અર્જુનનો શિષ્યભાવ :

અર્જુનનો શિષ્યભાવ :


    અર્જુન કહે છે :

             कार्पण्यदोषोंपहतस्वभाव: 

            ગીતાનો આ શ્ર્લોક અતિ મહત્વનો છે. તેમાં ભગવાન પાસે અર્જુન પોતાનું શિષ્યત્વ જાહેર કરે છે. અર્જુનના જીવનમાં સમર્પણની આ ધન્ય ઘડી છે. 

      હવા વહેવા લાગે કે આપણે તેને પવન કહીએ છીએ; વાદળા વરસવા લાગે કે વરસાદ પડ્યો એમ કહીએ છીએ. આવી રીતે આત્યંતિક પ્રેમ વહેવા લાગ્યો કે આપણે તેને ભક્તિ કહીએ . અર્જુને ભક્તિપૂર્ણ અંતઃકરણથી શિષ્યત્વ માન્ય કર્યું છે. તેથી જા સંવાદ ને જુદો જ વળાંક આવ્યો છે. शिष्यस्तेअहं આ એક શબ્દ ન હોત તો બીજા અધ્યાયમાં જ ગીતા પૂરી થાત . અર્જુને એક બીજી વાત કહી છે.यच्छ्रेय: स्यान्नीश्रितं ब्रूहि  तन्मे --ભગવાન ! મને પ્રેયનું આકર્ષણ નથી, તમે મને શ્રેયનો માર્ગ દેખાડો;

            શ્રેય એટલે પરલોકિક કલ્યાણ. શ્રેય જીવનવ્યાપી છે. અને પ્રેય જિંદગી પુરતું છે . મર્યા પછી પણ જીવન છે. જીવન એક અક્ષુણ ધારા છે. અર્જુન  પ્રશ્નાથી નથી . અથાર્થી નથી . પણ અર્જુન શિષ્ય બન્યો છે .તેથીજ અર્જુનનો પ્રશ્ન ભગવાને તાત્વિક રીતે જ ઉકેલવો પડેશે . આત્મસમર્પણ કરીને અર્જુને પાછલા હજારો જન્મારાની તપચર્યા અને આગળ ના હજારો જન્મારાનો વિકાસ ભગવાનના હાથમાં આપી દીધા છે. ' તમે મને આજના પ્રશ્ન નો જ જવાબ આપો' આવું અર્જુન કહેતો નથી . પહેલા અધાયાયમાં સમાજ , નીતિ અને ધર્મના જે પ્રશ્નો અર્જુને કર્યા છે તેનો જવાબ ન આપતા શ્રીકૃષ્ણ  ભગવાને આત્મા-અનાત્મા , કર્મમીમાશા ,ભક્તિ, દેહનું ક્ષણિકત્વ , આત્માનું ચિરજીવીત્વ , આ બધાની ચર્ચા કરી છે.તેથી ઘણા લોકોને એમ લાગે છે કે આ ચર્ચા શા માટે ? તેમને ગીતા અનેતિહાસિક અને ખોટી લાગે છે .કેટલાક લોકો કહે છે કે અર્જુનના પ્રશ્ન નો જવાબ ન આપતા ભગવાને તાત્વિક ચર્ચા ગીતામાં કરી છે. તેની જરૂર જ ન હતી અહી આત્મા-અનાત્મામી ચર્ચા કરવી અને આત્મા નું ચિંરજીવીત્વ સમજાવવું તદન અપ્રસ્તુત છે.એમ તેમને લાગે છે અર્જુનના પ્રશ્ન નો જવાબ આપી શકાય તેમ નથી.તેથી સમય વિતાવવા ભગવાને તાત્વિક ચર્ચા કરી છે .એમ તેમનું કહેવું છે. એ લોકોને ખબર નથી કે અર્જુન પ્રશ્નાર્થી નથી , પણ એતો ભગવાન નો શિષ્ય બન્યો છે. શિષ્ય થયા પછી અર્જુનની હજારો જનમની તપચર્યા ફોકટ ન જવી જોઈએ અને આગળ નો વિકાસ અટકવો ન જોઈએ તેની જવાબદારી ભગવાન ઉપર છે શિષ્યત્વ એક જુદી જ વાત છે. તમાં જીવને આકાર આપવાનો પ્રશ્ન આવે .આ કઈ એકાદો છુટો છવાયો પ્રશ્ન નથી . અહી કૃષ્ણે અર્જુનની જીવનવ્યાપી જવાબદારી સ્વીકારી છે.કોઈનું શિષ્યત્વ સ્વીકારવું સહેલું નથી મહાપુરુષો ફટ દઈને કોઈના ગુરુ થતા નથી શા માટે ? ધારોકે એક વ્યક્તિ પચાસ દુરકૃત્યો કરતી હોય તો તેને ગુરુએ કહેવું પડે કે દૃશકૃત્યો થોડા ઓછા કર અને બાકીના ન કર . તે વ્યક્તિ કહેલું બધું ન માટે અને પાંચ દૃશકૃત્યો કરવાનું માને અને છેવટ સુધી ચિંધેલા માર્ગે ન જાય તો પાંચ દૃશ્કૃત્યો કર એમ કહેવાનું પાપ ગુરુને લાગે અને હળવે હળવે એ જીવને આગળ લઇ જવાનું પુણ્ય તો ન જ મળે , ઉલટું , પરિણામે ગુરુ પાપનો ભાગીદાર થાય . તેથી કોઈ રડે એટલે ફટ દઈને ગુરુ ન થવાય . કોઈ એ રીતે થતા હશે તે આધ્યાત્મિક નથી. 

