- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
કર્મકાંડ અને કર્મયોગ વચ્ચેનો ફરક
यामिमां पुष्पितां वाचं प्रवद्न्त्य....
આ શ્ર્લોકોમાં વેદો માટે લખેલું છે.આમાં વેદોની નિંદા નથી .કર્મકાંડ અને કર્મયોગ વચ્ચે નો ફરક છે અને અહી શ્રીકૃષ્ણ કર્મકાંડ નહિ પણ કર્મયોગ સમજાવે છે એ સ્પસ્ટ કરવા અહી વેદો બાબત આટલું લખ્યું છે .
આપણે જોઈએ તો ખ્રિસ્તના વિચારો આવા જ છે . ખ્રિસ્તે શ્રી કૃષ્ણ ના વિચારો લીધા કે શ્રીકૃષ્ણ એ ખ્રિસ્ત ના વિચારો લીધા એવી રીતની શંકા થતા વાચામાંના કાળમાં કેટલાક લોકો એ કહ્યું કે . ખ્રિસ્ત માંથી શ્રી કૃષ્ણે ગીતા લીધી છે . કેટલાક લોકો એ આવું છાપ્યું અને આપના લોકોએ તે વાંચ્યું પણ ખરું .પણ પાચળ થી સંશોધન કરીને એ લોકો એ જ કહ્યું શ્રી કૃષ્ણ ખ્રિસ્ત કરતા પહેલા થયેલા દેખાય છે . એતાહાસિક દ્રસ્થીએ સાચું છે. કોણે કોનું લીધું એ ચર્ચા કરવાનું કારણ નથી . આજ વિચાર બાઈબલ માં પણ છે તેને કેટલા પ્રમાણમાં કીમત આપવી ? બાઈબલ વાંચશો તો શ્રીકૃષ્ણ એ વેદોને માટે જે કહ્યું છે તે જ બાઈબલ માટે લખેલું જોવા મળશે .પણ શ્રીકૃષ્ણ વેદો માટે આવું લખે તો લોકો તે વાંચીને ગભરાઈ જાય . वेदवादरता: पार्थ ....નો અર્થ લોકો સમજતા જ નથી . આ શું વેદો ની નિંદા છે ? ભગવાન કહે છે કે . હું તને જે કહું છુ તે કર્મકાંડ નથી કર્મયોગ છે કર્મકાંડ ક્યાં સુધી ચાલે ? કર્મ ને બદલવું ન હોય, કર્મની ભૂમિકા બદલવી ન્હોય ત્યાં સુધી તે રહે , કર્મ ની ભૂમિકા હેતુ બદલવાની ઈચ્છા થઇ એટલે તેની પાસે બુદ્ધિયોગ આવીને ઉભો રહ્યો , કર્મ+બુદ્ધિ થાય ત્યારે કર્મયોગ થાય . કર્મકાંડ માં અમુકેક કર્મ કરવાના હોય . તેમાં ભક્તિ જ્ઞાન અને વિચારોની જરૂર નહિ .
કર્મકાંડી એટલે કેવળ બ્રાહ્મણો ન સમજો . વકીલ સોલીસીટર ડોક્ટર , આ બધા ભણેલા લોકો પણ મારી દ્રષ્ટીએ કર્મકાંડી છે . આ લોકોને કર્મની પાછળ ના હેતુનો વિચાર કરવાનો નથી હોતો , ગરીબોને મદદ કરો . કહી તે કેટલાક અપંગોને , લુલા લંગડા ઓને મદદ કરશે એ એ કરે છે તે ખોટું કરે છે .એમ હું કહેતો નથી પરંતુ એમની દ્રષ્ટી થી ન્યાતના છોકરાઓ ને મદદ કરવી , ગરીબ છોકરાઓને ઉપર લાવવા પંડિતોની શુશ્રુષા કરવી એટલુજ ફક્ત કામ લાગે છે અને તેને જ વિકાસ સમજે છે , જે આવું કામ કરતા હોય તે વધારે વિકસિત કહેવાય . આ બધા કર્મકાંડી માણસો છે. પણ કર્મકાંડ અને કર્મયોગ માં ફર્ક છે .તેથી શ્રીકૃષ્ણ ભગવાને બીજા અધ્યાયમાં વેદોની મશ્કરી કરેલી દેખાય છે. નહિ તો કૃષ્ણ જેવા કૃષ્ણ , જે વેદોનું જબરજસ્ત સમર્થન કરતા રહ્યા છે તેમને વેદોની મશ્કરી કરવાનું કારણ શું ? શ્રીકૃષ્ણ એ વેદોની કરેલી મશ્કરી અને ખ્રિસ્તે બાઈબલ ની કરેલી મશ્કરી અતિશય વિચારણા માગી લે છે .
શ્રીકૃષ્ણ કહે છે કે " અર્જુન ! તું આ કર્મ કરીશ તો તે તારા મોક્ષને બાધક તો નહિ જ થાય પણ એ ક કર્મ તને મોક્ષ સુધી લઇ જશે એટલું જ નહિ આ કર્મ વગર તું મોક્ષ સુધી જવાનો નથી . આનું જ નામ કર્મયોગ . મોક્ષ મેળવવા માટે જે કઈ સિદ્ધિ છે તે કર્મ છોડી ને થાય છે . એ ભ્રાંત કલ્પના છે
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT