- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
મહાભારતનું યુદ્ધ સિદ્ધાંતોને કારણે હતું:
આ યુદ્ધ માનવ ને હઝારો સુધી વર્ષ માર્ગદર્શન આપવાનું હતું તેથી જ વેદવ્યાસે તેને આટલું મહત્વ આપ્યું છે; યુદ્ધ બે સિદ્ધાંતો ને કારણે થયું હતું . દુર્યોધન કહેતો હતો કે માનવી જીવનના ઉત્થાન માટે , તેના સુખ માટે ભગવાન અથવા ઈશ્વરની જરૂર નથી . દુર્યોધનનું રાજ્ય ભોતિક દ્રષ્ટીએ ઘણું સારું ચાલતું હતું . ભગવાનનો વિચાર કરવાનું બાદ કરીને બધાને તે રોટલો અને ઓટલો આપતો જ હતો .દુર્યોધન તે જ સિદ્ધાંતમાં માનતો હતો . તે ભગવાનને માનતો ન હતો પાંડવો એવું માનતા હતા કે માનવી જીવનના ઉત્થાન માટે સંસ્કૃતિના પાયામાં ઈશ્વર હોવો જ જોઈએ , માટે આ લડાઈ નિર્ણાયક હતી.
દુર્યોધને ઉભા કરેલા રાજ્યનું મહાભારતમાં સુંદર વર્ણન છે,તે વાચવા જેવું છે
તેના રાજ્યમાં પ્રજા સુખી હતી . તેમને ભોતિક સુખો બરાબર મળતા હતા.પ્રજાને રોટલા ઓટલાની ચિંતા ન હતી. પછી પ્રજાને ભગવાન શા માટે જોઈએ ? પાંડવ- કોરવ નું યુદ્ધ વિચારધારાનાનું યુદ્ધ હતું . ઇશ્વરાભિમુખ સમાજ ? કે ઈશ્વર વિમુખ સમાજ ? સમાજમાં વિચારની અને નીતિની ધારણા ઈશ્વર ઉપર આધારિત હોવી જોઈએ કે ઈશ્વરને છોડીને હોવી જોઈએ ? કોરવ પક્ષનો દુર્યોધન ઈશ્વરને છોડીને બધું ઉભું કરવા માગતો હતો . તેથી તત્કાલીન સમાજ સુખી પણ થયો . પરંતુ શ્રીકૃષ્ણ ને લાગ્યું કે જો આ ઝેર ઘુસી જાય તો બે હજાર વર્ષ સુધી માનવ પાછો ઈશ્વર તરફ વળશે નહિ. બે વિચારપ્રણાલી અને સિદ્ધાંતો વચ્ચેનો આ સંઘર્ષ હતો . તેથી મહાભારતનું યુદ્ધ નિર્ણાયક હતું . પિત્રાઈ ભાઈઓ વચ્ચેની લડાઈ હોત તો શ્રીકૃષ્ણ પણ તેમાં વચ્ચે પડત નહિ . તો તે કહી દેત કે ' તમે ફોડી લો ' બે ભાઈઓ ની લડાઈ માં શ્રીકૃષ્ણ ને વચ્ચે પડવાનું કારણ શું ?
આ યુદ્ધમાં અઢાર અક્ષોહિણી સેન્ય ભેગું થયું હતું .તે બધા મારવાના હતા .તેથીજ અર્જુનને લાગ્યું કે તેમની બધી સ્ત્રીઓ વિધવા થવાની , જે ભયંકર વાત હતી .આ યુદ્ધમાં કોરવો વિજયી થાત તો બે હજાર વર્ષ સુધી માનવ કાયમ માટે એમ માનત કે જીવનમાં ભગવાનને માનવાની કઈ જરૂર નથી . તેથી આ ધર્મયુદ્ધ હતું . ભગવાને તેથીજ "વિષમ" શબ્દ વાપર્યો છે .
ભગવાને અર્જુનને કહ્યું કે ' બધી રીતે આ યુદ્ધમાં તારે શો ભાગ ભજવવાનો છે તેનું મહત્વ તો તું જાણતો નથી આવી વિષમ સ્થિતિમાં આવું ડહાપણ તને ક્યાંથી સુજ્યું ? कश्मल એટલે મનની દુર્બળતા , તે તારા મનમાં ક્યાંથી આવી ? अनार्य जुष्टं - યોગ્ય,શ્રેષ્ઠ , સન્માનીય હોય તેને સંસ્કૃતમાં આર્ય કહે છે . ( આર્ય જાતિવાચક નામ નથી ગુણવાચક છે. કેટલાક લોકોએ તેને જાતિવાચક બનાવી નાખ્યું છે.) ભગવાન કહે છે કે , ' અર્જુન! તારો માર્ગ અનાર્ય છે . લડાઈમાંથી અને જીવનમાંથી ભાગનારે સ્વર્ગ ની અપેક્ષા ન રાખવી જોઈએ . જીવનથી ભાગનાર બીકણને સ્વર્ગ ક્યાંથી મળે ? આવતી રહેલી પરિસ્થિતિથી ભાગવું ન પડે તે માટે તો ઉપનિષદ અને ગીતા વાંચવાના. स्वाध्यायप्रवचनाभ्याम न प्रम्दिताव्यम એટલા માટે જ કહેવામાં આવે છે .જે જીવનના કટોકટીના પ્રસંગમાં હિંમતથી આગળ ઉભો રહે તેના માટે સ્વર્ગ છે . ભાગી જનાર અને યુદ્ધમાં પીઠ દેખાડવાવાળા માટે સ્વર્ગ નથી. ' અર્જુન ! અકીર્તિ આપનાર માર્ગે ન જા અને નામર્દ ના બન ! ' આમ કહીને ભગવાન અર્જુનનું સ્વાભિમાન જાગૃત કરે છે. क्षुद्रं ह्रदय दोर्बल्यम त्यत्क्वोत्चिष्ठ परंतप ' હૃદયનું ક્ષુદ્ર દોર્બલ્ય કાઢી નાખ અને ઉભો થા આમ કહીને ભગવાને અર્જુનને એક ફટકો મારી જોયો કે તે ઉભો થાય છે કે ? પણ અર્જુનનો રોગ જુદો હતો . તેથી અર્જુન બોલવાની શરૂઆત કરે છે .
પહેલા અદ્યાયમાં અર્જુન યુદ્ધના ભયંકર પરિણામો વર્ણવે છે . યુદ્ધ થયા પછી વર્ણસંકર પ્રજા થાય ,જાતિધર્મો અને કુલધર્મો નાશ પામે. યુદ્ધ થયા પછી આ બધી વાતો થાય જ છે . પ્રય્તેક યુદ્ધ એટલે અનીતિ ને નોતરું છે એમ સમજો. સ્થિર જીવનમાં ઉભી કરેલી નીતિ અસ્થિર જીવનમાં ચાલી જાય. 'જેટલા પ્રમાણમાં યુદ્ધો વધે તેટલા પ્રમાણમાં અનીતિ વધે .' આ જે અર્જુનને કહ્યું હતું તે શંકા વગરની વાત છે. અર્જુનને ભગવાનને કહ્યું કે ' આબધી વાતો તો તું પહેલેથી જ સમજતો હતો. '
ગુરુભક્તિને કારણે અર્જુનની દ્રિધા :
અર્જુન આગળ વધીને કહે છે.: कथं भीष्ममहं संखये द्रोणं च मधुसुदन -- અર્જુનનું દુખ જ આ છે. મને ખરો અર્જુન અહી દેખાય છે . જે ઋજુ છે. સરળ છે. તે અર્જુન . અર્જુન શુરવીર છે . પોરુષવાન છે.પણ અંતઃકરણનો સરળ છે.
હજારો માણસ વચ્ચે માણસ વ્યાખ્યાન આપે તેમાં એને ડર ન લાગે , પણ જો ગુરુ જેવો - જે તેને માટે પૂજ્ય હોય તેવો માણસ તેનું વ્યાખ્યાન સાંભળવા આવે તો તેના વ્યાખ્યાન માં કચાસ રહી જ જાય . તે કઈ ગભરાઈ ન જાય , પણ તેને વિભ્રમ થાય કે , ' હું કોની સામે બોલું છુ . ? ' અર્જુન મહાન યોદ્ધો ખરો , પણ તે कथं भीष्ममहं संखये द्रोणं च मधुसुदन -- કહીને ગબડી પડ્યો . તે કહે છે કે , 'હું ભીષ્મ - દ્રોણ ને કેમ મારું ? ' અર્જુનની આંખ સામે ચિત્ર ઉભું થયું કે "દ્રોણ મને પરોઢિયે ચાર વાગ્યે ઉઠાડતા હતા અને કહેતા હતા કે , 'અર્જુન ઉઠ , તારા અભ્યાસ નો સમય થયો .' હું ધનુષ્ય ઉપર બાણ ચડાવી શકતો ન હતો અને હાથ માંથી બાણ પડી જતું ત્યારે ગુરુ વાંકા વળીને તે ઉપાડતા અને મને પાછુ આપતા અને શરસંધાન કેમ કરવું તે શીખવાડતા. તે દ્રોણ ને હું કેમ મારું ? જેના ખોળામાં બેસીને મેં તેમના વસ્ત્રો મેલા કર્યા , જેના થકી હું નાનાનો મોટો થયો તે ભીષ્મને હું કેમ મારું ?" અહી અર્જુને पूजार्ह શબ્દ વાપર્યો છે . આપણે એમ સમજીએ છીએ કે અર્જુનને નીતિ અનીતિ ણી ખબર ન હતી , તેથી તે ગભરાઈ ગયો હતો . પણ નીતિ અનીતિનો પ્રશ્ન જ નથી.અર્જુનને નીતિની ખબર છે અને અનીતિની પણ ખબર છે . નીતિ અને અનીતિ વચ્ચે લડાઈ હોત તો અર્જુન નીતિ સ્વીકારત અને અનીતિ છોડી દેત . અર્જુનના મન ની લડાઈ બે નીતિ વચ્ચે ,બે ધર્મો વચ્ચે છે .
મેકડુંગલ કહે છે કે આદરની વૃતિ એ સહજપ્રેરણા છે. અર્જુન કહે છે કે , ' એક બાજુ પૂજ્યો પ્રત્યે આદર રાખવાનો મારો ધર્મ છે . અને બીજી બાજુ ક્ષત્રીય તરીકે લડવું એ પણ ધર્મ છે . તો મારે કયો ધર્મ બજાવવો? ' એટલે અર્જુનનો પ્રશ્ન ધર્માધર્મનો કે નીતિ અનીતિનો નથી . પણ બે ધર્મ નો પ્રશ્ન છે , બે ધર્મો વચ્ચેની આ લડાઈ છે. તે સ્પષ્ઠ ભાષામાં અર્જુને સમજાવ્યું છે. પોતાની ગડમથલ ક્યાં છે તે અર્જુને સમજાવ્યું છે. कथं भीष्ममहं संखये द्रोणं च मधुसुदन આટલું જ અર્જુન કહેત તો ઠીક છે , પણ અર્જુન पूजार्ह શબ્દ વાપરે છે. અર્જુનની દ્રષ્થીયે તે પૂજનીય લોકો જ છે. લડવાની વૃતિને ક્ષત્રીયની સહજપ્રેરણા કહેવાય કે નહિ એ શકાસ્પદ છે. અર્જુન કહે છે કે , લડવું એ મારા ઉપર સામાજિક કર્તવ્ય છે , જ્યારે આદર મારો સહજધર્મ છે. ' બે ધર્મની લડાઈ વચ્ચે અર્જુન સપડાઈ ગયો છે. અને તે અર્જુનની મુજવણ છે . અર્જુન પોતાનો શોક બીજા અધ્યાયમાં સ્પષ્ઠ ભાષામાં સમજાવે છે . તેને મરવા મારવાનો પણ આટલો શોક થતો હશે એમ લાગતું નથી . અર્જુનનું ખરું હૃદય જ બીજા અધ્યાય માં જોવા મળે છે .

દિલસે ગુજરાતી
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT