- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
કપિધ્વજ અર્જુનની ચચળતા :
Krishna-arjun -શ્રીકૃષ્ણ -અર્જુન |
કોરવોનું સેન્ય શંખ વગાડતી વખતે પણ વ્યાકુળ થયેલું છે જ્યારે પાંડવોનું સેન્ય ભીષ્મે આપેલા આહવાનનો શાંતિથી નિર્ભયતાથી નિરધારપૂર્વક સ્વીકાર કરે છે , તેમાં કશી ગરબડ નથી પાંડવ પક્ષે શંખનો પ્રતિઘોષ કર્યો તે પણ શાંતિ થી , નિર્ભયતાથી અને નિરધારપૂર્વક કર્યો છે
વ્યવસ્થિત થઇ ગયેલા ધાર્તરાષ્ટોને જોઇને कपिधव्ज અર્જુન સેન્ય ની વચ્ચે આવ્યો . તે જ વખતે અર્જુન નાં મન માં કઈંક ગરબડ થઇ હતી .. તેથી જ તેને માટે कपिधव्ज શબ્દ વાપર્યો છે . कपि એટલે વાનર .તે ચંચલ હોય છે અર્જુન નાં મન માં નિર્માણ થયેલી ચંચલતા નો ઘોતક कपिधव्ज શબ્દ છે . જે તત્વનો અથવા ભગવાન ણો સૈનિક હોય તે સ્થીરવૃતીણો , સ્થિતિપ્રજ્ઞવૃતિનો હોવો જોઈએ. આજે એક અને આવતીકાલે બીજું પકડવા વાળા માણસો કોઈજ દિવસે જીવનમાં યશસ્વી થવાના નહિ . તેમનામાં સ્થિતપ્રજ્ઞતા હોવી જોઈએ .અહિયાં અર્જુન કપિધ્વજ-ચંચલ છે . અને અર્જુન પોતે પણ સમજે કે પોતાના મન માં કઈક ગરબડ થઇ ગઈ છે .એને ખબર છે કે પોતાનો સલાહકાર બહું સારો છે . તેથી અર્જુન કહે છે :
सेनयोरुमयोमर्ध्ये रथं स्थापय मेअच्युत
અર્જુને શ્રીકૃષ્ણને अच्युत કહીને સંબોધ્યા છે . અચ્યુત એટલે જે ચ્યુત થતો નથી તે , નિશ્ચલ .અર્જુન કહે છે કે "હું ચ્યુત થવાવાળો છુ " તેથી શ્રીકૃષ્ણના અનંત નામોમાંથી અર્જુન નાં ધ્યાન માં આજ નામ આવ્યું .
આપના હૃદયની ધડકન વધી જાય તો આપણા ધ્યાન માં ડોક્ટર આવે . આવી રીતે અર્જુને अच्युत કહીને હાક મારી છે . આમ ગીતામાં માર્મિક શબ્દોની ગોઠવણી દેખાય છે .
આપને ગીતાનું તત્વજ્ઞાન વાંચવાનું છે . તેથી ગીતાની પાછળની ભૂમિકા સમજવી જોઈએ .પહેલા અધ્યાય માં અર્જુનમાં ચંચલતા આવી ગઈ છે . તેથી તે અચ્યુત ને હાક મારે છે ચંચલત્વ આવતા જ અર્જુન ખલાસ થઇ ગયો . અર્જુનમાં અર્જુનપણું જ રહ્યું નહિ .અર્જુન મોટો છે ,મહાન છે , શ્રેષ્ઠ છે લોકોત્તર છે એમાં શંકા નથી પણ આવો અલોકિક અર્જુન મોહવશ બન્યો અને પાછો ફર્યો . અર્જુન મહાન હતો પણ તે સ્ખલનશીલ થયો . આપણી માફક તે અટક્યો છે , દુબળો થયો છે , કર્તવ્યચ્યુત થયો છે . તેથી જ તે આપણો પ્રતિનિધિ છે એમાં શંકા નથી .અર્જુનની આપના જેવી મનોભૂમિકાને લીધે જ ગીતાનો સ્વાદ વધ્યો છે .
સામાન્ય જનનો પ્રતિનિધિ "અર્જુન "
શ્રીકૃષ્ણ ભગવાને પહેલેથી જ નક્કી કરીને પછી અર્જુનને શાંતિથી ગીતાની આત્મા -અનાત્માની ચર્ચા સંભળાવી હોત તો આ ગીતાને સ્વાદ જ ણ હોત . અર્જુન અટક્યો , પાછો ફર્યો ; અર્જુન સ્ખલનશીલ થયો છે .અમે માનવ પણ પડીએ છીએ .સ્ખલનશીલ છીએ , અટકીએ છીએ , અમુક કરવાનું નક્કી કરીએ છીએ અમે દુબળા છીએ તેથી અર્જુન અમારું પ્રતિનિધિત્વ કરવા યોગ્ય માણસ છે . તેથી જ તો તે મને મહાન લાગે છે અર્જુન ખસી ગયો તેથી જ મહાન છે ,અર્જુન કદાચ ખસી ણ જતા લડ્યો હોત , તો હું કઈ તેને નમસ્કાર કરવાનો નહોતો કેવળ ગીતા કહેવાની છે તેથી હું આ નથી કહેતો . હું આ અંતઃકરણપૂર્વક કહું છુ અર્જુન સ્ખલનશીલ જીવ ણો પ્રતિનિધિ છે અર્જુન આપના જેવો છે એટલે મોટો લાગે છે. અર્જુને પોતાનું કઈ છુપાવ્યું નથી અર્જુન આંતબાહ્ય સાચો છે . તે કબુલ કરે છે કે " હું " પડ્યો છુ , મારું સ્ખલન થયું છે તેથી જ અર્જુન મોટો છે ,મહાન છે , શુરવીર છે .
જીવન તત્વો ના સંઘર્ષોમાં અને જીવનસિદ્ધાંતોનાં સંઘર્ષમાં સતત ચાંચલ્ય આવી જ જાય છે . આ રોજ નાં જીવનનો અભ્યાસ છે . અર્જુનને તેવું ચાંચલ્ય આવી ગયું છે . ત્યાર પછી અર્જુન ખસી ગયો કર્તવ્ય ચ્યુત થયો અને પોતાનું સ્ખલન દર્શાવ્યું , એમાં જ અર્જુનની મોટાઈ છે . જીવન સંઘર્ષમાં આપણું પણ એવું જ થાય છે તેનું જ આ દર્શન છે .
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT