ઈશાવાસ્ય ઉપનિષદ નો સાર
ઈશાવાસ્ય ઉપનિષદ નો સાર
ઈશા વાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્।"
અર્થ : આ જગતમાં જે કઈ દ્રશ્ય છે એ બધું ઈશ્વરથી વ્યાપ્ત છે - ઈશ એટલે ભગવાન શાસક ઈશ્વર પરમાઆત્મા
સંદેશ - દરેક વસ્તુ સજીવ કે નિર્જીવ એમાં ભગવાન નો વાસ છે આથી આ જગતમાં કોઈપણ વસ્તુ માં "મારી" ગણીને તેમાં આશક્તિ રાખવી નહિ
વૈરાગ્ય - ઈશ્વરે આપેલા ભાગ નો જ આનંદ માણો - તયક્તેન ભુંજીથા - અન્યના વસ્તુ કે ધન ઇચ્છા ના કરો
2 કર્મ કરવું અનિવાર્ય - કર્મયોગ
આ ઉપનિષદ જ્ઞાન પ્રાપ્ત કરીને જગતનો ત્યાગ કરવાની સલાહ નથી આપતું પરંતુ કર્મ કરતા રહીને મુક્તિ નો માર્ગ બતાવે છે
સંદેશ - મનુષ્યએ 100 વર્ષ જીવવાની ઇચ્છા કરવી જોઈએ પરંતુ તે નિષ્કામ ભાવે એટલે કર્મો ના ફળ ની આસકતી વગર કર્મ કરીને જીવવું જોઈએ આ રીતે કર્મ કરવાથી મનુષ્યને બંધનકર્તા બનતા નથી
3 જ્ઞાન અને કર્મ નો સમન્વય - વિધા અને અવિધા
ઉપનિષદ વિધા ( જ્ઞાન ) અને અવિધા ( કર્મ ) બંને ના એકપક્ષીય અનુસરણ ને દોષપૂર્ણ ગણે છે
નિષ્કર્ષ : જે મનુષ્ય વિધા ( જ્ઞાન ) અને અવિધા ( કર્મ ) બંને નો સાથે અભ્યાસ ( સમન્વય ) કરે છે. અવિધા ( કર્મો ) દ્વારા મૃત્યુ ને પાર કરીને વિધા દ્વારા અમરત્વ પ્રાપ્ત કરે છે
4 આત્મા નું સ્વરૂપ
આત્મા ને અણુથી પણ સૂક્ષ્મ અને બ્રહ્માંડ થી પણ વિશાળ શાશ્વત (સનાતન ) અને સ્થિર ગણવામાં આવ્યો છે જે મનુષ્ય આ આત્મા ને સર્વ પ્રાણિયોમાં જુવે છે તેને કોઈ મોહ કે શોક રહેતો નથી
ટૂંકો સારાંશ
ઈશાવશ્ય ઉપનિષદ આપણને શીખવે છે કે
1 આખુ જગત ઈશ્વરમય છે માટે દરેક વસ્તુ નો ત્યાગ ના ભાવથી ઉપભોગ કરો
2 મોક્ષ માટે સંસાર નો ત્યાગ જરૂરી નથી
3 નિષ્કામ કર્મ (કર્મયોગ ) અને આત્મજ્ઞાન (જ્ઞાનયોગ ) બંને ને સાથે રાખીને જ મોક્ષ મેળવી શકાય છે
આ ઉપનિષદ ભારતીય દર્શનમાં સૌથી વધુ પ્રેરણાદાયક અને આધ્યાત્મિક જ્ઞાન થી ભરપૂર ગણાય છે

Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT