શિસ્તબદ્ધ કોરવો-એક્ય્યુક્ત પાંડવો :

શિસ્તબદ્ધ કોરવો , એક્ય્યુક્ત પાંડવો :

                   ભીષ્મના શંખનાદ બાદ અન્ય મહારથીઓએ કર્યા તેનું વર્ણન વેદવ્યાસે કર્યું છે 

આ વર્ણન પાછળ વેદવ્યાસ ણો આશય એ છે કે પાંડવોના સેન્ય માં અશિસ્ત છે ! સેન્ય માં 
પહેલો શંખ સરસેનાપતિ વગાડે .કોરવપક્ષમાં સરસેનાપતિ ભીષ્મ છે અને તેમને જ પહેલો 
શંખ વગાડ્યો છે કોરવ સેન્ય શિસ્તબદ્ધ છે પાંડવ પક્ષમાં ધુષ્ધ્રુમ સરસેનાપતિ છે પણ તેનો 
ક્રમ શંખ વગાડવામાં નવમો છે કૃષ્ણે પહેલો શંખ વગાડ્યો તે સમજી શકાય , પણ ત્યારપછી અર્જુને શંખ વગાડ્યો છે  તે શું રાજાનો છોકરો છે તેથી ? મિલિટરીમાં શિસ્ત ને માં આપવું જોઈએ .તે મુજબ ધ્રુસ્ત્શ્રુમ ને પહેલો શંખ વગાડવો જોઈતો હતો એટલું જ નહિ , ધ્રુષ્ટ્ધ્રુમ પહેલા જે આઠ જણા એ શંખ વગાડ્યા તેમાં શિખંડી પણ  હતો ત્યાર પછી ધ્રુસ્થ્દ્રુમ ને શંખ વગાડ્યો છે વેદવ્યાસે અતિશય અક્કલ અને હોશિયારીથી આ ચિત્રણ કર્યું છે .વેદવ્યાસને કહેવાનું છે કે કોરવ સેન્ય શિસ્તબદ્ધ છે પણ પાંડવ સેન્ય આત્મબદ્ધ ,ભાવબદ્ધ, ભાવ અને એક્ય્યુક્ત છે તેથી પહેલો શંખ કોણ વગાડે તેવો પ્રશ્ન તેમની સામે નથી "અમે બધા એક છીએ "
એવી એક ભાવના એમનામાં હતી કોરવો નાં સેન્યમાં આવી ભાવના દેખાતી નથી 

     
                            જ્યાં સુધી ભીષ્મ રણમેદાન માં હતા ત્યાં સુધી દ્રોણ મન મૂકી ને લડવા તૈયાર નહોતા .દ્રોણ મેદાનમાં  હતા ત્યાં સુધી કર્ણ લડવા તૈયાર નહોતો .કર્ણ હતો ત્યાં સુધી અશ્વથામા આવવા તૈયાર નહતા અને અશ્વથામા   હતા ત્યાં સુધી શલ્ય લડવા તૈયાર ન હતો . આ બધું શું દેખાડે છે ? કોરવસેન્ય  વેરઝેર થી ભરેલું , સ્વાર્થી અને ભોગલંપટ છે . જયારે પાંડવોનું સેન્ય ની:સ્વાર્થી અને એકતા થી ભરેલું છે તેથી લખતી વખતે પણ વેદવ્યાસે તે વખતનું આબેહૂબ ચિત્ર આપની આંખ સામે ઉભું કરે છે  

દિલસે ગુજરાતી




Comments