કામના ત્યાગના ચાર રસ્તા
કામના ત્યાગના ચાર રસ્તા કામના રહે અને શરીર ચાલે! આ જ એક વિચિત્ર વાત લાગે છે.તેથી જ કાન્ત જેવા લોકો શંકાશીલ બબીબે કહે છે કે આ પરમોચ્ય સ્થિતિની એક કલ્પના જ રહી શકે. હું કહું કે વચ્ચે જો Higher self લેવાય - જેને ગીતા उत्तम: पुरुस्त्वन्य: परमात्येत्युदाह्रत: કહે છે તે તો માણસ નીરીછ , નિષ્કામ રહીને આજ્ઞાંકિત બનીને ક્રિયાશીલ રહી શકે. તેથી તે ટોચ નો જ્ઞાની છે અને ટોચ નો ભક્ત હોય છે. પણ લોકોનો અહી જ વિરોધ છે. આપણા દેશમાં પણ વિરોધ છે. કેટલાક જ્ઞાનીઓ ભક્ત નથી અને કેટલાક ભક્તો જ્ઞાનથી અભડાઈ જાય છે. એ ગાંન્ડાઓ ને જ્ઞાન અને ભક્તિ બરાબર સમજાયા છે. કે એની શંકા છે. હું તેમને ગાંડા કહું છુ. કેમ કે એમને આવી મૂર્ખાઈ ની હઠ પકડીને અધ્યાત્મનો સત્યાનાશ વાદી નાખ્યો છે. નીરીસ્ચ અને નિસ્પૃહ હોય તો જ તે સ્થિરમતીત્વ લાવી શકે એમ ગીતા કહે છે. ગીતા મનોગત કામનાઓ કાઢી નાખવાનું કહે છે. તે કાઢી નાખવા માટે શાસ્ત્રકારો માર્ગદર્શન આપે છે. કામનાઓ વ્યાપક કરો. એકાગ્ર કરો સુક્ષ્મ કરો વિશુદ્ધ કરો. આ ચાર રસ્તાથી કામના કાઢી શકાય એમ વેદો કહે છે . કામનાને વ્યાપક બનાવો કામના વ...