- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
મરણ તો દેહ ની પ્રકૃતિ છે
દેહને અવસ્થાતર હોવાથી મુત્યુ માટે સાદી સીધી ઉપમા આપી દીધી કે મરણ એટલે કપડા બદલવા . મૂળ પ્રકૃતિ અવ્યક્ત , અચિંત્ય છે . પણ વિકારવશ છે અને આત્મા અવિકારી છે . આખી ગીતાની અંદર अशोच्यानन्वशोचस्तवं એ ઉપક્રમ છે અને न त्वं शोचितुमहर्षि એ ઉપસંહાર છે બીજા અધાય માં આ શ્લોક સુધી નું એક પ્રકરણ છે ,કારેલું કડવું છે ,મરચું તીખું છે અને મીઠું ખરું છે એ તેમના દોષો નથી પણ તેમનો સ્વભાવ છે તેવી જ રીતે દેહ નું જવું એ તેનો દોષ નથી પણ સ્વભાવ છે દેહ મૂળપ્રકૃતિ છે મૂળપ્રકૃતિમાં સતત ઉથલ પાથલ થતી હોય અનંત અમૂર્ત ચહેરાઓ મૂર્ત થતા હોય આ સૃષ્ટી માં તેવું થાય તેમાં હરખાઈ જવાનું કારણ નથી . તેવી જ રીતે મૂર્ત વાતો અમૂર્ત બનતી હોય તેથી રડવાનું કઈ કારણ નથી . આ સાંખ્ય સ્રીદ્ધાંત ભગવાને ટૂંકમાં સમજાવ્યો . તે જરા કઠણ છે
અધ્યાત્મશાસ્ત્ર ,માનસશાસ્ત્ર અને આધિભોતિકશાસ્ત્ર સમજાવ્યા આધિભોતિકશાસ્ત્ર થી ભગવાને ત્રણ વાતો સમજાવી અને તેનો સાર એ છે કે મૂળપ્રકૃતિ અવિનાશી છે, અચિંત્ય છે પણ વિકારવશ છે આત્મા અવિનાશી છે પણ શરીર વિનાશી છે આત્મા અવિકારી છે પણ શરીર વિકારવશ છે. તેમાં પરિવર્તન થાય છે. આજના વિજ્ઞાન પ્રમાણે પણ દ્રવ્ય (MATTER ) કોઈ દિવસ ખલાશ થતું નથી તે બદલે છે મૂળપ્રકૃતિ વિકારી છે. આત્મા અવિકારારી છે .દેહ નું બદલવું તેનો સ્વભાવ છે મૂળપ્રકૃતિમાં ઉથલપાથલ છે. આત્મા માં ઉથલપાથલ નથી ઉથલઆથલ માં અનંત અમુર્તાતાને મુર્તત્વ આવે છે તેથી હરખાઈ જવાનું કારણ નહિ અને મૂર્ત વાતો અમૃત બને તેથી રડવાનું કારણ નહિ
न त्वं शोचितुमहर्षि..............
બીજા અધ્યાયમાં આપણે તત્વજ્ઞાનનો વિષય જોયો તે આધિભોતિક .આધ્યાત્મિક અને માંનાસ્શાસ્ત્રી દ્રષ્ટીએ એક વિચારધારા શ્રીકૃષ્ણ ભગવાને કહી છે . તે વિચારધારાને ઓપનીષદીક તત્વજ્ઞાન નો ટેકો છે .
અર્જુન વિમોહિત થયો છે . એ સોં પહેલા ધ્યાનમાં રાખવાનું છે નહિ તો અહી ભગવાને તત્વજ્ઞાન શા માટે કહ્યું છે તે ખબર જ નહિ પડે અર્જુને કહ્યું છે शिष्यस्तेअहं शाधि मां त्वां प्रपन्नम -
આમાં શિષ્ય શબ્દ ઉપર બહુ મોટો ભાર દેવાનો છે , નહિ તો ગીતા ઉપર અપ્રસ્તુત્તા અથવા અપ્રસગીકતા નો દોષ આવવાનો દોષ આવવવાનો સંભવ છે. જે રીતે અર્જુન ને શ્રીકૃષ્ણ મળ્યા તેવી રીતે બુદ્ધ ને શ્રીકૃષ્ણ મળ્યા હોત તો બુદ્ધ નવું તત્વજ્ઞાન કહેત . બુદ્ધ એ બહુ મોટી શક્તિ છે એમાં નાં નથી પરંતુ શંકરાચાર્ય ને શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ ન મળ્યા પણ માનસિક રીતે મળ્યા છે. શંકરાચાર્યના તત્વજ્ઞાન માં નિરાશાવાદ નથી . બુદ્ધ ના તત્વજ્ઞાન માં નિરાશાવાદ છે પણ તેમને શ્રી યોગેશ્વર કૃષ્ણ મળ્યા હોત તો તેમના તત્વજ્ઞાન માં પણ એ નિરાશાવાદ ન આવત
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT