મનઃશાન્તિ કેમ મળતી નથી?
મનઃશાન્તિ કેમ મળતી નથી? મનની શાંતિ કેમ મળતી નથી? માણસ અશાંત છે, અસ્વસ્થ છે. આજે માણસો મંદિરમાં જાય છે , ભક્તિ કરે છે. ગીતા ઇત્યાદિ પુસ્તકો વાંચે છે. તેમને મનની શાન્તિ મળતી નથી. કોઈ સાધુ - સન્યાસી આવે તો તેની પાછળ નાચતા રહે છે. પણ તે લોકો ગાંડા નથી અને મૂર્ખ પણ નથી. પણ એ લોકોને મનઃશાન્તિ નથી એ હકીકત છે. જે અમેરિકામાં ઘેર ઘેર થયું છે.તે જ ધીરે ધીરે ભારતમાં થતું જાય છે. માણસને મનઃશાન્તિ જોઈએ, પણ તે મળતી નથી. માણસને ચેન કેમ પડતું નથી? આનંદ કેમ મળતો નથી ? આ બધાનો જવાબ એક જ છે. એક વખત બાદશાહે ત્રણ પ્રશ્નો પૂછ્યા અને કહ્યું કે આ ત્રણે પ્રશ્નોના જવાબ એક જ વાક્યમાં માંડવો જોઈએ. આ પ્રશ્નો આ મુજબ હતા (1) ઘોડો અટક્યો કેમ ? (2) પણ સડ્યું કેમ ? (3) ભાખરી બળી કેમ ? એકજ વાક્યમાં ત્રણે પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ હતો. તેથી કોઈ જવાબ આપી શક્યું નહી. ત્યારે બીરબલ ઉભો થયો અને કહ્યું "જહાંપનાહ ! ફેરવ્યો નહિ તેથી ઘોડો અટક્યો કેમ? ફેરવ્યો નહિ તેથી. તેને દરરોજ ફેરવત તો તે અટકત નહિ.ભાખરી બળી કેમ?તો કહે ફેરવી નહિ તેથી. પા...