કામના ત્યાગના ચાર રસ્તા

કામના ત્યાગના ચાર રસ્તા 

   કામના રહે અને શરીર ચાલે! આ જ એક વિચિત્ર વાત લાગે છે.તેથી જ કાન્ત જેવા લોકો શંકાશીલ બબીબે કહે છે કે આ પરમોચ્ય સ્થિતિની એક કલ્પના જ રહી શકે. હું કહું કે વચ્ચે જો Higher self લેવાય - જેને ગીતા उत्तम: पुरुस्त्वन्य: परमात्येत्युदाह्रत: કહે છે તે તો માણસ નીરીછ , નિષ્કામ રહીને આજ્ઞાંકિત બનીને ક્રિયાશીલ રહી શકે. તેથી તે ટોચ નો જ્ઞાની છે અને ટોચ નો ભક્ત હોય છે. પણ લોકોનો અહી જ વિરોધ છે. આપણા દેશમાં પણ વિરોધ છે. કેટલાક જ્ઞાનીઓ ભક્ત નથી અને કેટલાક ભક્તો જ્ઞાનથી અભડાઈ જાય  છે. એ ગાંન્ડાઓ ને જ્ઞાન અને ભક્તિ બરાબર સમજાયા છે.  કે એની શંકા છે. હું તેમને ગાંડા કહું છુ. કેમ કે એમને આવી મૂર્ખાઈ ની હઠ પકડીને અધ્યાત્મનો સત્યાનાશ વાદી નાખ્યો છે. નીરીસ્ચ અને નિસ્પૃહ હોય તો જ તે સ્થિરમતીત્વ લાવી શકે એમ ગીતા કહે છે. ગીતા મનોગત કામનાઓ કાઢી નાખવાનું કહે છે. તે કાઢી નાખવા માટે શાસ્ત્રકારો માર્ગદર્શન આપે છે. કામનાઓ વ્યાપક કરો. એકાગ્ર કરો સુક્ષ્મ કરો વિશુદ્ધ કરો. આ ચાર રસ્તાથી કામના કાઢી શકાય એમ વેદો કહે છે . 

કામનાને વ્યાપક બનાવો  

  કામના વ્યાપક કેવી રીતે કરવી? ઈચ્છા થઇ તેને કેવી રીતે તોડવી ?આ મોટો પ્રશ્ન છે? અરે! કામના નાં હોય તો સાભળવાવાળો સાંભળે શા માટે અને બોલવાવાળો બોલે જ શા માટે ? બોલવાવાળા ને બોલવાની કામના છે અને સાંભળવાવાળાને સાભળવાની કામના છે. બીજી કઈ કામના નાં હોય તો આટલી કામના તો છે જ. તો કામના કાઢવી કેમ? જે ઈચ્છા છે તેને વ્યાપક કરો. દા.ત  એકાદ શ્રીમંત માણસ ને પોતાના છોકરાને ભણાવાની  ઈચ્છા છે તો બીજા પચીસ છોકરાઓને ભણાવાની વ્યવસ્થા કરે. આમ કામના વ્યાપક થાય તો કામના ઓછી થવા લાગે. એક દ્રષ્ટાંત આપું કોઈ એક બહેનને શ્રીખંડ ખાવાનું મન થાય તો બે દિવસ પહેલાથી મહેનત કરવી પડે દૂધ લાવવું પડે, દૂધ જમાવવું પડે, કેટલું કામ કરવું પડે ત્યારે ત્યારે શ્રીખંડ તૈયાર થાય !પતિ, છોકરાઓ , અતિથી, વગેરેને આ બધાને શ્રીખંડ ખવડાવે ત્યારે માંડ માંડ એક ચમચો શ્રીખંડ ખાવા મળે. તેથી તે બહેન ને વારે ઘડીએ શ્રીખંડ ખાવાનું મન થતું નથી કારણ મ તેની કામના વ્યાપક થઇ છે. પણ પુરુષને શ્રીખંડ ખાવાનું મન થાય તો તરત હોટેલ માં જઈને શ્રીખંડ ખાઈ આવે. પણ સ્ત્રી રોજ શ્રીખંડ ક્યાંથી બનાવે? એને શ્રીખંડ બનાવાની તકલીફ પડે છે. કામનાને જેટલી વ્યાપક બનાવો તેટલી ઓછી થાય. તેથી કામના વ્યાપક કરો. સિનેમા જોવો હોય તો બીજા પચીસ લોકો ને સાથે લઈને જાઓ તો સિનેમા જોવા ઉપર નિયંત્રણ આવશે. આવી રીતે હળવે હળવે કામનાઓ ઓછી કરવા માટે શાસ્ત્રકારો એ રસ્તા દેખાડ્યા છે.

કામનાને સુક્ષ્મ બનાવો  
   ત્રીજો રસ્તો કામનાને સુક્ષ્મ કરવાનો છે. તને શરીર શણગારવાની ઈચ્છા થાય તો બુદ્ધિ ને શણગાર, મનને શણગાર. આવી રીતે કામનાને સુક્ષ્મ થવા દે. કેવળ શરીર ને જ શા માટે શણગારવું? કેવળ શરીરને જ શણગારીને , ચાર ઘરેણા પહેર્યે શું વળે? તેના કરતા શરીરની અંદર સુક્ષ્મ જોવા લાગો. કારણ, કેવળ શરીર ચાલે એટલે તમે નથી. મન એટલે પણ તમે છો. તો મન ને શણગારો. બુધિ એટલે પણ તમે જ છો. એટલે બુદ્ધિ ને પણ શણગારો. મન અને બુદ્ધિ ને શણગારવાનો  વિચાર આવે કે કદાચ શરીર શણગારવાનો વિચાર મોડો પડે, એમ થવા લાગે કે કોણ આટલી ટપટપ કરે. આમાં માણસ ની કામના સુક્ષ્મ થાય. 

કામનાને વિશુદ્ધ બનાવો 

  ચોથો રસ્તો કામનાને વિશુદ્ધ બનાવાનો છે. તે પ્રકિયામાં કામનાને પ્રભુ ના હાથ માં આપવાની છે. આમાં હું કામના વગર રહી શકતો નથી. અને હું કામના કરી શકતો નથી. ત્યારે મને કામના નીરથર્ક લાગે છે. આટલો વિકાસ થાય એટલે માણસ ને કશાની જરૂર રહેતી નથી. તેને ખાતરી હોય છે કે મને જેની જરૂર હશે તે પ્રભુ મોકલશે અને તે જ મારે લેવાનું છે, તેમાં જ મારું કલ્યાણ છે. ગીતામાં તેનું વર્ણન કરે છે - यद्च्छा लाभसन्तुष्ठो द्रंदातितो विमत्सर: તેથી આ વિશુદ્ધ પ્રકીર્યાનો માર્ગ છે. 

દુઃખમાં અનુંદ્રીન્ગ - દુઃખનો સ્વીકાર:    


દિલસે ગુજરાતી

Comments

Post a Comment

THANK YOU YOUR COMMENT