મનઃશાન્તિ કેમ મળતી નથી?

મનઃશાન્તિ કેમ મળતી નથી?

      મનની શાંતિ કેમ મળતી નથી? માણસ અશાંત છે, અસ્વસ્થ છે.  આજે માણસો મંદિરમાં જાય છે , ભક્તિ કરે છે. ગીતા ઇત્યાદિ પુસ્તકો વાંચે છે. તેમને મનની શાન્તિ મળતી નથી. કોઈ સાધુ - સન્યાસી આવે તો તેની પાછળ નાચતા રહે છે. પણ તે લોકો ગાંડા નથી અને મૂર્ખ પણ નથી. પણ એ લોકોને મનઃશાન્તિ નથી એ હકીકત છે. જે અમેરિકામાં ઘેર ઘેર થયું છે.તે જ ધીરે ધીરે ભારતમાં થતું જાય છે. માણસને મનઃશાન્તિ જોઈએ, પણ તે મળતી નથી. માણસને ચેન કેમ પડતું નથી? આનંદ કેમ મળતો નથી ? આ બધાનો જવાબ એક જ છે.

 એક વખત બાદશાહે ત્રણ પ્રશ્નો પૂછ્યા અને કહ્યું કે આ ત્રણે પ્રશ્નોના જવાબ એક જ વાક્યમાં માંડવો જોઈએ. આ પ્રશ્નો આ મુજબ હતા (1) ઘોડો અટક્યો કેમ ? (2) પણ સડ્યું કેમ ? (3) ભાખરી બળી કેમ ?   એકજ વાક્યમાં ત્રણે પ્રશ્નનો  જવાબ આપવો મુશ્કેલ હતો. તેથી કોઈ જવાબ આપી શક્યું નહી. ત્યારે બીરબલ ઉભો થયો અને કહ્યું "જહાંપનાહ ! ફેરવ્યો નહિ તેથી ઘોડો અટક્યો કેમ?   ફેરવ્યો નહિ તેથી. તેને દરરોજ ફેરવત તો તે અટકત નહિ.ભાખરી બળી કેમ?તો કહે ફેરવી નહિ તેથી.  પાન  સડ્યું કેમ ? એ પાન  ખાવાવાળાને ખબર છે. તે લોકો પણની થપ્પીની ઉપરનું પણ કોઈ દિવસ લેશે નહિ. વચ્ચેથી જ એકાદ પણ કાઢીને ખાય.પાન રોજ ફરવા જોઈએ, નહિ તો સડી જાય. આવી રીતે મનઃશાન્તિ કેમ મળતી નથી? ચેન કેમ પડતું નથી? અને આનંદનો સ્ત્રોત કેમ મળતો નથી ? આ બધા પ્રશ્નોનો જવાબ પણ એક જ છે કે ફારિયો સ્વાધીન નથી તેથી. ઇન્દ્રિયો તાબામાં લેવી જોઈએ.

  જ્યાં સુધી તું જ્ઞાનનું અથવા પ્રભુનું ધ્યાન ડરતો નથી ત્યાં સુધી વિષયનું ધ્યાન રહેવું એ તદ્દન સ્વાભાવિક છે. તારે માટે એકજ રસ્તો છે છે કે પ્રભુમાં પ્રેમ લગાડ અથવા તો જ્ઞાનમાં મગ્ન રહે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી, કારણ આખા જગતમાં વિષયો તો રહેવાના જ. ભગવાનની સુંદર મૂર્તિ પણ અધ્યાત્મની દ્રષ્ટિથી તો વિષય જ છે. આપણે દર્શને જઈએ તો ત્યાં પણ શણગાર જોઈને આવીએ. તેથી મંદિરમાંથી નીચે ઉતાર્યા કે શણગારનું વર્ણન થાય. આ મશ્કરી નથી. શણગારના પણ દર્શન છે અને તેની પણ કિંમત છે. પણ આપણે બધી જગ્યાએ બધે ઇન્દ્રિયસુખ જ જોઈએ છીએ. 

  બુટ્ટી પહેરવાની  નથી તેથી બીજાએ અને તેમાં પણ  ભગવાને પહેરેલી બુટ્ટી જોઈએ તો સારું. કેમ કે બીજા કોઈની બુટ્ટી જોઈએ તો મત્સર નિર્માણ થાય અને ભગવાને પહેરેલી બુટ્ટી જોઈએ તો મત્સર ન થાય. આ  દ્રષ્ટિથી બુટ્ટી જોવા મળે અને તેની ખરાબ અસર ના થાય એટલા  સારામાં સારા ઘરેણાં ભગવાનના ગળામા જોવા. પણ અહીં મુદ્દો આ છે કે આ વિષયનું ચિંતન ચ. તેથી જ્ઞાન અથવા તો પ્રભુનું ચિંતન થાય તે માટે પ્રયત્ન . ગીતાનો સ્થિતપ્રજ્ઞ સંયમી કર્મયોગી છે. તે નિષ્કામત્વ માન્ય  કરે છે અને છતાં કર્મયોગી છે. નિષ્કામત્વ માન્ય કરવા છતાં તે અકર્મણ્ય બનેલો હોતો નથી. 

 કર્મનો કર્તા બનતો નથી 





Comments