શ્રીમદ ભગવતગીતા

અધ્યાય 1 
ગીતાની વિશિષ્ટતા :
આપણે એક મહાન ગ્રંથની વિચારધારા સમજવાની શરૂઆત કરીયે છીએ 
આ ગ્રંથની મહતા વિશે કોઈ શંકા નથી વૈશ્વિક કાર્ય ને માટે ઇશશક્તિએ આ ગ્રંથનું ગાન કર્યું છે 
તત્વજ્ઞાન જેવી ઉચ્ચ વિચારણા આ ગ્રંથ માં જોવા મળે છે તેવી બીજે કોઈ ઠેકાણે જોવા મળતી નથી 
પૂર્ણતા ની ટોચ સુધી લઇ જવા વાળો આ ગ્રંથ છે આવા ઉત્સકૃથ ગ્રંથનું સિંહાવલોકન કરવું મારા જેવા સામાન્ય માણસ ને માટે શક્ય નથી શ્રીકૃષ્ણ ભગવાને પોતાના પ્રિય પાર્થ ને જે કઈ કહ્યું તે આપણે કેવી રીતે સમજી શકીશુ ? છતાં એક ઉપાશક તરીકે , હૃદય કાતર થતું હોય તો પણ , એક વધારાનું તુલસીદલ ભાવપૂર્ણ હૈયે આ મહાન ગ્રંથ પાર ચડવામાં વાંધો નથી 

          ગીતાનો મહિમા અનેરો છે ઓછા માં ઓછી સાઠ થી સીતેર ભાષામાં ગીતાનાભાષાંતરો થયા છે કેટલાક ધર્મ ગ્રંથો નું અઢીસો ભાષા માં પણ ભાષાંતર થયેલું છે ,પણ તે કાર્ય તેના પ્રચારકો એ કરેલું છે ગીતાનું ભાષાંતર ગીતાને માણનારોએ તેના પ્રચાર માટે કે તેનું મહત્વ વધારવા માટે કર્યું નથી ,ઉલટું ગીતા પ્રેમી સમાજ ગીતાના પ્રચાર માટે ઉદાસીન રહ્યો છે ,પરંતુ પરદેશી લોકોએ ગીતા વિચારની સનાતનતા જોઈને આત્યતિક પ્રેમથી તેનું ભાષાંતર કર્યું છે તેથી જ ગીતાના ભાષાંતરની કિંમત છે 

આજે પોતાની ઉદાર ,ઉદાત્ત અને પ્રશસ્ત વિચારોની અસર છે   એમ અમેરિકા માને છે આવી ઉદારમતવાદીતા આવી છે તેનું કારણ ઇમસર્ન છે ઇમર્શન ને જીવનના અડતાળીસ  વર્ષ યુનાઇટેડ સટેસ્ટ્સના કોન્કોર્ડ શહેરમાં ગાળ્યા હતા ઇંમશ્રણ થોમસ કાર્લાઈલ ને ઇંગ્લેન્ડ માં જયારે મળ્યા ત્યારે કાર્લાઇલે જીવનના સત્ય સિદ્ધાંતો થી ભરેલા ગ્રંથ તરીકે ગીતાગ્રંથ ની તેમને ભેટ આપી હતી ઇતિહાસે આ વાત નોંધી છે ઇમર્શને ગીતાની વિચારધારા પૂર્ણપણે સ્વીકારી છે ગીતાની અસર ઇમર્શન ઉપર થઇ છે  અને ઇમર્શન ના વિચારોની અસર અમેરિકા માં જોવા મળે છે 

ગીતાના જીવન ના સત્ય સિદ્ધાંતો ની મોહિની જ કઈ વિશિષ્ટ છે આપણા દેશમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટટિંગ્સ આવ્યો હતો તેના ઉપર ગીતામાં કહેલી વિચારધારા ની એટલી અસર પડી કે તેને ચાર્લ્સ વિલીકન્સ નામના પોતાના મદદનીશ ને પાંચ વર્ષ સુધી કાશી માં ભણવા મોકલ્યો હતો ત્યારબાદ 1875 માં વોરન હોસ્સ્ટિંગ્સ "મારવા અને મારવા 'વિષેના ટોચના સિદ્ધાંતો નું તત્વજ્ઞાન કહેવાવાળી ગીતાનું ભાષાંતર કર્યું અથાર્ત ગીતાના પ્રચાર માટે ભાષાંતર કરેલું હોટ તો તેની એટલી કિંમત ના હોત જો પ્રચાર નો જ ઉદેશ હોત તો જગત ની બધી જ ભાષામાં માં તેનું ભાષાતર થઇ ગયું હોત જીવનમૂલ્યો ઓળખવાવાળા માણસો જુદા અને પ્રચાર કરવાવાળા માણસો જુદા પ્રચારકો ની કાર્ય ની પાછળ એક રાજકારણ આવી જાય છે 

શરરૂઆતમાં આ સાહેબો નું નામસ્મરણ કર્યું તે લોકો નામસ્મરણ કરવા જેવા જ છે જેમને ઇમર્શન અને કાર્લાઈલ ને વાંચ્યા હશે તેમને ખબર હશે કે એ બંને નમસ્કાર કરવા જેવા છે આ સાહેબોએ ગીતા ઉપર પ્રેમ કર્યો તેથી ગીતા સારી છે એવું મારું કહેવું નથી --સાહેબ બોલે તે પ્રમાણ માનવું એ એક જાત નું બૌદ્ધિક દેવાળું છે પરંતુ આજે બોલતી વખતે તમે ગીતાનું વાક્ય ટાંકો તેના કરતા સાહેબનું વાક્ય ટાંકો તો કહેવાતા ભણેલા લોકો તમને ડાહ્યા સમજે આ એક જાત ની બૌદ્ધિક અવનતિ છે ગીતાના જીવન સત્યો સાર્વજનીન છે તે કહેવા માટે સાહેબોનું નામસ્મરણ કર્યું ;અમુકેક પંથ ,અમુકેક સંપ્રદાય અથવા અમુકેક જાતનો ચાંલ્લો કરવાવાળા વર્ગ માટેજ ગીતા છે એવું નથી ગીતાનું કેવળ ભારત માંહેલા ભાવિકો અથવા રાષ્ટ્વાદી પ્રચારકો ભાષાંતર કેરેટ તો તેમાં બહુ મોટી વિશિષ્ટતા ન હતી પરંતુ આ ભાષાંતર રાજ્કારણરહિત જ્ઞાન અને શાંતિ ના પિપાશું એવા પરદેશી પંડિતોએ કર્યું છે તેથી તેનો ઉલ્લેખ કરું છું 

દેશવિદેશના રાજકારણી તત્વજ્ઞ આત્મજ્ઞ આત્માનુંભૂતિવાળા કર્મરત જ્ઞાની અને ભાવભક્તિ થી ભરેલા માણસોને ગીતાગ્રંથ,માં જેટલું તરવું હોય તેટલું તારી શકે એવો ટૂંકમાં બધી કક્ષા ના લોકોને માન્ય થાય એવો આ ગ્રંથ છે ગીતા ગ્રંથ વિશ્વના સર્જનહાર ,અવતાર એવા ભગવાન ગોપાલકૃષ્ણે ગાયો છે તેથી સમગ્ર માનવજાતિ માટે આ ગ્રંથ કહેવામાં આવ્યો છે ગીતા ગ્રંથ આતળો મહાન હોવા છતાં તેની ભાષા શાદી સરળ સહેલી રોચક રસાળ અને પ્રાસાદિક છે ગીતાનો કોઈ પણ અધ્યાય ગાઓ તો ગાતા ગાતા તેની પ્રાસાદિક્તા અનુભવવા મળશે શરૂઆતમાં તો પહેલા અધ્યાયમાં કૌરવ અને પાંડવ પક્ષના અગ્રણી યોધ્યાયોએ યુદ્ધની શરૂઆતમાં શંખો વગાડ્યા તેનું  વર્ણન છે છતાં ય તે શ્લોકો ગાતી વખતે વાણી ની પ્રાસાદિક્તા અનુભવવા મળે છે આ અધ્યાયમાં જ ગીતાની સંપૂર્ણ પાશ્વભૂમિ ધ્યાનમાં આવે છે તે વખત નું રાજકારણ અને જુદા જુદા લોકોનું માનસદર્શન અહીં થાય છે 