        बहवो गुरुवो लोके शिष्यवितापहारका:
        कचिंतु तत्र द्रश्यन्ते शिष्यचितापहारका:


 સંસારમાં શિષ્યના વિત્તનું હરણ કરનારા ગુરુઓ તો ઘણા હોય છે પણ શિષ્યના ચિત્તના દોષોનું હરણ કરે- તેમને દુર કરી દે તેવા ગુરુ તો જવલ્લે જ જોવા મળે છે .
     ભગવાને અર્જુનનું શિષ્યત્વ માન્ય કર્યું છે ,ગુરુ થયા છે તેથી અહી જીવનનો પ્રશ્ન આવ્યો છે અને તેથી જ ભગવાને તાત્ત્વિક ચર્ચા કરી છે પંડિતોના ધ્યાનમાં આ કેમ નથી આવતું , તે મને ખબર પડતી નથી! તેઓ પહેલો અધ્યાય વાંચે , પણ આ શ્ર્લોકને સાચા અર્થમાં સમજતા નથી. વાળ કહેવા લાગે કે ભગવાને અહી આત્મા-અનાત્માણી ચર્ચા કરવાનું કારણ છુ ? હું પુછુ છુ કે શિષ્ય શબ્દ નો અર્થ શો? શાળામાં જતો વિદ્યાર્થી શિષ્ય નથી, તે પ્રશ્નાર્થી અને પરીક્ષાર્થી છે. તેથી જ માં-બાપ શિક્ષકોને કહે છે કે , મારા છોકરાને ફલાણું ફલાણું ભણાવો . એક કાળે આવું ન હતું .જુના કાળમાં બાળક સાત વર્ષ નું થાય કે તેને ગુરુ ના હાથમાં સોપી દેવાનું તેને શું ભણવાનું તે ગુરુ નક્કી કરે . માં-બાપ કહે કે ' આ જીવ તમારા હાથમાં સાતમે વર્ષ આવ્યો છે તે પચીસમેં વર્ષે અમને પાછો આપજો . તેને જે ભણાવવું હોય તે ભણાવજો ' આ ખરું શિષ્યત્વ છે શિષ્યની સંપૂર્ણ જવાબદારી ગુરુ ઉપર છે. 


 તાત્ત્વિક ચર્ચા કરવાનું કારણ અર્જુનનું શિષ્યત્વ

         આજના શિક્ષકો પર કશી હવાબ્દારી નથી.અભ્યાસક્રમ ભણાવ્યો કર કામ પત્યું.આજે શિક્ષક થવું સહેલું છે.આજે સમાજે શિક્ષકોને બહુ મોટી છુટ આપી દીધી છે . તેઓ આજે બધીજ જવાબદારી થી મુક્ત છે. અભ્યાસક્રમ પૂરો કર્યો કે પતિ ગયું. શિષ્યત્વ સ્વીકરવામાં જીવનને આકાર આપવાનો.જીવન બદલવાનો અને જીવનવૃત્તિનો પ્રશ્ન ઉભો થાય . લોકોને શિષ્યત્વ સ્વીકારવામાં રહેલા ગાંભીર્ય ની ખબર ન હોવાથી તેઓ ગીતા વિરુદ્ધ ઉપર મુજબ ના આરોપો કરે છે. અર્જુન કોયડાઓ માં મુજાયો નથી તેથી શિષ્યત્વ નથી લીધું તે શ્રેય શામાં છે તે ભગવાનને પૂછે છે. અર્જુન  शिष्यस्तेअहं शाधि माँ त्वां प्रपन्नम કહે છે. તે અર્જુનની ધન્ય ઘડી છે. નિરતિશય પ્રેમથી અંતઃકરણ સ્ત્રવવા લાગે તેને ભક્તિ કહેવાય.અર્જુને ભક્તિ થી શિષ્યત્વ સ્વીકાર્યું છે. '" शिष्यस्तेअहं "  આ શબ્દોનું રહસ્ય , મહત્વ , ગાંભીર્ય , પ્રોઢતા , પ્રગલ્ભતા આપદા મગજમાં ઉતરતી ન હોય તો આપણા માટે ગીતા નથી. ગીતા સાંભળ્યા છતાં આપણને તે પચતી નથી , તેથીજ ગીતા સાંભળીને જેવાને તેવા જ રહીએ છીએ . માણસ આ શ્ર્લોક ઉપર થોડો વિચાર કરે તો તેના ધ્યાન માં આવે કે આખી ગીતામાં તત્વજ્ઞાનની ચર્ચા શા માટે છે .અર્જુન પ્રશ્નાર્થી નથી . તે પોતાના પ્રશ્ન નો જવાબ નથી માંગતો .તે કહે છે કે ., 'તમે મારી વૃતિને ઘડો .મારી હજારો વર્ષની માનસિક અને બોધિક તપચર્યા અને આગળના જન્મારાનું ભવિત્વય હું તમારા હાથમાં સોપું છુ .' તેથી ભગવાને કેવળ તાત્કાલિક પ્રશ્નનો જવાબ આપીને છુટા થવાનું નથી.ભગવાને તેથીજ ગીતામાં તત્વજ્ઞાન કહેવું પડ્યું છે. 

Comments