- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
નિષ્કામ કર્મમાં કર્મપ્રેરણાનો ઉભો થતો પ્રશ્ન
નિર્લોભ અને નિરભિમાની વૃતિ થી સ્વકર્તવ્ય નો ઉપદેશ ગીતામાં છે. વિષયચિંતન થી આપણે વિનાશી બનીએ. તેથી વિષય ચિંતન ન કરવું સારું. ફલ ચિંતન અને વિષય ચિંતન ન કરવું તે બરાબર છે. પણ વિષય ચિંતન અને ફલ ચિંતન ખલાસ થયા પછી કર્મ શા માટે કરવાનું ? ફળ નહિ તો કર્મ કેવું? અહી પ્રેરણા નો પ્રશ્ન આવી ને ઉભો રહ્યો.
આજે સમાજવાદી વિચારધારા અનુશાર "શક્તિ મુજબ કામ અને ગરજ મુજબ દામ " આ વિચાર અવ્યવહારુ લાગ્યો તેથી " જેટલું કામ તેટલું દામ wages according to work " એવો અર્થશાસ્ત્ર નો વિચાર આવ્યો છે. પણ તેમાં કર્મપ્રેરણા નો પ્રશ્ન તો આવીને ઉભો જ રહ્યો છે.
આખા જીલ્લા નો કલેકટર ખુબ મોટો હોય , તેને પોતાની બુદ્ધિ વાપરીને આખા જિલ્લાને સંભાળવો જોઈએ. એના કુટુંબ માં એની એક પત્ની અને એક છોકરી છે. એટલે તેને એકસો રૂપિયા નો પગાર આપો , અને એનો પટાવાળો જેને સાત છોકરા છે.અને જે પોતાની શક્તિ વાપરીને કામ કરે છે તેને સાતસો રૂપિયા નો પગાર આપો. કારણ , " શક્તિ મુજબ કામ અને ગરજ મુજબ દામ " આ નિયમ તેને સ્વીકાર્યો છે. પરંતુ, આ વિચાર પ્રમાણે નો તેમનો સમાજવાદ તેમનો ટક્યો નહિ. આ જતો ગોટાળો છે. જ્યાં સુધી તમે ગીતા હાથમાં નહિ લો ત્યાં સુધી આ ગોટાળા નો જવાબ જ મળવાનો નથી.
ત્યાર પછી બીજો નીતિ નિયમ આવ્યો . એક લંઠભારતી માણસ સુથારી નું કામ કરવા લાગ્યો . તેને આખા દિવસમાં દસ રૂપિયા નું કામ કર્યું પણ તેને ગરજ મુજબ દામ આપવું જોઈએ . એની જરૂરીયાત કેટલી? એને જાડો રોટલો અને લસણ ની ચટણી આપવી જોઈએ . કારણ તે શારીરિક મહેનત કરવા વાળો હોવાથી તેને પાતળી રોટલી ન ચાલે તે સાર્વજનિક રસોડે જમવા બેઠો એટલે તેને જાડો રોટલો અને લસણની ચટણી આપવામાં આવ્યા બરાબર એની સામે બીજો માણસ આવ્યો તે શરીરે દુબળો હતો તેને આખા દિવસમાં ફક્ત બે રૂપિયા નું કામ કર્યું હતું , પણ જરૂરીયાત મુજબ દામ આપવાનું હોવાથી તેને જાડો રોટલો પચે નહિ . તેને દાત નથી , તેથી તે ચાવી શકતો નથી તેથી તેને દૂધ કેળા અને સુંવાળી રોટલી પીરસવામાં આવી . પહેલો માણસ વિચાર કરે કે " મેં દસ રૂપિયા નું કામ કર્યું અને મને ચાર આનાનું જ ખાવાનું મળે છે. તો હું ચાર આના નું જ કામ શા માટે ન કરું ? "આ કર્મ ની પ્રેરણા નો પ્રશ્ન છે . આજે સમાજવાદ માં આના પ્રયોગો ચાલે છે. પણ તે લોકો આ કોયડો ઉકેલી શક્ય નથી.
ફલાશા છોડી દેવી ? મારે ફળ જોઈતું નથી. ઇહ પરલોક ની ફલાશા છોડી દીધી , કેમ કે વિષય વિનાશી છે. ફળચિંતન પણ છોડી દીધું . તો પછી કર્મ ની બેઠક શી? કર્તવ્યબુદ્ધિ થી કર્મ ઈશ્વરાપર્ણ બુદ્ધિ થી કર્મ - આ બે વાતો કર્મની બેઠકમાં હોવી જોઈએ एषा....सांख्ये ....માં સાંખ્યબુદ્ધિ અને યોગબુદ્ધિ સમજાવી . ભગવાને અર્જુનને કહ્યું કે " તું વ્યવસાયાત્મિકા બુદ્ધિ અથવા બુદ્ધિયોગ ઉભો કર " આગળના શ્રોલ્ક માં ભગવાને આ જ સમજાવ્યું છે.
બુદ્ધિની કિંકર્તવ્યમૂઢ સ્થિતિ
શરૂઆતમાં માણસની બુદ્ધિ કિંકર્તવ્યમૂઢ હોય. શું કરવું તેની એને ખબર જણથી પડતી. અર્જુન પણ કિંકર્તવ્યમૂઢ થયો. લડું કે ન લડું ? અર્જુનની સામે બે ધર્મો ઉભા રહ્યા. આવી રીતે આપની બધાની કિંકર્તવ્યમૂઢ બુદ્ધિ થાય છે. હેમ્લેટ અને કેરોયલિનસ બંનેની આવી સ્થિતિ હતી. શેક્સપિયરના હેમ્લેટ અને કેરોયલિનસ આવી સ્થિતિમાં આવીને ગાંડા થયા, પણ અર્જુન ગાંડો ન થયો , કારણ, તેની પાસે केवर्तक: केशव: હતા. અરે! કૃષ્ણ ને બાદ કરીને આદ્યાત્મિક ઉન્નતિ જવા દો.પણ ભોતિક ઉન્નતિ પણ શક્ય નથી. હિમત હોય તો કોઈ કરી દેખાડે . તે માટે પેટી ગુમાવવા તૈયારી હોય તો પાપ
ઉપાડો અને બે જન્મારા ગુમાવો . કૃષ્ણ ને બાદ કરીને ભોતિક સુખ પણ મળશે નહિ . કૃષ્ણ એટલે કૃષ્ણ ને ઉપાડેલી વિચારધારા , કૃષ્ણનું તત્વજ્ઞાન
બે ધર્મ ની લડાઈ આવે ત્યારે કિંકર્તવ્યમૂઢતા આવે. અર્જુનના મનમાં આવી કિંકર્તવ્યમૂઢતા આવી હતી. તમે કેવળ નીતિ સમજ્યા હશે તો નહિ ચાલે. આવતીકાલે તમે છોકરાઓ ને નીતિ સમજાવશો , ભણાવશો અને ગોખાવશો . પણ કેવળ નીતિ સમજવાથી જીવનના કોયડા ઉકલતા નથી. કારણ, બે નીતિ વચ્ચે લડાઈ આવે ત્યારે શું કરવું ? હું અનીતિમાન નહિ થાઉં, નીતિમાન રહીશ . પણ બે નીતિ વચ્ચે લડાઈ આવે ત્યારે શું કરવું ? અર્જુનની પણ તે જ સ્થિતિ હતી. એક તરફ આદર બુદ્ધિ , કૃતજ્ઞ બુદ્ધિ અને બીજી તરફ ક્ષત્રીય ધર્મ આ બંને ધર્મો જ છે. ઘેરઘેર સંસારી જુવાન છોકરાઓની આવી જ સ્થિતિ થાય છે . પત્ની અમુક રીતે ચાલવાનું કહેતી હોય અને બા બરાબર તેનાથી ઉલટું કહેતી હોય , આમાં જુવાન છોકરાઓની સેન્ડવીચ જેવી સ્થિતિ થાય . કારણ, એને પત્ની નું માનવું જોઈએ કેમ કે એ તેનો પતિ ધર્મ છે धर्मे च अर्थे च कामे च नाती चरामि नाती चरामि नाती चरमी કહીને તેને પ્રતિજ્ઞા લીધી છે. જ રીતે તેને
તેને બાનું પણ માનવું જોઈએ . કારણ, તે એનો પુત્રધર્મ છે. આમ પતિધર્મ અને પુત્રધર્મ વચ્ચે લડાઈ થાય. તેમાં તે કયો ધર્મ પાળે? એક અર્જુન જ મોહિત થયો હતો એમ નહિ , આજે ઘેરઘેર કરોડોની સંખ્યામાં જુવાનોની અર્જુન જેવી સ્થિતિ થાય છે
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT