ધુતરાષ્ટ્ર

ધુતરાષ્ટ્ર અને હુતરાષ્ટ્ર 

વિનોદમાં કહેવાનું હોય તો અહીંયા 2 પક્ષો ઉભા છે ,.એક ધૂતરાષ્ટ્ર અને બીજો હુતરાષ્ટ્ર ,.धूतराष्ट એટલે राष्टं येन सः જેને રાષ્ટ પકડી રાખ્યું છે તે, ઉલટું સુલટુ કરીને ,ખોટું કરીને ,જુગાર રમીને તે પાંડવોનું રાજ્ય લઈને ઉભો રહ્યો છે ,    પરંતુ સામેવાળો બીજો પક્ષ हृतराष्ट्र   છે  ह्रुतराष्ट એટલે જેનું રાષ્ટ ખેંચાઈ ગયું છે તે હંમેશા હુંતરાષ્ટ નો પક્ષ લડાઈમાં ઉત્સાહી હોય અને દૃતરાષ્ટ અનુઉત્સહી હોય ,કારણ ,કે જેને રાષ્ટ પકડી રાખ્યું છે તે પરાજિત થાય , તો તેને ગુમાવાનું થાય અને વિજયી થાય તો પણ ગુમાવવું પડે હ્રુતરાષ્ટ વાળા ને જાય મળે કે પરાજય મળે ,તેને ગુમાવવાનું તો કઈ હોય જ નહી આપણે અને અંગ્રજો લડતા હતા ,આપણે ન ગુમાવ્યું , આપણામાં તે વખતે લડાઈને માટે ઉત્સાહ હતો અને અંગ્રેજો ને લડાઈ નહોતી જોઈતી ,વિશ્વ નો નિયમ છે કે હુતરાષ્ટ હંમેશા લાડવા તૈયાર જ હોય , જયારે ધૃતરાષ્ટ્ લાડવા નીરઉત્સાહી હોય 

ઘૃતરાષ્ટ્ એટલે કોણ ?
                धृतं राष्टं એટલે ભૌતિક સંપત્તિ સર્વશ્રેષ્ઠ છે એવું માનવાવાળા બધા જ ધૃતરાષ્ટો છે કેવળ એક કાળે ધૃતરાષ્ટ થઇ ગયો એવું નથી પૈસા ,વેપાર ,ઉદ્યોગ ,ધંધો -આ ભૌતિક સંપત્તિ જ શ્રેષ્ઠ છે એવું માણવાવાળા ધૃતરાષ્ટો છે ધૃતરાષ્ટો હંમેશા આંધળા હોય છે હજારો વર્ષોનો ઇતિહાસ એવો જ છે જેમને કેવળ રાષ્ટ્ર પકડવાનું હોય તે લોકો આંધળા હોય છે તેમની પત્નીઓ પણ આંધળી હોય છે 

     બહુ વર્ષો થી વેદિક તત્વજ્ઞાન ગયું , ગીતાનો સ્વાધ્યાય છૂટી ગયો એટલે આ સંસાર ના અર્ધા ભાગમાં વ્યાપી ને રહેલી સ્ત્રીઓની જમાત આંધળી થઇ ગયી છે એનું કારણ પુત્રમોહ અને ધણી ના તાલ પાર નાચવું એમાં જ સ્ત્રી પોતાના જીવનનું સાર્થક્ય સાંજે છે જે દિવસથી સ્ત્રી આવું સમજવા લાગી તે દિવસથી સ્ત્રીને આંખો હોવા છતાં આંધળી થઇ છે 

       ભૌતિક સંપત્તિને જ શ્રેષ્ઠ માનનાર ધૃતરાષ્ટો અને આવી ગાંધરીઓના સંતાનો કેવા થાય ? દુઃશાસન દુશીલા ,દુઃર્યોધન,..............વગેરે કૌરવોના નામ જુઓ ઘણાખરા નામોની આગળ 'दुस 'છે , दुः એટલે દૃષ્ટ અથવા દૂખી ,આખી ઓલાદ દ્રુષ્ટ અથવા તો દૂખી થઇ એનું કારણ ગાંધારી છે પતિને આંખો નથી તેથી ગાંધારીએ (સ્ત્રીએ ) પણ આંખો ઉપર પાટો બાંધી રાખ્યો છે ધણી ના તાલ ઉપર નાચવું એ જ પોતાનું કર્તવ્ય છે ,પોતે એક રમકડાંની જેમ નાચવું જોયીએ એવું તેને નાનપણથી ભણાવવામાં આવતું पतिरेको गुरुः स्त्रीणां। પતિ જ સ્ત્રીનો ગુરુ છે તેના પરિણામે સ્ત્રી ધણીના તાલ ઉપર નાચે અને ધણી વિત્ત અને ભૌતિક સંપત્તિથી નાચે ,વળી એવા જ પુત્રમોહ થી વ્યાકુલ થાય , આવી વૃત્તિ રાખવાવાળા તે બધાજ આંધળા જ  કહેવાય 

ધુતરાષ્ટ્ર ની ચિંતા :
પ્રથમ અધ્યાયના આરંભે ધૃતરાષ્ટ્ર ની ચિંતા છે ,ગીતાના પહેલા અધ્યાય નો પહેલો શ્લોક વાંચો ,તે વખતની પરીસ્થિતિ સમજવા માટે આ શ્લોક સમજવાની આવશ્યકતા છે જેટલી ગીતા જીવનદાયી અને સંજીવની છે તેટલી જ તેની પરિસ્થિતિ સ્ફૂર્તિદાયક છે પહેલો અધ્યાય યુદ્ધભૂમિ અને યુદ્ધના પરિણામોનો સચોટ ખ્યાલ આપે છે 

           ધૃતરાષ્ટ્ર પહેલા જ શ્લોક માં પૂછે છે "કૌરવો અને પાંડવો શું કરે છે ? " ખરેખર તો આવું પૂછવાનો અર્થ જ શો   છે ? આ બધા ભેગાં થયા હતા તે શું સમૂહમાં જમવા કે રમવા ભેગા થયા હતા ? અરે! વર્ષોથી પડઘમ વગાડતા વગાડતા લડાઈ ના મેદાનમાં આ શુરો અને યોદ્ધાઓ આવ્યા હતા તેથી જ ધુતરરાષ્ટ્રએ એટલુંજ પૂછવું જોઈતું હતું કે " युद्धस्य आरम्भो  जातः न वा -યુદ્ધપ્રવુતિ શરુ થઇ કે નહીં ?"પણ ધુતરાષ્ટ્ર એવું નથી પૂછતો ,આમાં વેદવ્યાસને કંઈ સમજાવવું છે જો તે વખત ની પરિસ્થિતિ સમજશો તો ખબર પડશે , અહીંયા ધુતરાષ્ટ્રએ કંઈ ભળતું જ બોલી નાખ્યું છે , ધુતરાષ્ટ્ર ભળતું જ શા માટે પૂછે છે ? એની પછવાડે બહુ મોટો ઇતિહાસ છે આવતીકાલે પાછળ નો ઇતિહાસ કાળના પેટમાં ચાલ્યો જાય તો પણ ધુતરાષ્ટના किमकुर्वत संजय આ પ્રશ્ન ઉપરથી જ સમજાઈ જાય છે ધુતરાષ્ટ્રને આ યુદ્ધ જોઈતું ન હતું , કેમ કે યુદ્ધ કરીને તેને ગુમાવવાનું હતું તેનો પક્ષ હારે તો પણ ગુમાવવું પડે અને  જીતે તો પણ ગુમાવવું પડે તેથી જ ચિંતાથી ભરેલો દેખાય છે 




પાછળનું પેજ                                                                           આગળનું પેજ 


કુરુક્ષેત્ર એટલે શું ?                                                             યુદ્ધ પહેલાંની સંજયવિષ્ઠિ                                    

        
.
.
.
.

Comments