- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
કામ ની મીઠાસ ક્યારે દૂર થાય ?
निराहारस्य देहिन: કહીને ગીતાકારે કામના કાઢવાનો એક રસ્તો દેખાડ્યો છે. જો તું નિરાહાર થાય તો કામના જાય. અહીં આહાર એટલે કેવળ ભોજન એવો અર્થ લેવાનો નથી. પ્રત્યેક ઈન્દ્રિયનો આહાર જુદો છે. ચક્ષુરેન્દ્રિય, કર્ણેન્દ્રિય, રસેન્દ્રિય દરેક નો આહાર જુદો જુદો હોય. કેટલાક સંપ્રદાય ના લોકો પચાસ પચાસ દિવસ સુધી નિરાહાર રહે, પરિણામે એવા થઇ જાય કે તેમને કોઈ વાતની ઈચ્છા થાય જ નહિ. તમે ચાર દિવસ અન્ન ના લો તો તમને સિનેમા જોવાની ઈચ્છા થાય ? ના થાય. કારણ, ચાર દિવસ હાર ના લો એટલે ઉઠાય જ નહિ. ફરી ના શકો, કઈ ચેન પણ ના પડે. આમ નિરાહાર રહેવાવાથી કદાચ કામ છુટશે, પણ કામ ની મીઠાશ જશે નહિ. દ્વારકાધીશ ગીતામાં પૂર્ણતા દેખાડે છે, તેથી કહે છે કે તું નિરાહાર થવાનો રસ્તો લઈશ તો કદાચ કામ છુટસે, પણ તું કર્મયોગી નહિ બને. કામનાની મીઠાશ ક્યારે જાય ? रसवर्ज रसोप्यस्य परं दृष्ट्वा निर्वतते દ્વારિકાધીશે ગીતામાં જે સ્થિતપ્રજ્ઞ ચીતર્યો છે તે કમાલ નો છે! લોકો કહે છે કે બીજા અધ્યાય માં ભક્તિ છે જ નહિ. ભક્તિ નથી? તો ભઈલા ! તમને નમન ! પણ परं दृष्ट्वा निर्वतते એટલે શું ? આમ "પરં" કોણ " અપરં " કોણ ? પરં એટલે શ્રેષ્ઠ - ભગવદ શક્તિ. કૃષ્ણ કહે છે કે આ વિલોભનીય તત્વ જ્યારે તું જોશે ત્યારે કામનાની મીઠાશ પણ ચાલી જશે. ત્યાં સુધી કામના ની મીઠાશ રહે.
વિષય ચિંતન થી પતન ની પરંપરા
ગીતા આપણને સમજાવે છે કે જ્યા સુધી તું જગતમાં ફરે છે ત્યાં સુધી તારી ઇન્દ્રિયો બધે ઠેકાણે જવાની, તું તારું મન તું અંકુશમાં કેમ રાખીશ ? તું કદાચ મનને અંકુશમાં રાખવા પ્રયત્ન કરશે. પણ ઇન્દ્રિયો એવું કરવા દેશે નહિ .
ध्यायतो विषयान्पुंसः संगस्तेषूपजायते ।
संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥
संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥
क्रोधाद्भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः ।
स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥
स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥
આ શ્રોલ્કો સુંદર છે. પણ તેમાં છેલ્લે પ્રણશ્યંતિ શબ્દ છે તેથી તેમાં ઊંડા ઉતરવું નથી દ્વારકાધીશ કહે કહે છે કે તું જો વિષયનું ધ્યાન ધરતો રહીશ, તારી ઇન્દ્રિયો વિષયમાં જતી (આસક્તિ) રહેશે. તો કામ નિર્માણ થશે. કામ જો પૂરો ના થાય તો ક્રોધ આવે અને પૂરો થાય તો લોભ આવે. તેથી ક્રોધ શબ્દ માં લોભ પણ અભિપ્રેત છે. વેદાંત ની ભાષા માં ક્રોધ અને લોભ એક જ છે. પણ તેમાં ક્રોધી માણસ કરતા લોભી માણસ વિશેષ ખરાબ. માણસ કામી હોય તો ચાલે, ક્રોધી હોય તો ચાલે પણ લભી હોય તો ન ચાલે. કેમ કે તે ભયંકર માણસ છે. લોભી માણસ તદ્દન શ્રદ્ધાશૂન્ય અને બીકણ હોય. તેને પોતાની જાત ઉપર પણ વિશ્વાસ ન હોય. તેથી જ તે લોભી થાય ; નહિ તો લોભી થવાનું કારણ શું ? ક્રોધથી સંમોહઃ થાય, સંમોહઃ થી ભ્રમ થાય, ભ્રમ થી બુદ્ધિનાશ થાય અને બુદ્ધિ નાશ થી તે નાશ પામે. એટલે ક્ષુદ્ર જુવડો બની જાય. આવી રીતનું આખું ચક્ર છે.
મનઃશાન્તિ કેમ મળતી નથી ?
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT