અર્જુનની સમસ્યા - કર્મ હેતુ શો?

અર્જુનની સમસ્યા -- કર્મનો હેતુ શો ? 


          બીજું , અર્જુનના શોક અને  વિષાદનો કોયડો શો છે ? માણસ કર્મ શા માટે કરે છે ?સ્વાર્થ હોય તો કરે .આમાં કર્મમાં સ્વાર્થની ભૂમિકા હોય .તેથી સ્વાર્થ ઢીલો થયો કે કર્મ ઉપરની પકડ ઢીલી થાય. મારે કઈ મેળવવું ન હોય તો પછી મને કર્મ કરવાનું મન જ ન થાય .પછી માણસ અધ:પતિત થતો જ જાય માનદ્ કાર્યકર્તાઓ કામ નથી કરતા એ માનસશાસ્ત્રીય દ્રષ્ટીએ જોતા ભૂલ ભરેલું નથી. કારણ,કામ કરવા માટે તેમને કઈ પ્રેરણા જ નથી. કઈ મળે તો માણસ કામ કરે.નહિ તો શા માટે કરે ? તેથીજ અર્જુનને આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અર્જુનને કઈ જોઈતું નથી.તે કહે છે કે न काक्षे  विजयं कृष्ण અર્જુનને વૈભવ નથી જોઈતો અર્જુન નર છે. न+र એટલે જે ભોગોમાં જ રમમાણ થતો નથી તે નર . તેવી જ રીતે વિત્તમાં જ રમમાણ ન થવાવાળો તે નર . લક્ષ્મી ને સ્વાધીન રાખનાર નારાયણ . આમ નર (અર્જુન) અને નારાયણ (ભગવાન) બંને શક્તિશાળી છે. અર્જુનની કર્મની ભૂમિકા સ્વાર્થ નથી. સ્વાર્થ ન હોય તો પરાર્થ હોય. માણસ પોતા માટે કર્મ ન કરે તો બીજાને માટે કરે . અર્જુનનું કહેવું એમ છે કે ' જો પરાર્થને માટે લડું , કર્મ કરું તો મારું કર્મ પરર્થ્ન્ર માટે નિરુપયોગી છે. પહેલા અધ્યાય તે કહે છે. 

     उत्साघन्ते जातिधर्मा: 
 માટે પરાર્થ ને માટે કર્મ કરવાનું હોય તે નિરુપયોગી છે, અર્જુનની આ ભૂમિકા છે. 'હું પરાર્થ માટે લાડુ તો તેમાં પરાર્થ બગડે છે ' 


 સ્વાર્થ અને પરાર્થની ભૂમિકા ન રહે ત્યારે ત્રીજી ભૂમિકા પરમાર્થની . પરમાર્થનો પ્રશ્ન આવતા જ તત્વજ્ઞાન કહેવું જોઈએ કે નહિ? તેથી કર્મને પરમાર્થની બેઠક કેમ આપવી એ સમજાવવા ભગવાન તત્વજ્ઞાન કહે છે. તત્વજ્ઞાન કહેતી વખતે , અર્જુનના વિષાદયોગમાં કઈ પ્રશ્નો છે. (૧) હું કોણ છુ ? (૨) મદવ્ય્તીરીક્ત વિશ્વ શું છે? (૩) મારી અંદર અને બહાર શું છે? (૪) વિશ્વની અંદર ને બહાર શું છે ? (૫) મારી અને વિષની અંતબ્રાહ્ય રહેલા તત્વો એક છે કે જુદા છે? (૬) બધાનો નિયામક કોણ ? અને (૭) આ વિશ્વમાં મારા ભાગે આવેલો પાઠ શો? આટલા પ્રશ્નનો જવાબ જો અર્જુનને મળી જાય તો જ અર્જુનના પ્રશ્નનું નિરાકરણ થાય . શ્રીકૃષ્ણ ભગવાને બીજા અધ્યાયમાં अशोच्यानन्वशोचस्तवं શા માટે શરુ કર્યું  તે સમજાવવા માટે આ બધું હું કહું છુ. જો કે વિચક્ષણ માણસોને તો આ તરત ધ્યાનમાં આવ્યું હશે. 
 કેટલાક લોકોને યુદ્ધભૂમિ ઉપર ભગવાન આત્મા- અનાત્માની ચર્ચા કરે છે તે અવાસ્તવિક અને અને અપ્રાસગિક લાગે છે એનું કારણ એ છે કે તેમને શિષ્યત્વનો કોઈ દિવસ વિચાર જ કર્યો નથી. શિષ્ય શબ્દ નો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો નથી. 

         આગળ ક્લિક    અશોચ્યનો શોક ન કરવો ઘટે  

દિલસે ગુજરાતી

Comments