રાશિફળ વિક્રમ સંવત ૨૦૭૪
રાશિફળ વિક્રમ સંવત ૨૦૭૪.. વાંચવાનું ચુકતા નહિ હો..😎 (૧) મેષ (અ. લ. ઈ.) (Aries): 💣 તમારી રાશિવાળાઓએ મોઢા પર મેશનું ટીલું કરવું. 💣 યુવકોને બેકારીના યોગ છે. શીર્ષાસન કરીને, પાણીપુરી ખાવી. 💣 ગાયને રોટલી નાખવી અને ઢાંઢો ઢીંક મારે, તો શુકન સમજવા. 💣 માથે ટાલ પડે તો urea ખાતરનું માલીશ કરવું. મબલખ પાકની શક્યતા. 💣 Katrina Kaif નું item song, દિવસમાં એક વાર સાંભળવાથી, બુરી નજર ટળશે, અને પ્રભુ-કૃપા થશે. (૨) મિથુન (ક. છ. ઘ.) (Gemini): 💣 મિથુન ચક્રવર્તીની માળા રોજ એક વાર ગણવી. Dance માસ્ટર થવાના ઉજળા સંજોગો. 💣 ગધેડાની ઉંધી પ્રદક્ષિણા કરો. ધનપ્રાપ્તિ થશે. 💣 કાગડો માથા પર ચરકે, તો દૂધપાક ખાજો. સાળી સાથે સમાધાન થશે. 💣 ગૃહિણીઓએ તમામ પ્રકારના 'બાબા'ઓથી દુર રહેવું. ફક્ત પોતાના ઘરના બાબાને સંભાળવા. (૩) કર્ક (ડ. હ.) (Cancer): 💣 જુગારીઓને પૈસા ઉછીના આપવાથી, પૈસા ડૂબી જવાના યોગ. 💣 બહેનોએ, માથે ટાલ પડે ત્યારે સોનું ખરીદવું. નક્ષત્રની રાહ ન જોવી. 💣 દીકરાની સગાઇ તૂટે તો દીવેલ પીવું. 💣 વહુઓ લસણનું જ્યુસ પીવાથી, એમના સાસુને પેટમાં ફાયદો. 💣 કોલેજ કે પડોશની કન્યાને લીફ્ટ ન આપ...