દુઃખનો સ્વીકાર


    દુઃખનો સ્વીકાર 


   ગીતાનો સ્થિતપ્રજ્ઞ એટલે જ પુરષોત્તમ. સ્થિતપ્રજ્ઞ એટલે જીવાત્મા અને પરમાત્માની આધ્યાત્મિક એકતા જેમાં છે તે. સ્થિતપ્રજ્ઞને પોતાની આશા આકાંક્ષા ન હોય એમ ગીતા કહે છે, પોતાને આશા આકાંક્ષા નથી તો એ ચાલે શા માટે? કેવી રીતે ચાલે? એને ઈશ્વરની આશા-આકાંક્ષા છે તેથી એ ચાલે. તેથી જ સ્થિતપ્રજ્ઞ- 

दू:खे .......
वीतरागभयक्रोध: ........

આવો હોય છે. કામનાના પરનાં રાગ, ભય , ક્રોધ અને તૃષ્ણા, તમારામાં કામના આવી કે આ વાતો આવવી જ જોઈએ. પછી તે  ભક્તિની કામના હોય તો પણ. કામના એટલે ક્ષુદ્ર કામના જ હોવી જોઈએ એમ માનવાની જરૂર નથી. કામના આવી કે તૃષ્ણા, ભય અને ક્રોધ આવે જ. સ્થિતપ્રજ્ઞ ઉદ્રીગ્ન ન થાય અને એને દુખ આવતું નથી એમ ગીતકાર કહેતા નથી. કેટલાક લોકો પૂછે કે ભગવાન શુધી પહોચી ગયેલા અને સિદ્ધિ મેદ્વેલાને દુઃખ શા માટે ? તેમને કહેવું પડે કે તો શું દુઃખ તને જ જોઈએ? દુઃખ શા માટે? એટલે કે, દુઃખ તો આવવાનું જ. તુકારામ ને દુઃખ શા માટે ? આ પ્રશ્ન જ ઉભો થતો નથી. દુખ તો આવ્યા જ કરવાનું. તુકારામને એ દુખ લાગે કે નથી એ સ્વતંત્ર વાત છે. પણ તેને દુખ આવે. સ્થિતપ્રજ્ઞતા ને રસ્તે ચડેલા માણસ માટે ગીતકાર અનુદ્રીગ્ન શબ્દ વાપરે છે उत એટલે ઉપર. જેમ શ્વાસ ઉપર ચડે તેવા અર્થમાં ઉદ્રીગ્ન શબ્દ છે. જેમ બળદ બોજો લઈને ચડાણ ચડે તે વખતે તેની જે સ્થિતિ થાય અથવા તો આપને દસમે માળે દાદરો ચડીને જઈએ અને જે સ્થિતિ થાય તેવી ઉદ્રીગ્ન શબ્દમાં માનસિક સ્થિતિ થાય. એટલે કે માનસિક અસ્વસ્થતા થાય. સ્થિતપ્રજ્ઞને દુઃખ આવે તો અંદર માનસિક અસ્વસ્થતા ન થાય. તેવી જ રીત सुखेषु विगतस्पृह: હોય સુખ આવે તો તે જ સમયે બીજું વધારાનું સુખ મળે તેવી સ્પૃહા થાય. ત્યારે અહી કોઈ જાતની સ્પૃહા જ નહિ. 

દુઃખનો સત્કાર       

  સ્થિતપ્રજ્ઞ દુઃખ નો સ્વીકાર કરે એ પહેલી વાત.તે એમ માને કે, ઠાઠ, તડકો જેમ આવશ્યક છે, તેમ સુખદુઃખ જીવનને આવશ્યક છે. જગતમાં દુઃખ જોઇને ઋષીઓ રડ્યા નથી પણ ભોળા ભક્તો રડ્યા છે.જે હજી સિદ્ધિ ઉપર પહોચ્યા ન હોય એ રડે. પણ વેદકાલીન ઋષિ જગતમાં દુઃખ જોઇને રડ્યા નથી. દરિયાનું પાણી ખારું છે એટલા માટે રડવાનું ન હોય. કારણ દરિયાનું પાણી તો ખારું જ રહેવાનું. આવી રીતે જગતમાં દુઃખ જોઇને રડવાનું કોઈ કારણ નહિ.હવે દુઃખ તરફ કઈ રીતે જોવાનું ? દુઃખના આઘાતો મન ઉપર ન થાય તે રીતે તેનો સ્વીકાર કેમ કરવો ? આ બધા પ્રશ્નો માટે શાસ્ત્ર છે. દુઃખનો સ્વીકાર કરવો જોઈએ. આગળ જઈને કહું કે દુઃખ પણ ભગવાને મોકલ્યું છે એવું ભક્તિપૂર્ણ અંતકરણ થયા પછી દુઃખનો સત્કાર થવો જોઈએ. પહેલા દુઃખનો સ્વીકાર અને પછી દુઃખનો સત્કાર થશે. મેં માગ્યું હતું તે મળ્યું. કારણ, મારું જીવન આ જન્મારનું થોડું જ છે? આગલા જન્મારામાં મેં એ માગ્યું હશે. જ્ઞાની ભક્તોનું આ એક મોટું તત્વજ્ઞાન છે કે મને જે દુઃખ આવ્યું છે તે મારી જન્માંતર ની માંગણી ને લીધે આવ્યું છે. 

  એક કરોડપતિ ની પત્ની પોતાના બંગલાની ગેલેરી માં ઉભી હતી તેના બંગલાની સામે એક નવું મકાન બંધાતું હતું . તે ઠેકાણે ઘણા મજુરો કામ કરતા હતા. બપોરના બાર વાગ્યાનો ઘંટ વાગ્યો અને જમવાની રાજા પડી એટલે બધા મજુરો એ જમવા જવા માટે કામ છોડીને હાથપગ ધોયા. એક મજુરની પત્ની રોટલા લઈને આવી હતી અને બંને જણા એક ઝાડના છાયડામાં બેઠા. મજુરની પત્ની એ રોટલાનું પોટલું છોડ્યું અને બંને જણા રોટલા અને લસણની ચટણી ખાવા લાગ્યા. આ બધું તે કરોડપતિની પત્ની જોતી હતી. તેનાં પતિની ચાર ફેક્ટરી ઓ હતી. પણ તેને મરવાની પણ ફુરસત ન હતી. તેથી તેનો ધણી અને તે કોઈ દિવસ આવી રીતે સાથે બેસીને જમતા ન હતા. તેના પતિને જ્યારે સમય મળે ત્યારે જમવા આવતો અને તેને રસોયિયો પીરસી આપતો અને તે ઉતાવળે જમીને જતો રહેતો. આવા જીવનથી તે શેઠાણી ને ઉદ્રીગ્ન્તા આવતી. તેને આ મજુર અને તેની પત્ની નું જીવન જોયું એટલે તેને લાગ્યું કે એ જ સાચું જીવન છે. તેને ભગવાનને કહ્યું, ભગવાન ! જીવન આવું જોઈએ  . ભગવાને તે નોધી લીધું અને બીજા જન્મારામાં તેને તેવી સ્થિતિ આપી. પણ બીજા જન્મારે તે ભગવાનને ગાળો ભળવા લાગી. કારણ, તે ભૂલી ગઈ હતી કે એને પોતે જ ભગવાન પાસેથી આવું જીવન માગ્યું હતું.

         કહેવાનું તાત્પર્ય એ કે આપને માગેલું જ આપણને મળે છે. પણ આપણે તે બધું ભૂલી જઈએ છીએ. આપનું મન એવું છે કે પૂછો માં! તેથી જ શાસ્ત્રકારો કહે છે કે " ઈચ્છા જ ન કરો . બધું ભગવાન ઉપર સોપી દો " નહિ તો આપના મનને ક્યારે શું ગમે તે કહી ન શકાય. 

  શહેરમાં સારા સારા બંગલામાં અને બ્લોકોમાં લોકો રહેતા હોય. તેઓ એકાદ વખત ગામડામાં જાય. ત્યાં લીપેલી જમીન, સરસ ઝુંપડી, પૂનમ ની રાત, ખુલ્લું આંગણું જોઇને શહેરનો ધનિક કહે કે, "ભગવાન! આ જ ખરું જીવન છે! શહેર નું તો કઈ જીવન છે! જીવન આપવું હોય તો આવું આપ" ભગવાન તે નોધી લે અને બીજા જન્મારે તેવું જીવન આપી દે. ભગવાન શા માટે નાં પાડે ? જ્યારે ભગવાન એવું જીવન આપે એટલે ભગવાનને ગાળો દે. મૂળ વાત એ છે કે માણસે દુઃખ તરફ કઈ નજરે જોવું એની અક્કલ ન હોય તો તેને જગતમાં કોઈ સુખી ન કરી શકે. ભગવદ ભક્ત દુઃખનો સ્વીકાર કરે. એટલું જ નહિ, આ દુઃખ મારા ભગવાને મોકલ્યું છે એમ સમજી તે દુઃખનો સત્કાર કરે. ત્યાર પછી તે દુઃખમાં જ ઈશદર્શન કરે તેથી ગીતા કહે છે કે તું स्थितधी: થા.  

  મહારાષ્ટમાં લોકો ચર્ચા કરે છે કે તુકારામ સંસાર કરી શક્યા નહિ. તે કંગાળ હતા તેથી તેને દુખો સહન કરવા પડ્યા. તે ઉપર થી લોકો નક્કી કરે છે કે ભક્ત કંગાળ જ હોવો જોઈએ. ભક્તને અગવડ સહન કરવી જ પડે તો જ ભક્ત કહેવાય. તુકારામ વિષે  સાક્ષરો  આવી ચર્ચા કરે છે. તુકારામ શું કંગાળ હતા ?મને તો હસવું આવે છે. અરે! તુકારામનો જેને પાઠ ભજવ્યો (સિનેમામાં) તેનો પુનામાં બંગલો છે. તો શું તુકારામ નો ન થાત  અરે! તુકારામ ના ચાર અભંગો ગાઈને હરિકીર્તન કરવાવાળાનો મુંબઈ શહેરમાં બ્લોક થઇ શકતો હોય તો , તો શું તુકારામ ન કમાઈ શક્ય હોત ? લોકો શું સમજે છે ?

સુખદુઃખનો સ્વાકાર,સત્કાર અને તેમાં ઈશપ્રેમદર્શન આવી ઉતરોઉંતર ચડતી પગથીયો છે. 

  સમતા એટલે દ્રર્ન્દ્રાતીનતા 


દિલસે ગુજરાતી

Comments

  1. Hello
    I Read your article. Thanks for sharing such beautiful information, and I hope you will share some more information about How to Watch Gujarati Movies Online. You wrote really very well, I really like your blog and information provided by you. I appreciate your work.
    Thanks

    ReplyDelete

Post a Comment

THANK YOU YOUR COMMENT