ગીતાનું ધ્યેયદર્શન

ગીતાનું ધ્યેયદર્શન 

       ભગવાને આવી રીતે કહ્યા પછી નેસર્ગિક પ્રશ્ન ઉભો થાય કે આવો માણસ કેવી રીતે ચાલતો હોય, કેવી રીતે રહેતો હોય  વગેરે. અર્જુન નો આ પ્રશ્ન છે અને તેનો જવાબ ભગવાન આપે છે. ત્યાંથી ભગવાનનું એક આગવું દર્શન શરુ થાય છે. ગીતાનું આ ધ્યેયધર્શન છે. માનવી જીવનની ઉન્નતી માટે પ્રયત્નશીલ રહેવાવાળાને ગીતા કઈ ધ્યેય આપે છે. તેથી આ ધ્યેયદર્શન છે. 


        આ ધ્યેયદર્શન ને અશક્ય માનવાવાળો એક વર્ગ તત્વવેત્તોમાં છે. આ તત્વવેત્તાઓ પણ ચિંતકો છે. તેમની આગેવાની કાન્ત જેવા ચિંતકે લીધી છે. તેમના મત પ્રમાણે સ્થિતિપ્રજ્ઞની સ્થિતિ માનવીના કલ્પના જગતમાં જ હોઈ શકે. ગીર્કો એ ચીતરેલો મહામાનવ (superman )  પ્રત્યક્ષમાં દેખાશે નહિ એવું કાન્ટ થી માંડી બધાને લાગે છે. તેમનું કહેવું છે કે એ તો તત્વજ્ઞાનનો ઉચ્ચતમ કુદકો છે. પરંતુ, ગીતા એવું માનતી નથી. ગીતામાં તો અર્જુન સ્પષ્ટ પ્રશ્ન કરે છે. 
      
           स्थितप्रज्ञ का भाषा समाधिस्थस्य केशव 

           स्थितधी: किं प्रभाषेत किमासीत व्रजेत किम 
સ્થિતપ્રજ્ઞ


      
                 તેથી ગીતકાર ને આ માન્ય છે કે આવા સ્થિતપ્રજ્ઞ પુરુષનું પ્રત્યક્ષ દર્શન શક્ય છે. ગ્રીકો ની મહામાનવની કલ્પના પર પાશ્ચાત્ય અભ્યાસુઓએ બહુ મોટા પ્રહાર કર્યા છે. ગ્રીકોનો મહામાનવ અને ગીતાનો સ્થિતપ્રજ્ઞ બંને પ્રત્યક્ષ માં હોઈ શકે એવો ગીતકારનો આગ્રહ છે. તેમાં સંશય રાખવાનું કારણ નથી.અર્જુનનો પ્રશ્ન "સ્થિતપ્રજ્ઞની શી કલ્પના છે " એ નથી , પ્રત્યક્ષ દેખાતો સ્થિતપ્રજ્ઞ કેવો હોય છે અને કેવી રીતે રહે છે, તે છે અર્જુને બરાબર સમજીને પ્રશ્ન પૂછ્યો છે. સ્થિતપ્રજ્ઞ કેમ રહે છે એ જાણવાની અર્જુનને ઈચ્છા છે, એતે સ્થીત્પ્રગ્નનું અસ્તિત્વ છે. એ સ્વીકારીને જ શ્રીકૃષ્ણ ને જવાબ આપવાનું કહે છે.



ત્રણ પ્રકારના ધ્યેયવાદ  

      શ્રીકૃષ્ણ એ જે ધ્યેયદર્શન કર્યું છે તેમાં પણ એક વાત સમજવાની છે. ધ્યેય એટલે શું? અપ્રાપ્ત પણ પ્રાપ્તવ્ય અવસ્થાને ધ્યેય કહે છે. જે અવસ્થા આજે અપ્રાપ્ત છે પણ જે પ્રાપ્તવ્ય ( પ્રાપ્ત કરવી શક્ય અને પ્રાપ્ત કરવા યોગ્ય ) છે તેને ધ્યેય કહે છે. આ ધ્યેય વિશેની વિચારના ત્રણ પ્રકારની છે. (૧) શુદ્ધ ધ્યેયવાદ (pure idealism) (2) વ્યવહાર્ય ધ્યેયવાદ ( practical idealisam)  અને (૩) પ્રગમનશીલ ધ્યેયવાદ (progressive idealism ) જે મર્યાદિત વેયક્ત્તિક જીવનમાં મેળવી શકાય તેવું હોય તેને ધ્યેય શાનું કહેવાય ? આ એક મોટો દૈવી વિચાર છે. વિચારખંડન ની દ્રષ્ટીથી હું આ નથી કહેતો. ફક્ત ગીતા કઈ દિશામાં જાય છે તે સમજાવવા પુરતો જ તેને હું સ્પર્શ કરવાનો છુ.જે મર્યાદિત અને વૈયક્તિક જીવનમાં મેળવી શકાય તેને વધારેમાં વધારે તો મહત્વકાંક્ષા કહી શકાય, તે ધ્યેય ણ હોઈ શકે તો ધ્યેય કયું ?
  
             જે મર્યાદિત અને વૈયક્તિક જીવનની મર્યાદા ઓળગીને આગળ જવા ફરજ પાડવાવાડી આતુરતા માનવી મનમાં ઉભી કરેતેને ધ્યેય કહેવાય. તેને જ શુદ્ધ ધ્યેયવાદ (pure idealisam ) કહે છે. અસાધ્ય ( unattainable)  જન્નાતું ધ્યેય કષ્ઠસાધ્ય હોય તો ચાલે, પણ કષ્ઠ  પછી તે સાધ્ય તો થવું જોઈએ તો જ તેને ધ્યેય કહેવાય. એવું માનનારો ધ્યેયવાદી ઓ નો એક વર્ગ છે. તેમને વ્યવહાર્ય ધ્યેયવાદ ( practical idealism)  ઉભો કર્યો છે. ત્રીજો એક વાળ એમ કહે છે કે ધ્યેય અસાધ્ય કોટિનું અને કષ્ઠસાધ્ય રાખવું અને સિદ્ધ થવાની તૈયારી થઇ કે તેને ઉતારોઉંત્તર ઉચ્ચ કરતા જવું, આ વિચારને પ્રગમનશીલ ધ્યેયવાદ (progressive idealism ) કહે છે. 

       ગીતા વાંચતી વખતે ગીતાનો ધ્યેયવાદ પ્રગમનશીલ લાગે છે. એટલે શુદ્ધ ધ્યેયવાદ ની અસાધ્યતા ગીતાને માન્ય નથી અને વ્યવહાર્ય ધ્યેયવાદની અલ્પસંતુષ્ઠતા પણ ગીતાને માન્ય નથી. ગીતા પ્રગમનશીલ ધ્યેયવાદ ને  માન્ય કરે છે. એક વખત આ માન્ય કર્યું એટલે પહેલી વાત એ માન્ય થાય કે ગીતાનો આદર્શ પુરુષ અસ્તિત્વમાં હોય છે. તે કલ્પના નું ચિત્ર નથી. ધ્યેયવાદને કસી જોવાના નીકષ (કસોટી) હોય. એ નીકષોમાં એક તત્વદ્રષ્ટી (ideality), બીજી નીતિદ્રષ્ટી (rationality) , ત્રીજી વ્યવહારદ્રષ્ટી (reality) અને ચોથી વ્યક્તિદ્રષ્ટી (personality) હોય છે. 

    ગીતાનો પ્રગમનશીલ ધ્યેયવાદ 


 ગીતા તત્વદ્રષ્ટી થી અધ્યાત્મિક (idealistic) , આધિદૈવિક અને આધીભોતિક (realstic) જીવન માને છે. તત્વદ્રષ્ટી થી આધ્યાતિકતા ન નીકષ ઉપર ધ્યેયવાદ બંધ બેસતો બને છે. બીજું નીતિ દ્રષ્ટિથી કર્મફળનો દર ન  રાખતા, તે સારું હોય કે ખરાબ તેનો વિચાર ન કરતા , सर्वभूतात्मभूतात्मा    થઈને કામ લાગે એવી નીડરતા ગીતામાં છે. તેથી આ નીતિ દ્રષ્ટી છે તે ગીતાને માન્ય છે. ત્રીજી વ્યવહાર્યદ્રષ્ટી છે.જડ જગત નું અસ્તિત્વ ગીતાએ માન્ય કર્યું છે. જડ જગતનું અસ્તિત્વ કયા રૂપે માનવું એ સ્વતંત્ર વાત છે. પણ તેનું અસ્તિત્વ ગીતા અમાન્ય કરતી નથી. શંકરાચાર્ય ની ભાષામાં કહેવાનું હોય તો તેને વ્યવહારિક સત્તા કહી શકાય. ચોથી વાત, ગીતા વ્યક્તિને નિર્ગુણ અધ્યાત્મતત્વ નો એક પર્યાય માને છે. અથવા તો સમષ્ટિ નો અખંડાશ ,માને છે. એટલે જેને વ્યક્તિ દ્રષ્ટી કહેવાય - આ ચાર વાતોથી ચકાસી જોશો તો આ ધ્યેયદ્રષ્ટી પ્રગમનશીલ ધ્યેયવાદ તરફ જતી લાગશે.

   
           આવીજ રીતે ગીતા પ્રગમનશીલ ધ્યેય્વાદમાં માનતી હોવાથી ગીતાકારે સાધન વિચાર માન્ય કર્યો છે. નહિ તો સાધના ને અર્થ જ નથી. કોઈની કૃપાથી તું ધ્યેય સુધી પહોચી જશે એમ ગીતકાર કહેતા નથી. ગીતકાર તો કહે છે . बहूनां जन्मनामन्ते ज्ञानवानमां प्रपधते  તેથી આ બાબતમાં ગીતકાર બહુ જ સ્પષ્ટ છે. જ્યાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન પણ આપણને મોક્ષનું પોટલું આપતા નથી ત્યાં બીજો કોણ આપણને મોક્ષનું પોટલું આપવાનો છે? કોઈ આપવા લાગે તો તે ખોટો છે, મુર્ખ છે અથવા ઢોંગી છે. 

    તુકારામ બુવા મિજાજથી કહે છે ,  ભગવાન પાસે પણ મોક્ષનું પોટલું નથી કે જે તમને ખુશ થઈને આપી દે. તેથી ગીતા એ સાધન વિચાર માન્ય કર્યો છે. ગીતાનો એક આદર્શવાદ છે, ધ્યેય્વાદ છે. જન્માંતર પછી ફલિત થનારો અને સાધનાથી મળનારો એક ધ્યેયવાદ છે, માણસની આ એક પૂર્ણતા absolution અથવા  perfection  ની સ્થિતિ છે એમ ગીતા માન્ય કરે છે. તેથી જ આખું દર્શન કરાવવાની ગીતાકારને જરૂર પડી. ગીતામાં સ્થિતપ્રજ્ઞ દર્શનના અઢાર શ્ર્લોકો સમજાવ્યા છે તેનું કારણ જ એ છે. 

 બહારથી દેહ્દ્વારા વ્યવહાર થતો હોવા છતાં અંદરથી અલિપ્ત એવું જીવન સંશયાસ્પદ છે. રાજકીય માણસોનું જીવન એવું હોય , જે લુચ્ચા હોય દાંભીક હોય, જેમને દુનિયાને બનાવવી હોય, જેને ખોટો પ્રેમ દેખાડવો હોય તે લોકો બ્રાહ્ય દ્રષ્ટી એ પ્રેમ દેખાડે અને અંદરથી અલિપ્ત રહે " બ્રાહ્ય દ્રષ્ટીએ વિશ્વ ઉપર આત્યંતિક પ્રેમ કરીને  માનસિક અલિપ્તતા કેમ લાવવી? " એ જીવનની એક મોટામાં મોટી કળા છે. આમાં કોઈ ઢોંગ કરે તો ન ચાલે.  આમાં દંભ નથી. ગીતકારને આખું સ્થિતપ્રજ્ઞ સમજવાની જરૂર પડી તેનું કારણ જ એ છે કે આખી દુનિયા ઉપર આત્યંતિક પ્રેમ કરીને માંથી અલિપ્ત રહેવું એ ફક્ત મોટો માંણસ જ કરી શકે. દાંભીક હોય તે એવું બહારથી દેખાડો કરી શકે . પણ દાંભીક ન રહેતા એમ કેમ રહેવું એ પ્રશ્ન છે. ગીતાનો સ્થિતપ્રજ્ઞ આગવો છે . તે ઉપનિષદમાન્ય છે. તે એક પૂર્ણતાની સ્થિતિ છે. ગીતકાર તે સ્થિતિ નું વર્ણન કરે છે. 

    एषा ब्राह्मी स्थिति: पार्थ नैनां प्राप्य विमुह्रती 

   આવી આ સ્થિતિ છે. એટલે એ સત્ય છે. આ ધ્યેય જન્માન્તારનું છે અને તે સાધનાથી મેળવાનું છે. આટલી વાતો જો દ્રઢ રીતે નક્કી થાય તો અધ્યાત્મમાં રહેલો મોટા ભાગનો કચરો દુર થઇ જાય. કોઈ કહે કે : બેટા તેરા ભલા હો જાયેગા " તો તેના કહેવાથી મારું ભલું થવાનું  નથી. આ વાત દ્રઢ થાય તો માણસ પોતાનું જીવન ઉચ્ચ કરશે પોતાની કર્તુત્વ શક્તિ ને ખીલવશે.

સ્થિતપ્રજ્ઞ કર્મયોગી છે 



Comments