- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
અર્જુને શા માટે લડવું જોઈએ ?
कौन्तेय युद्धाय कुतनिचयः
તું કુર્તનિશ્ચયી થઈને લડવા માટે ઉઠ ! એમ કહે છે . આ વાંચીને એવો પ્રશ્ન થાય કે યુદ્ધ ની નિષ્ઠુરતા , ક્રુરતા ,કઠોરતા વગેરે શું શ્રી કૃષ્ણ ભગવાનને માન્ય છે ? ભગવાન જેવા લોકોતર તત્વને આ વાતો માન્ય થઇ ? હુબ્રું અને લ્યુંટાનિક નોર્વેજીય્નોના વાડ્મય માં આવતી વાતો સાથે આ મતનું સામ્ય લાગે છે .નિત્શે ના મત મુજબ નિષ્ઠુરતા ,યુદ્ધ ,ક્રુરતા , રક્તપીપાસા ,સત્તાભીલાષા આ માનવ ના ઉન્નતી ના લક્ષણો છે . શું KRISHNપણ યુયુત્સુ , રક્તપિપાસુ છે ? પણ શ્રી કૃષ્ણ તેવા નથી એકાદ પ્રવચન સાંભળીને કોઈ વિષે અભિપ્રાય આપવાવાળા લોકો મુર્ખ ઘણાય
આ શ્રુર્ષ્ટિ રમત છે એવું નક્કી કરીને ભગવાને મરણનો પ્રશ્ન જ કાઢી નાખ્યો છે , ન બદલનારી અવિકારી શક્તિ આ સૃષ્ટી નું શાસન કરે છે , તેની જ આ રમત છે અને તે જ આ સૃષ્ટી માં બધા જીવો ઉભા કરે છે . એક પ્રકાર છે તત્વચિંતક સંતોનો , તે વર્ગ અમાપ પ્રેમ અને અપ્રિતમ પરોપકાર વાળો હોય . બીજો વર્ગ છે . તત્વજ્ઞ વીરોનો . તે વિશાળ અંતઃકરણનો ઓજસ્વીતા થી ભરેલા મનનો અને તેજસ્વીતાથી ભરેલી બુદ્ધિ નો હોય .તેને આપણે અંશાવતાર કહીએ .તેને સામાન્યોનું સરક્ષણ અને સંગોપન કરવા માટે તૈયાર કરવામાં આવ્યો હોય ,સુધારવા , બદલવા માટે તત્વજ્ઞ વીરને તૈયાર કરવામાં આવ્યો હોય .
ભગવાને અર્જુનને કહ્યું કે " અર્જુન , આ જગતમાં તારો શો પાઠ છે તે તું જાણી લે . તું તત્વજ્ઞ વીર હોવાથી તારે યુદ્ધ કરવું જોઈએ .તું જો કારુણ્ય જ રાખવાનો હોય તો આગળની પેઢીના જે માણસો તૈયાર થવાના છે .તેમને માટે પણ કેમ કારુણ્ય રાખતો નથી ? ઉલટું , અનેતિક અશાસ્ત્રીય અધાર્મિક અને સ્વાર્થેકપારાયણ લોકોને લીધે આજના જ નહિ પણ આગળની દસ દસ પેઢીના લોકો પણ દુખી થવાના છે . તેથી લડવું એ તારો ધર્મ છે .તત્વચિંતક સંત અને તત્વજ્ઞ વીરને ભગવાન જ શક્તિ આપે છે , અને ઉભા કરે છે , ભગવાન આગળ ગીતામાં કહેવાના છે
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टभिजायते
આવા મોટા લોકો ભગવાન ખાસ તૈયાર કરે છે , સામાન્યોનું સરક્ષણ અને સંગોપન કરવા માટે તારું નિર્માણ થયેલું હોવાથી એ તે તારો સ્વધર્મ છે તારે તે બજાવવો જ જોઈએ . એમ ગીતા કહે છે
જે લોકો મારવાના છે તેમને મારવા દે . તું નહિ મારે તો પણ તેઓ મારવાના છે એમ ભગવાન કહે છે હવે અર્જુનના મન માં પ્રશ્ન આવે છે કે મને કઈ આવશ્યકતા નથી . ઈચ્છા નથી વાશના નથી કામના નથી તો એ બધાને મારવાનો દોષ હું મારા ઉપર શા માટે લઉં ? તેથી તે કહે છે કે ' તમારું તત્વજ્ઞાન મને માન્ય છે પણ હું આ બધા દોષ શા માટે ઉપાડું ?
આ પ્રશ્ન શ્રીભગવાન ની સામે આવતા જ ભગવાન કર્મયોગશાસ્ત્ર સમજાવાની શરૂઆત કરે છે . તે કર્મયોગશાસ્ત્ર યોગ્બુદ્ધીથી શરુ થાય છે . એક સાંખ્ય બુદ્ધિ છે અને બીજી યોગબુદ્ધી છે . એક તત્વજ્ઞાન ની ભૂમિકા સમજાવે છે અને બીજું , તે જીવનમાં કેમ આવે તે માટે કહેલું કર્મયોગ શાસ્ત્ર છે
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT