મોક્ષને માર્ગે લઇ જતો વિષાદ

મોક્ષને માર્ગે લઇ જતો વિષાદ :

 

 

Shrisrishna-Arjun -શ્રીકૃષ્ણ -અર્જુન

 

 પહેલા અધ્યાયમાં અર્જુનના વિષાદનું સીહાલોકન કર્યું ,અર્જુન વિષ્ણણ બની ગયો છે .અર્જુનમાં સ્વાર્થપરાયણતા નથી. સ્વાર્થ જતા જ કર્મપરમુખતા આવી. અર્જુનને લડવા માટે કઈ જ પ્રેરણા રહી નથી.તેથી જ અર્જુન કિંકતવ્યમૂઢ થયેલો દેખાય છે.

                   વિષાદયોગની ભૂમિકા સમજી લેવા જેવી છે.વિષાદ યોગ કેમ બને ?વિષાદ એટલે ખિન્નતા . ખિન્નતા એટલે ઉત્સાહ નો અભાવ. તો પછી તેનો યોગ કેમ થાય ? વિષાદ આવે એટલે કર્મમંદતા આવે.કર્મમંદતા આવે એટલે કર્મવિપરીતતા આવે તો પછી એને યોગ કેમ કહેવાય ? વિકાસના પાયામાં વિષાદ હોવો જ જોઈએ. મોક્ષની શરૂઆત પણ વિષાદથી જ થાય .માણસને જ્યારે આત્મરતિ ,આત્મતૃષથી અને આત્મપુષ્ટિ ગમવા લાગે ત્યારે તે મોક્ષમાર્ગ તરફ વળે.તેમાં આત્મરતિ પહેલી વાત છે . આપની અંદરના 'સ્વ ' નો આનંદ લુંટવાનું મન ક્યારે થાય ? આત્મરતિ (subjective happiness ) તરફ માણસ ક્યારે વળે? ઉંમર થયા પછી ?ના. જ્યારે માણસથી વસ્તુસાક્ષેપ સુખ (objectiv hapiness )માં રહેલી લાચારી સહન ન થાય ત્યારે તે આત્મરતિ તરફ વળે છે .વસ્તુસાપેક્ષ સુખ અને આત્મિક સુખમાં જે આનંદ (happiness)છે તેમાં વિશેષ ફરક છે . એક ક્ષણિક છે બીજો સ્થિર છે , એક પરતંત્ર છે અને બીજો સ્વત્રંત્ર છે . વસ્તુસાપેક્ષ સુખમાંના આનંદની પરતંત્રતા જ્યારે માણસ ને સાલવા લાગે , તેના માટે જ્યારે ચીડ ચડે ,તેનો કંટાળો આવે ત્યારે તે આત્મરતિ તરફ વળે . એને એમ લાગે કે વસ્તુનિષ્ઠ આનંદ મેળવવા માટે મારે વિષયોને સાચવવા પડે છે .મોગરાના ફૂલ ની સુગંધ સારી ખરી , પણ તે મેળવવા માટે મારે મોગરાના છોડ ને સાચવવો પડે ,તેની માવજત કરવા માટે માટીમાં હાથ નાખવા પડે ત્યારે છોડ ઉપર મોગરાનું ફૂલ આવે .અને તે પણ રાત્રે ૧૨ વાગ્યે મને ફૂલ જોઈએ તો મળે નહિ ;મારે સવાર સુધી રાહ જોવી પડે .આમ વસ્તુનિષ્ઠ આનંદમાં વસ્તુ ને મનાવવી પડે ,તેના માટે લાચારી કરવી પડે પછી તે ફૂલ ,સૃષ્ટિ ,નિસર્ગ ,પુસ્તક ,પત્ની કે બાળક ,ગમે તે હોય .તમારે તેની પાસે આનંદ મેળવવાનો હોય તેની લાચારી કરવી પડે .અને તેને મનાવવો પડે .જેટલા પ્રમાણ માં માણસ ને આવી લાચારી સાલવા લાગે ,તેટલા પ્રમાણ માં જીવન તેજસ્વી બનતું જાય .ત્યાર પછી જ મોક્ષમાર્ગ ની શરૂઆત થાય છે .એટલે આ એક વિષાદ જ છે .અને વસ્તુનિષ્ઠ આનંદમાં પારતંત્રથી વિષાદ જરહે છે .વસ્તુનિષ્ઠ આનંદમાં આવતું રહેલું આ એક દુ:ખ છે,વિષાદ છે.કેમ કે તેમાં હું લાચાર બનું છુ , પરતંત્ર થાઉં છુ , મારે કોઈની દાઢીમાં હાથ નાખવો પડે છે .તે વગર મને સ્વાસ્થ્ય ,સુખ ,આનંદ મળતા નથી .આવા માણસો ને જ્યારે વિષાદ નિર્માણ થાય ત્યારે જ તે મોક્ષને માર્ગે વળે છે .આજે આપને મોક્ષમાર્ગ અથવા મુક્તિમાર્ગ પર ચાલતા રહેલા લાગીએ છીએ તેનો કઈ અર્થ નથી .આપણે તો કોઈ મંદિરે જવા લાગે તેને મોક્ષમાર્ગી કહેવા લાગીએ છીએ .પણ તેને અને મુક્તિ ને દુર ણો સંબંધ હોય છે .મુક્તિ મારે પહેલી વાત એ હોવી જોઈએ એ કે વસ્તુનિષ્ઠ આનંદમાની લાચારી ,દીનતા ,પરતંત્રતા ,સાળીને અંતકરણમાંવિષાદ નિર્માણ થવો જોઈએ ત્યારે જ વસ્તુનિષ્ઠ આનદ કરતા બીજો કોઈ આનદ છે કે કેમ તે જોવાનું મન થાય . આમ મોક્ષમાર્ગમાં પણ વિષાદથી જ શરૂઆત છે .

 ભક્તિ માટે પણ વિષાદ ઉપકારક :

                   ભક્તિમાં પણ વિષાદ જ થાય છે .મારી શક્તિ જ્યારે ઓછી પડે ત્યારે જ બીજાને (એટલે ભગવાનને ) મદદ માટે બોલવું . ભક્તિ એટલે શું ? બીજાની મદદ લેવી, બીજાને ચીટકી બેસવું , બીજો (ભગવાન) છે એ કલ્પના માન્ય કરવી . તાત્વિક દ્રષ્ટીએ "બીજો એક " (ભગવાન )છે એ કલ્પના માન્ય થાય ત્યારે જ ભક્તિની શરૂઆત થાય . હું કામ કરું , મહેનત કરું , પણ યશ મળે નહિ . અસહાયતા લાગે, પોતાના હાથમાં કઈ છે નહિ એમ લાગે.આવી રીતે શોક થાય ,અંત:કરણ માં દુખ થાય ત્યારે જ કોઈની મદદ ની હું રાહ જોઉં . મારી ઈચ્છા અને વાસના પૂરી કરવાની મારામાં શક્તિ નથી એ ખબર પડે ત્યારે પડોસી તરફ નજર જાય . પણ તેને પણ મારા જેવા જ રોગથી પીડાતો જોઉં ત્યારે રોગમુક્ત, નીરોગી વ્યક્તિ તરફ મારી નજર જાય. 'હું અપૂર્ણ છુ ' એમ માનવાથી ભક્તિ ની શરૂઆત છે . તે પહેલું પગથીયું છે અને બીજા (ભગવાન ) પાસે શક્તિ છે તે પૂર્ણ છે એટલે તેના તરફ નજર જવી એ બીજું પગથીયું છે . તેને વળગી બેસવું. એ ત્રીજું પગથીયું છે. આમ ભક્તિ શરૂઆત પણ વિષાદથી જ થાય છે. 

 વિષાદમાં રહેલા અનેક ભાવો:

                   વિષાદ શબ્દ અર્થસંકુલ છે. વિષાદ માં જુદા જુદા ભાવોની ઉપસ્થિતિ રહે છે. વિષાદયોગ આવ્યો કે તેમાં બીજા ઘણા યોગો આવે . વિષાદ આવે ત્યારે પહેલું હીનપુરુષત્વ આવે .માણસ પોતાની જાત ને હીન સમજવા લાગે .વિષાદ આવે કે મનમાં લાગે કે, "આ જગતમાં ભગવાન નથી ,બધું અનિયંત્રિત ચાલે છે ,કોઈ ઠેકાણે વ્યવસ્થા નથી. કોઈ ઠેકાણે દુકાળ છે, તો કોઈ ઠેકાણે અતિવૃષ્ઠ ઈ થાય છે. કોઈ નદીમાં પાણી દેખાતું જ નથી અને બીજી કોઈ નદી માં પુર આવે છે .આ કઈ વ્યવસ્થા કહેવાય? સૃષ્ટીની પછવાડે કોઈ શક્તિ નથી. કોઈનું જગતમાં નિયંત્રણ નથી' આવો એક આસુરી વિચાર આવી જાય  એક વખત વિષાદ આવ્યો કે આ બાળા રોગ આવી જાય .માણસને જ્યારે લાગે કે , ; હું શુદ્ર છુ હલકો છુ ,ત્યાજ્ય છુ, તીરસ્કરણીય છુ, ત્યારે એક ગ્રંથી (ગાંઠ ,બંધ )નિર્માણ થાય આળસ આવી જાય , અજ્ઞાન આવી જાય .વિષાદમાં માણસ અજ્ઞાન થી ઘેરાઈ જાય અહંકાર આવે , ચાંચલ્ય આવે, અવિધા આવે, અભુતી આવે , કુવિધા આવે . આ બધું મળીને જે રસાયણ થાય તેને વિષાદ કહેવાય . આ બધા શબ્દોને યોગ શબ્દ લગાડો એટલે ખબર પડશે તેના વિરોધી યોગો ગીતાકારે ગીતામાં કહ્યા છે .દા.ત. હીનપુરુષત્વની  સામે પુરષોત્તમયોગ.અભુતીની સામે વિભૂતિ યોગ. આવી રીતે એક એક રોગની સામે એક એક દવા આપી છે. આસુરસંપદની સામે દેવીસંપદયોગ; બંધયોગની સામે આઠમાં અધ્યાયમાં મોક્ષયોગ ; આળસ ની સામે ત્રીજા અધ્યાયમાં કર્મયોગ; અજ્ઞાનયોગની સામે સાતમાં અધ્યાયમાં જ્ઞાનયોગ; ચાચલ્યની સામે છઠા અધ્યાયમાં ધ્યાનયોગ; અહંકારની સામે સમર્પણયોગ; બ્રહ્માપર્ણ યોગ , અવિધાયોગની સામે રાજવિધાયોગ, તાત્પર્ય કે, આ ઉપર કહેલી વાતો મળીને જે એક રસાયણ થાય છે. તેને વિષાદ કહે છે. એક વિષાદ આવ્યો કે માનસશાસ્ત્રની દ્રષ્ટીએ કેટલી વિકૃતિ આવે છે તે તપારવા જેવું છે. જે અભ્યાસુ હોય તેણે વિષાદનો ઘણો અભ્યાસ કરવો ઘટે. 
  
                        વિષાદના રસાયણમાં આવતી પ્રતિક વાતનો ગોપાલકૃષ્ણે જવાબ આપ્યો છે. વાત, પિત્ત અને કફ જોઇને શ્રેષ્ઠ ચિકિત્સક ગોપાલકૃષ્ણે દવા આપી છે. વિષાદમાં શું શું આવે તે ટૂંકમાં કહ્યું. વિષાદથી મનમાં હીનત્વ કેવી રીતે આવે છે એ અભ્યાસનો એક મોટો વિષય છે, તેથી જ એ વિષાદના રોગને દુર કરવા શ્રીકૃષ્ણને અઢાર અધ્યાય કહેવા પડ્યા છે

અર્જુનના વિષાદનું કારણ ડર નથી :
       અર્જુનને વિષાદ આવતા જ શ્રીકૃષ્ણ ભગવાનને પહેલાતો ગુસ્સોજ આવ્યો હશે ,સંજય અર્જુનનું વર્ણન કરે છે :


             ભગવાને કહ્યું હશે ,અરેરે ,અર્જુન! તને આ શું થયું ? શ્રીકૃષ્ણના મનમાં અર્જુન વિષેની જે છાપ હશે તે ખંડિત થઇ ગઈ હશે ,કેમ કે અર્જુન માટે પણ ભગવાનના મનમાં કોઈ એક મૂર્તિ છે .અર્જુન ડરપોક ન હતો . અર્જુનનું જીવન જ જુદું છે . શહેરમાં દલાલી કરતા રહીને કે વેપાર કરતા સામાન્ય માણસોએ 'અર્જુન ડરી ગયો ' કહીને ચર્ચા ન કરવી ઘટે . લડાઈ એટલે શું ? અને રડવા અને લડવાના ફરકની જેને ખબર નથી એવા માણસો અર્જુનની શી ચર્ચા કરી શકે ? અર્જુન એકલો પણ કેટલીવાર લડ્યો છે ? મહાભારતમાં તેનું વર્ણન છે . 
               દ્રોણને ગુરુદક્ષિણા આપવા માટે અર્જુન દ્રુપદણી સામે એકલો લડ્યો છે . અને દ્રુપદને બાંધીને લઇ આવ્યો છે.તે વખતે તેને બીજા કોઈની જરૂર નહોતી પડી. બૃહન્નલાના રૂપમાં ઉત્તરની સાથે તે લડવા ગયો તે વખતે સામે બધાને જોઇને તેના હાથ લડવા માટે ચડચડવા લાગે છે. સામે અફાટ સેન્ય જોઇને ઉત્તર ડરીને પાછો જવા માગે છે. અર્જુનથી તે સહન થતું નથી અને તે સ્ત્રીના કપડા ફેકી દઈને ધનુષ્ય બાણ હાથમાં લઈને બધાની સામે એકલા હાથે લડ્યો છે.તેથી અર્જુનને લડાઈનો ડર લાગ્યો હોય તેમ લાગતું નથી આમ છતાં અર્જુન આવી સ્થિતિ માં આવ્યો તેથી ભગવાનને ગુસ્સો આવ્યો. ભગવાન કહે 'અર્જુન!આ બધો વિચાર તારે પહેલા કરવો જોઈતો હતો ' છોકરી જોડે પરણવાનું નક્કી કર્યું લગ્ન થવા આડે પાંચદસ  મિનીટ બાકી રહી , વાર અને વધુ પક્ષના લોકો એકઠા થયા. બધા આવી ગયા , એક બે વખત જમણવાર પણ થઇ ગયા, ત્યારે છેલ્લી પળ વાર કહે છે કે , ' બાપુજી, સંસાર કરીને સુખ મળે એમ લાગતું નથી તેથી માટે પરણવું નથી ' આવું સાભળીને બાપને શું થાય ? તે છોકરાને એક લપડાક મારીને કહે 'અરે ગાંડા ! આટલા આગળ વધ્યા ત્યાં સુધી તું શું કરતો હતો ?' આ ગુસ્સો ચડે એવી જ વાત છે ભગવાનને પણ અર્જુન ણી વાત સંભાળીને ગુસ્સો ચડ્યો પણ સાથે સાથે અર્જુનની વાત સાભળીને જબરજસ્ત આશા પણ નિર્માણ થઇ ગઈ , તેથી જ આ બીજા અધ્યાય ણી શરૂઆત થઇ . નહિ તો ભગવાન તરત કહી દેત , 'જા તું તારા રસ્તે અને હું મારા રસ્તે '
દિલસે ગુજરાતી

Comments