ગીતાના તત્વો ચિત્તહર અને જીવનપ્રેરક છે એમાં શંકા નથી સાથે સાથે ગીતાની પરિસ્થિતિ પણ સ્ફ્રુતિદાયક છે ગીતાનો પહેલો અધ્યાય પરિસ્થિતિ સમજાવે છે વિહ્વળતામાંથી ગીતા જન્મી છે શોક -વ્યાકુળ અને શોકવિહ્વળ થઇ ગયેલો અર્જુન અને સ્નેહવ્યાકુળ અને સ્નેહવિહ્વળ થયેલા શ્રીકૃષ્ણનો આ સંવાદ છે તેથી વિવિધ પ્રકારના દુઃખોથી વિહ્વળ બનેલા માનવને આ સંવાદ જીવન વ્યવહાર માં ખુબ જઉપયોગી છે 



સહજ વહેલી સ્તન્યધારા 
 આ તત્વજ્ઞાન ગાયેલું હોવાથી તેને "ગીતા"કહેવાય છે તેમાં ધર્મ ,ભક્તિ અને જીવન માં સિદ્ધાંત ગાયેલા છે આ ધર્મો અને સિદ્ધાંતો કોને ગાયા ?? ષડગુણેશ્વર્યયુક્ત ભગવાને તે ગાયા છે તેથીજ શ્રીમદ ભગવતગીતા તેનું નામ પડ્યું છે 
ભગવાને ગીતાનું ગાન કોઈને સમજાવવા માટે કર્યું છે કે ? ભગવાને પોતાની વિદ્રતાનું પ્રદર્શન કરવાનું હતું કે ?અથવા તો  ભગવાનને સ્વમતનું મંડન  કે પરમત નું ખંડન  કરવાનું હતું કે ?ભગવાનને કોઈ ને માનવાનો હતો કે ? કોઈને માનવાનો પ્રશ્ન આવ્યો કે ત્યાં લાચારી આવી જ પછી ભલે ને બાપ છોકરાને મનાવતો હોય કે પતિ પત્નીને મનાવતો હોય વૈશ્વિક માનવજીવનની આધાર શીલારૂપ ગીતાગ્રંથ હોય ,તો તેમાં કોઈ ને માનવાની વાત જ ન હોય  ગીતામાં સ્વમતખંડન ,પરમતખંડન ,પાંડિત્ય પ્રદર્શન કે એવી અન્ય કોઈ જ વાત નથી તો ? અહીં અતિ પ્રેમને લીધે જગદંબાના સ્તનમાંથી ધાવણ સ્તરવા લાગ્યું છે તેની પછવાડે કોઈ હેતુ છે કે નહિ તેની મને શંકા છે ,સ્તનદાયીની માતા પાસેથી દૂધ ખેંચવાની પણ જરૂર પડી નથી એવું જે સ્તન્ય મળ્યું  તે જ ગીતા છે અને એ માજ ગીતાનું મહત્વ છે 

  ગીતા રાણાગણ માં ગવાયેલી છે છતાં કેટલાક વિનોદી ,તાત્વિક દાર્શનિક લોકોએ તેને લગ્નપ્રંશગ જ ઠરાવ્યો છે ગીતામાં છેલ્લે જીવ અને ભગવાનનું લગ્ન થાય છે ગીતા પ્રેમપત્ર છે 

  પાર્થનો 'વિષાદ 'નામનો છોકરો અને પરમાત્માની "વાણી ' નામની કન્યા એ બંને પરણ્યા અને તેના ફળરૂપે જે નિર્માણ થઇ તે ગીતા લોકપાવની છે 


કુરુક્ષેત્ર એટલે શું ?

















.

Comments

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Post a Comment

THANK YOU YOUR COMMENT