- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
શ્રીકૃષ્ણ ને આ બધું તત્વજ્ઞાન સમજાવીને એક વિશિષ્ટ વૃતિ તૈયાર કરી છે તેના માટે દેહ અને દેહીનો સ્વતંત્ર સંબંધ સમજાવ્યો છે .
આત્મ સર્વગત છે . તે અણુ અને પરમાણુમાં ભરેલો છે. તે પ્રત્યેક ના અંતઃકરણ માં ભરેલો છે અનંત દેહો દેખાય છે , પણ આત્મા એક જ છે તે તું સમજી લે ..આમ કહીને શ્રી કૃષ્ણે આખા વિશ્વ ની એક સુત્રતા સમજાવી છે . ' અર્જુન! તું આ એકસુત્રતા ની ભૂમિકા ઉપર ઉભો રહીને વિચાર કર તો તેથી તને જગત માટે આત્મીયતા નિર્માણ થશે ' ત્યાર પછી સુંદરતા અને પુજ્યતા નિર્માણ થાય છે તે આગળ ની વાત છે , આ ભક્તીસાસ્ત્ર ની વાત છે પરંતુ આમ પણ આત્મા અવધ્ય છે અને શરીર પ્રત્યેક ક્ષણે બદલતું રહે છે .
આમ કહીને એની એક કાયમી સુત્રબદ્ધતા ભગવાને સમજાવી છે . આત્માની અવક્તતા પર ભાર મુક્યો છે આત્મા અંદર છે . ડોકટરો હૃદય ના ફોટા પણ પાડે છે . તેમાં હૃદય ની અંદર કોઈ ઠેકાણે આત્મા દેખાય છે ખરો ?? નથી દેખાતો ..કારણ આત્મા અવક્ત છે . વ્યક્ત હોય તો ફોટા આવે ,,અવ્યક્ત નો ફોટો ક્યાંથી આવે .
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम
तथापि त्वं महाबाहो नैवं शोचितुमहसि
શારીરિક (ભોતિક) માનસિક અને અધ્યાત્મિક - આત્રણ પગથીયા જાણશો એટલે બધા શ્લોકો ધ્યાનમાં આવશે
देही नित्यमव्ध्योयं देहे सर्वस्य भारत
तस्मात्सबार्णि भूतानि न त्वं शोचितुमहसि
હું કોણ એની ખબર પડે એટલે મારે કેવા હોવું જોઈએ કેવા રહેવું જોઈએ એ પ્રશ્ન આવે
શાસ્ત્રોમાં પણ અસ્તિપ્રધાન શાસ્ત્ર અને અસ્તુપ્રધાન શાસ્ત્ર એવા બે પ્રકાર છે ..બીજા પ્રકાર માં કલા , નીતિશાસ્ત્ર , રાજ્યશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર વગેરે આવે છે .અસ્તિપ્રધાન શાસ્ત્ર હોય ત્યાં અસ્તુપ્રધાન શાસ્ત્ર આવે . તેથી ગીતા આખો બીજો વિભાગ શરુ કરે છે
કર્તવ્ય પાલન એટલે વિશ્વની રમતના નિયમોનું પાલન
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमहसि
...
આ એક તાત્વિક વિચાર છે એક બદલનારી શક્તિ અને બીજી ન બદલનારી શક્તિ દેખાય છે એક અવ્યક્ત , અચિંત્ય અને અવિકારી રૂપ એટલે ન બદલનારી શક્તિ છે .અને બીજી મૂળ પ્રકૃતિ છે જે અવક્ત ચિંત્ય અને વિકારી છે.તે બદલનાર શક્તિ છે. આપણે આનો વિચાર આગળ કર્યો છે ન બદલનારી શક્તિ સ્થિર છે પણ તે બદલનારી શક્તિ છે તે રમત છે આ જીવન વિષયક કોયડો છે તેને ટૂંકમાં ભગવાને સૂત્રબદ્ધ કર્યો છે સ્થિર થવું એટલે સ્થિત-પ્રગ્ન્તા તે ભ્રમી સ્થિતિ નું વર્ણન છેલ્લે આવે છે પણ જે બદાલ્નારી શક્તિ છે તે રમત રમે છે . આ રમત આવી એટલે કર્તવ્ય પાલન આવી ગયું . જેને આ રમત ઉભી કરી છે તેનાં માટે રમવાનું અને તેમાં આવી ગયું .ધારોકે તમારે રમવું નથી તે છતા તમને જેને રમવા બોલાવ્યા છે તેના માટે તમારે રમવાનું છે તમે પોતાને માટે રમો અથવા તો બોલાવનાર ને માટે રમો તેના કરતા આગળ ની એક સ્થિતિ છે તે જ (ભગવાન) તમારા દ્વારા રમે છે એમ સમજી ને રમો તો ?
વિચારોનું સામાજીકીકરણ
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमहसि
તું અહીંથી ભાગી અથવા ખસી શકતો નથી . દયા કરુણા કુલધર્મ જાતીધર્મ વગેરે તને કોઈ શાસ્ત્રે જ કહ્યા હશે ને ? તે જ શાસ્ત્ર તને લડવાનું કહે છે વિચારો સ્થિર થાય એટલા માટે તેમનું સમાજીકી કરણ થયું છે. અનંત જન્મારાની તપચર્યા પછી તે વિચારોનું સામાજીકીકરણ થયું છે. દા ત આપણે કહીએ માણસે માણસને ન મારવો જોઈએ . એક માણસે બીજા માણસ ને તકલીફ ન આપવી જોઈએ આ વિચારો હવે ચર્ચા ના વિષયો રહ્યા નથી . એક કાળે તે કદાચ ચર્ચાના વિષયો હશે . પણ અનંતકાળ સુધી બુદ્ધિવાદી સમજુ અને સંત પુરુષો એ કરેલી તપચર્યા ને પરિણામે આ વિચારો બધાના લોહીમાં એટલા ઉતરી ગયા છે કે દૃષ્ટ માં દૃષ્ટ , હરામખોર માં હરામખોર માણસ હોય તો પણ તે એ સિદ્ધાંત ને માન્ય કરશે કે બીજાને મારવું ન જોઈએ તકલીફ ન આપવી જોઈએ .આ સદગુણો નું સમાજીકીકરણ કરવા માટે હમેશા બહુ સમય લાગે છે પેઢીની પેઢી પછી સમાજમાં એક ગુણ સ્થિર થાય માણસે જીવવું જ જોઈએ આ વિચારને આજે કોઈ પડકાર કરતુ નથી માણસને જીવવા મળવું જોઈએ . બીજો માણસ ઉભો રહેવો જોઈએ એ વિષે કોઈ મતભેદ નથી . માણસ ગમે તેટલો અહંકારી સ્વાર્થી હશે તો પણ તેને આ વાત માન્ય છે કે બીજા માણસ ને જીવવાનો અધિકાર છે
આવી રીતે પરંપરા થી શાસ્ત્ર થી તારા મગજમાં કરુણા દયા કુલધર્મ ,જાતીધર્મ વગેરે ઉતર્યા છે અને તેની જ વાતો તું કરે છે તેની પાછળ કોઈ એક વિશિષ્ઠ ધારણા છે અને તે જ શાસ્ત્ર છે એ કઈ તારી બુદ્ધિ માંથી નીકળેલી વાતો નથી તેમ તારા અનુભવમાં થી આવેલી વાતો પણ નથી તે વાતો જે શાસ્ત્રે કહી છે તે જ શાસ્ત્ર તને લડવાનું કહે છે
અહીશા પાળો , કોઈને મારો નહિ કોઈનું લોહી ન પીઓ ચોરી ન કરો , આ જે તત્વો છે તે આપળી બુદ્ધિ થી કે વિવેકથી નીકળેલા તત્વો નથી .તે એક પરંપરા છે માનવી નાં વિકાસની પરંપરા માંથી આ તત્વો મળ્યા છે . જે શબ્દમાં આવ્યું તે મુજબ જે શાશન કરી શકે તેને જ શાસ્ત્ર કહેવાય ભગવાન અર્જુન ને કહે છે કે જે શાસ્ત્ર તને અહીસા કરુણા રાખવાનું કહે છે તે જ શાસ્ત્ર તને લડવાનું કહે છે તારે શાસ્ત્ર પ્રમાન્ય માનવું જ જોઈએ તને તે ગમે કે ન ગમે એ પ્રશ્ન ઉભો થતો જ નથી ,લોકો શું કહે છે તેનો વિચાર કરવાનું કારણ શું? ગીતકારનો સ્વધર્મ માટે આગ્રહ છે
લોકો શું કહેશે એની ફિકર ન કરતા તું શાસ્ત્ર શું કહે છે તે સમજી લે લોકો બીજું શું કહેવાના છે ?લોકો તો બંને બાજુ બોલે બાપ ને દીકરો તત્થું લઈને જાય છે અને લોકોના બોલવા ઉપર ધ્યાન આપવા જાય છે તો તેમની શી દશા થાય છે તે વાત તો જાણીતી જ છે તેથી લોકો શું કહે છે તેને બહુ કીમત આપવાનું કારણ નહિ . લોકોના તાલે નાચવું એ કઈ ડાહપણ ની વાત નથી
ભગવાન અર્જુન ને કહે છે ' શાસ્ત્ર શું કહે છે તે જો અને સ્વધર્મ માંથી પાછો ન હઠ
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT