- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
કર્મનો કર્તા બનતો નથી
જે કર્મ કરીને શાંત રહે છે, તેને વસ્તુ નું સુખ નહિ આત્માનું સુખ હોય છે.એટલું જ નહિ પણ તે કર્મ કરીને પાપ પુણ્ય નો જવાબદાર બનતો નથી. કારણ તે કોઈ પણ કર્મ પોતાની ઈચ્છાથી આરંભ કરતો નથી.
સ્થિતપ્રજ્ઞ માણસ પાપપુણ્ય નો દોષી નથી. એનું કારણ તે પોતે કોઈ કૃતિ કરતો નથી. ન્યાયાધીશ કોઈને ફાંસીની સજા કરે તો તેને માટે ન્યાયાધીશ જવાબદાર નથી. નહિ તો મુશ્કેલી ઉભી થાય. બીજે દિવસે ન્યાયાધીશ ને જ કોર્ટ માં ઉભો કરે. કારણ તેને કોર્ટમાં જ એક માંસ ણે ફાંસી આપી છે. અથાર્ત તેને ઠંડે કલેજે ખૂન કર્યું છે. એમ કહેવાય. તેને તો શાંતિથી સવારના ચાર વાગ્યે ચા પાણી પીને ચુકાદો લખ્યો હતો, છતાં તેને સજા થતી નથી. કારણ, એ જવાબદાર નથી. સ્થિતપ્રજ્ઞ પણ પાપપુણ્ય થી પર છે. તેને કર્મ કરવા ચાત પાપપુણ્ય ન મળે.
સ્થિતપ્રજ્ઞને વસ્તુનું સુખ નહિ આત્મા નું સુખ હોય છે. કારણ એનામાં `હું` અને `મારું` નાં ભાવ ખલાસ થઇ ગયા હોય છે. જ્યારે `હુપણું` અને `મારાપણું` ચાલ્યા જાય ત્યારે પાપપુણ્ય નથી. તે કર્મ કરીને છુટો છે. આ હું નથી કહેતો પણ ગીતા કહે છે.
विहाय कामान्यः सर्वान्पुमांश्चरति निःस्पृहः।
निर्ममो निरहंकारः स शांतिमधिगच्छति।।
કહે છે કે તે બધી કામનાઓ છોડી દે છે. આગળ प्रजाहाती यदा ...કહ્યું છે. તો પછી હવે सर्वान कामान विहाय કહેવાનું કઈ કારણ? ગીતા નવલકથા નથી. તેમાં શબ્દ શબ્દ માટે મારામારી હોય. આપણે વ્યાકરણશાસ્ત્ર વાંચીએ તો ખબર પડે. તેમાં કહે છે. અર્ધી માત્ર નો બચાવ થાય તો તેમને પુત્ર જન્મ્યા જેટલો આનદ થાય. તેથી તેઓ અર્ધીમાત્રા માટે પણ ઝગડે. તેમને એક શબ્દ પણ વધરે ન ચાલે.
અશેષ કામનાનો ત્યાગ
विहाय कामान्य: सर्वान બધી કામના છોડ. તો કહે `છોડી` ` કઈ ઈચ્છા નથી? ` ના, કઈ જોઈતું નથી. "તું" રાખે એવી રીતનો હું રહું છુ. એટલું જ નહિ, હવે તે પણ ઈચ્છા નથી. ઠીક છે.પણ તને જીવવાની અભિલાષા છે કે નહિ ? તું અભિલાષા પણ છોડ , તો શું મારવાની અભિલાષા રાખું?. જીવન વિરુદ્ધ મરણ જ છે. બીજું કઈ નથી. ગીતાને કહેવાનું છે કે જેને જીવનની અભિલાષા નથી અને મરણની પણ ઈચ્છા નથી. એટલે જે મુમુર્ષ પણ નથી. આવી સ્થિતિનો માણસ આ હોય છે.
આપણને જીવનની અભિલાષા છે. જીવનની આસક્તિ છે. જેને જીવનની અભિલાષા નથી તેને મારવાની આસક્તિ છે. સ્થિતપ્રજ્ઞ ની એવી સ્થિતિ છે. ક એને જીવવાની અભિલાષા નથી. અને મારવાની પણ ઈચ્છા નથી. કોઈ પૂછશે "આવું કેમ થાય? તો તેનું અસ્તિત્વ કેમ રહે? કાન્ત ણે પણ એમ લાગ્યું હતું. તત્વજ્ઞાનીઓનાં એક મોટા વર્ગ ને એમ લાગે છે આ કાલ્પનિક વિચારો છે. પરંતુ, ગીતા એમ કહે છે કે આ સ્થિતપ્રજ્ઞ પ્રત્યક્ષ છે. ગમે તેવા, અંતકાળ જેવા કપરા કાળમાં પણ આ સ્થિતિએ પહોચેલા વ્યક્તિની મનઃસ્થિતિ વિચલિત થતી નથી.
एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति।
स्थित्वाऽस्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति।।
તે ચાલતો બોલતો ફરતો, પ્રત્યક્ષ અસ્તિત્વમાં રહેલો, પ્રગમનશીલ ધ્યેયવાદથી સાધના કરતો -બહુના જન્મનામંતે - સુધી જતો રહેલો, કર્મયોગી,નિષ્કામ અને આધ્યાત્મિક એકતા સાધેલો, સમતાવાળો, કર્મ કરીને પણ જે પાપ-પુણ્ય નો જવાબદાર નથી એવો સ્થિતપ્રજ્ઞ છે. આવા સ્થિતપ્રજ્ઞ થવું હોય તો -યુક્ત આસિત મત્પર: - થવું જોઈએ એમ ગીતાકાર કહે છે. જીવનમાં કઈ મેળવાનું હોય તો આ લહાવો મેળવવાનો છે. પૂર્ણતાની ટોચ, સિદ્ધિ, આ જ છે અને તે પ્રગમનશીલ ધ્યેયવાદ રાખીને જ મેળવવી પડશે.
ગતીસાધ્ય ધ્યેય અને સ્થીતીસાધ્ય ધ્યેય આવા બે પ્રકારના ધ્યેય, આ બંને જીવનમાં લાવી શકાય એવી ગીતની શીખ છે.
ઈશની ઈચ્છા આગળ સર્વ સમર્પણ
ગીતાકાર ગતીસાધ્ય ધ્યેય પણ માન્ય કરે છે. તેથી शुचीनां श्रीमतां गेहे , તું પહેલા આધીભોતિક ભોગો મેળવ, સ્વર્ગ મળવ. કબૂલ પણ તે સ્વર્ગ પણ જતું રહેશે કેમ કે , क्षीणेपुण्ये मर्त्यलोकं विशन्ति માટે તું મોક્ષ મેળવ. માનવના વર્તનને સુલભ હોય એવો ધ્યેયવાદ ઉભો કરીને ભગવાને માણસ ક્યા સુધી પહોચે છે તેની ની:સંશય અને ની:સંદિગ્ધ ઘોષણા કરી છે. ગીતાનો કર્મયોગી સ્થિતપ્રજ્ઞ છે. તે કઈ ન કરે એમ નહિ. તે નિષ્કામ થઈને કર્મયોગ કરે "તેના કર્મના મૂળમાં આજ્ઞાકીતતા છે " તેને પોતાનું શરીર ભગવાનને આપી દીધું છે. ત્યાર પછી ભગવાને જેવી રીતે તેનું શરીર ચલાવવું હોય તેવી રીતે ચલાવે. સુકા પાંદડા જેવું એનું જીવન થાય. સુકા પાંદડા ને પવન જ્યાં લઇ જાય ત્યાં જાય. સુકા પાંદડા ને કઈ કામના ન હોય તેમ સ્થિતપ્રજ્ઞ ને પણ કઈ કામના ન હોય.
સ્થિતપ્રજ્ઞતા એક વૃતિ છે. તે કપડા નથી પહેરતો એવું નથી. અથવા એને બહાર કોઈ શિગડું ઉગતું નથી. આ એક માનસિક વિકાસ છે. તે એક બુદ્ધિ ને પેલે પાર પહોચેલા (super-rational) માણસની સ્થિતિ છે. તે anti rational નથી. તે super rational છે. તે આત્મતૃપ્ત, આત્મનિષ્ઠ સ્થિતિ છે. આ એક માનશીક વિકાસ છે કે જેમાં માણસે અહંકારરહિત થઈને ખાલી ખોખું ચિત્તશક્તિ ના હાથમાં આપ્યું છે. તે કંગાળ છે કે શ્રીમંત છે એવો પ્રશ્ન ત્યાં રહેતો નથી. જનક રાજા પણ સ્થિતપ્રજ્ઞ રહી શકે. એ કયા કપડા પહેરે છે એ પ્રશ્ન નહિ. સ્થિતપ્રજ્ઞા એક વૃતિ અને સ્થિતિ છે. તે બ્રાહ્યદર્શન નથી. આમાં ગીતાકારે આંતરિક વિકાસ સમજાવ્યો છે. સ્થિતપ્રજ્ઞદર્શન કહીને ભગવાને બીજો અધ્યાય ભગવાને પૂરો કર્યો છે.
દિલસે ગુજરાતી
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT