- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
આત્માની નિત્યતા
ભગવાન કહે છે કે સતનો નાશ નથી અને અસતનું સ્વસ્વરૂપ રહી અસ્તિત્વ નથી नासतो विधते भावो नाभावो विधते सतः આ શબ્દો તત્વજ્ઞાન ના છે તેથી સમજી લેવા જોઈએ . તત્વજ્ઞાનના આ બે મુખ્ય સિદ્ધાંતો છે આ અધ્યાત્મનો સમજાવ્યો
न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः
न चेव न भविष्यामः सर्वे वयमतः परमू
હું નથી જીવ નથી અને દ્રષ્ટા નથી ' એ વ્યવારમાં અથવા પરમાર્થમાં શક્ય નથી . જ્યાં સુધી જડ અને જગત ની વ્યવસ્થા છે ત્યાં સુધી દ્રષ્ટા રહેવાનો . "હું" નું ભાન જ્યાં સુધી છે ત્યાં સુધી જગત રહેવાનું અને જગત નું ભાન છે ત્યાં સુધી "હું" રહેવાનો મુક્તિમાં પણ "હું" આત્મસ્વરૂપ માં રહેવાનો છે એટલે શ્રીક્રીશ્નને કહેવાનું છે કે "હું" તું અને બધા જીવાત્મા ઓ અખંડ કાળ સુધી રહેવાના છીએ ભગવાને આ પહેલો સિદ્ધાંત કહ્યો છે જેન્મે ક્ષણિકવાદ નું સદંતર ખંડન કર્યું છે ત્યાર પછી આધિભોતિક દ્રષ્ટીથી એક સિદ્ધાંત સમજાવે છે
બધી અવસ્થાઓ દેહ ની છે
કોમાંર્ય , તારુણ્ય અને વાધર્કય એ દેહ ની અવસ્થાઓ છે આત્મા ની અવસ્થાઓ નથી દેહ તરુણ થાય છે આત્મા તરુણ થતો નથી એક કાળે મૃત્યુ આવે છે એમ નહિ . એ સતત આવે છે આપણે કહીએ છીએ કે "અમારી બા અગિયારસ ને દિવસે મારી ગઈ " એટલે કે એ દિવસે મૃત્યુ એ આવીને તેને પકડી . પણ એ ખોટી વાત છે મૃત્યુ સતત અંદર રહીને સ્થિતિ બદલાવતો રહે છે આજે આપણે બેઠા છીએ તેમાં પ્રત્યેકની જોડે કોઈ તત્વ હોય તો તે મુત્યુ તત્વ છે मुर्त्यु: सर्वेहरश्राहं-તમે કોર્માંર્યમાંથી તારુણ્યમાં ગયા તે કઈ એકદમ જતા નથી . હું અઢાર મી તારીખે કુમાર હતો . અને ઓગણીસ મી તારીખે યુવાન થઇ ગયો એવું થતું નથી . કોમાંર્ય માંથી હળવે હળવે બધા તારુણ્ય માં બધા જાય છે મુર્ત્યું તત્વ એકનો વિનાશ કરી તે ઠેકાણે બીજું સ્થાપિત કરું રહેવાનું તે મૃત્યુ આપણા જીવનમાં સતત આ ક્રિયા કરતુ રહે છે . તેથી ભગવાન ચોવીસ કલાક આપડી જોડે છે તેમ મૃત્યુ પણ ચોવીસ કલાક આપણી જોડે છે તેથી મૃત્યુ થી ડરીને , ભાગીને , મૃત્યુને ભયંકર ગણીને તેનાથી દુર થવું તેનો કઈ અર્થ નથી પાંચભોતિક દેહને અવસ્થાનાંતર છે આત્માને અવસ્થા નથી આત્માને અવસ્થા નથી
કોમાંર્ય ,યૌવન અને જરા એ અવસ્થાઓ પાંચભોતિક શરીરની છે પણ આત્મારામની નથી તેથી મોહ થવાનું કારણ નહિ ધીર લોકો તે બારમાં મોહ કરતા નથી મનુષ્યને જે મોહ છે તે સગપણ નો , ચહેરાનો અને ઉપરછલ્લા પ્રેમનો છે તે તો બધું જવાનું જ છે . આપણને સગપણ નો મોહ છે આત્મા નો મોહ નથી અને શરીર નો પણ મોહ નથી કેમ કે શરીર તો પ્રતિક ક્ષણે બદલાય છે
એક ભાઈ ની પત્ની મારી ગઈ . પત્ની ને પતિ ઉપર ખુબ પ્રેમ હતો તે પાછી પોતાના પતિ પાસે જવા માગતી હતી કર્મ અને ન્યાય ના લીધે તે પોતાના પતિ પાછે જ આવી પણ કેવા રૂપે આવી ?પતિના પગે ખરજવું થયું હતું તેમાં અનંત જીવડા હતા તેમાં તે માદા રૂપે આવી . આત્મા તે જ હતો પણ ચહેરો બદલાઈ ગયો .પોતાની પત્ની જંતુ થઇ ને આવી હોય તેથી કોઈ ખરજવું થોડું સંભાળે ? તે તરત જ દવા લગાડીને મારી નાખે . શોકનું મૂળ કારણ છે . દેહાશક્તિ .તેથી આત્મા નિત્ય છે . દેહ નશ્વર છે .આ સ્રીદ્ધાંતો કહીને કહ્યું કે न त्वं शोचितुमहर्षि શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને એમ કહેવા માગે છે કે " આ ચહેરાનો મોહ છે ધીર માણસ તેમાં મોહ પામતો નથી .
એક ત્રીજો શ્રીદ્ધાંત -
मात्रास्पशास्तु कौन्तेय शीतोष्णसुखदु:खदा:
વિષય અને તજ્જ્ન્ય સુખનો વિચાર માંનોગોચર છે . અંતઃકરણ ગોચર છે તે આત્મગોચર નથી. આ આખો માનસશાસ્ત્રીય વિચાર છે. ગીતામાં તો જેટલા ઊંડા જાસો તેટલો વધારે ઊંડો અર્થ મળશે . જિંદગી અને બુદ્ધિ ખલાશ થાય પણ ગીતાનો અભ્યાસ પૂરો ન થાય .
આ માનસશાસ્ત્રીય વિવેચન છે. તેમાં ભગવાને ચાવાર્ક ઇત્યાદિ દેહાત્મ્વાદી ઓને જવાબ આપ્યો છે . વિષય અને વિષયજન્ય સુખો માંનોગોચર છે .અંતઃકરણ ગોચર છે . પણ આત્મગોચર નથી એમ સમજાવે છે .તેથી મન ચંચલ થાય .બુદ્ધિ ગબડી પડે , પણ આત્મસ્વરૂપ બદલાશે નહિ એમ કહે છે , સુખ, દુઃખ અથવા મૃત્યુ અંતઃકરણ ની અવસ્થાઓ છે. આત્મારામની અવસ્થા નથી એમ કહીને ભગવાને તાર્કીકો નું ખંડન કર્યું છે બારથી બારથી ૧૪ એમ ત્રણ શ્લોકોમાં ભગવાને ત્રણ પ્રભાવી વિચાર સમજાવ્યા છે . આ ત્રણ શ્લોકોમાં પ્રથમ ક્ષણિક વિજ્ઞાનવાદીઓનું , પછી દેહાત્મવાદીઓનું અને ત્યાર પછી તાર્કીકોનું ખંડન છે .
klick મરણ તો દેહ ની પ્રકૃતિ છે
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT