- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
યુદ્ધ પહેલાંની સંજયવિષ્ઠિ :
મહાભારત વાંચો તો ખબર પડે કે યુદ્ધ કરતા પહેલા કોરવપક્ષને
માનસિક રીતે મારવા માટે શ્રીકૃષ્ણ વિષ્ટિ કરવા ગયા હતા . શ્રીકૃષ્ણ ની
વિષ્ટિ બધાના ધ્યાન માં છે , પણ સંજયવિષ્ટિ ની ઘણા ને ખબર નથી
કેમ કે આપને મૂળ મહાભારત વાંચતા જ નથી .કૃષ્ણ વિષ્ટિ માટે
ગયા તે પહેલા સંજય વિષ્ટિ કરવા ગયો હતો .સંજય ને આ
મહાપુરુષે (!) (ધૃતરાષ્ટ્ર એ ) જ મોકલ્યો હતો ધૃતરાષ્ટ્રનો સંદેશો અતિ
તત્વજ્ઞાનથી ભરેલો છે પરંતુ તે Devil Quoting the Bible
( શેતાન બાઈબલ સંભળાવે ) જેવું છે ધૃતરાષ્ટ્રએ તે સંદેશા માં પાંડવોને
સમજાવ્યું હતું કે , ' તમારા જેવા મહાન થવા માટે જન્મેલા લોકોને માટે
યુદ્ધ શોભતું નથી ' આવા ધર્મ વચનો સાંભળ્યા પછી યુધિષ્ઠિર થોડા
ઘણા ઢીલા થયા જ હતા , પણ તે વખતે પાંડવો ની પછવાડે
केवर्तक: केशव : - શ્રીકૃષ્ણ ઉભા હતા . તેમને સંજયવિષ્ટિ સાંભળી અને
તરત જ સંજય ને કહ્યું : ' તમે અતિ ઉચ્ચ તત્વજ્ઞાન સમજાવો છો
પણ હું એટલું જ કહું છુ કે જ્યાંથી આ ઉપદેશ આવ્યો છે ત્યાંથી જ
તેની શરૂઆત થાય એ વધારે ઈચ્છવા યોગ્ય છે ' આટલું કહીને
શ્રીકૃષ્ણ એ કોઈની પરવાનગી ન માગતા જાહેર કર્યું કે 'હું વિષ્ટિ કરવા આવું છુ '
કૃષ્ણ કોઈ ના નીમેલા રાજદૂત ન હતા .શ્રીકૃષ્ણ અસાધારણ રાજદૂત થઇ ગયા
રાજકીય રીતે મહાભારત વાંચીએ તો ખબર પડશે કે શ્રીકૃષ્ણ એ અર્ધી લડાઈ
વિષ્ટિ માં જ જીતી લીધી હતી અને બાકી રહેલી અર્ધી લડાઈ પાંડવોએ રણાગણમાં જીતી
વિષ્ટિમાં શ્રીકૃષ્ણનું તેજસ્વી ભાષણ સાંભળીને ભેગા મળેલા બધા ક્ષત્રિયોનાં અંતઃકરણ
ડગમગી ગયા . તેમને એમજ લાગ્યું કે પોતે ખોટા પક્ષ ને ટેકો આપી રહ્યા છે વિષ્ટિ દ્વારા તેમનું બધાનું
મનોબળ શ્રીક્રીષ્નેખલાસ કરી નાખ્યું હતું .
"સંજયવિષ્ટિની અસર કદાચ તે વખતે ણ થઇ હોય પણ મારા ધર્મવચનો પાંડવપક્ષ
ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં આવીને વાગોળતો હશે " એવી ધૃતરાષ્ટ્રને શંકા છે તેથી તે સંજય ને પૂછે છે કે
"પાંડવપક્ષ પર મારા કઈ સંદેશા ની અસર થયેલી દેખાય છે કે ? " અર્જુન શસ્ત્ર છોડી ને બેઠો તેના અનેક કારણો છે તેમાં સંજયવિષ્ટિ પણ એક કારણ છે . ધૃતરાષ્ટ્ર તે જ જાણવા માગતો હતો અને તેથી જ
પહેલો પ્રશ્ન પૂછે છે કે ' किमकुर्वत संजय " ' શું અર્જુન તેટલા જ શોર્ય થી લડવા ઉભો છે ?
સંજયવિષ્ટિની અર્જુનના શોર્ય , વીર્ય , પ્રભાવ અને પોરુષ ઉપર અસર થઇ છે કે નહિ ? એને આ
જાણવું હતું આમ ધૃતરાષ્ટ્રની ચિંતાથી ગીતાની શરૂઆત છે .ધૃતરાષ્ટ્રની ચિંતા દેખાડ્યા પછી
યુદ્ધની સ્ફૂર્તિદાયક પરિસ્થિતિ સમજાવે છે
યુદ્ધની સ્ફૂર્તિદાયક પરિસ્થિતિ સમજાવે છે
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT