્ધિ થી જ શક્ય થાય છે અને એટલા માટે જ આખી ગીતા છે.
નીશ્ચયાત્મિકા બુદ્ધિ અને વ્યવસાયાત્મિકા બુદ્ધિની ઉચ્ચ સ્થિતિ સમજાવવા માટે ભગવાને નીચેના શ્રોલ્ક માં બધું સમજાવ્યું છે .
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥
ગીતા અધ્યાય ૨ ગુજરાતી અર્જુન તું निस्त्रेगुण्य બન. તારો કુદકો સાત્વિકતાથી ઉપર જવાનો છે. સાત્વિકતા સુધી જા , એક નીતિશાસ્ત્ર સમજાવે છે , પણ ગીતા કેવળ નીતિશાસ્ત્ર નથી. કર્મ અને કર્મફળ |
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT