ઈશાવાસ્ય ઉપનિષદ નો સાર
ઈશાવાસ્ય ઉપનિષદ એ અત્યંત મહત્વપૂર્ણ અને ટૂંકા ઉપનિષદ માનું એક ઉપનિષદ છે કે યજુર્વેદ નો ભાગ છે અને તેના 18 મંત્રો માં સમગ્ર વેદો નો સાર છે ઈશાવાસ્ય ઉપનિષદ નો સાર ઈશાવાસ્ય ઉપનિષદ મુખ્યત્વે બે પરસ્પર વિરોધાભાસી દેખાતી બાબતો વચ્ચે સુમેળ સાધે છે ઈશાવાસ્ય ઉપનિષદ નો સાર 1 ઈશ્વરની સર્વવ્યાપાકતા - જ્ઞાનમાર્ગ આ ઉપનિષદ નો પ્રથમ મંત્ર છે એજ તેનો પાયો છે ઈશા વાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્।" અર્થ : આ જગતમાં જે કઈ દ્રશ્ય છે એ બધું ઈશ્વરથી વ્યાપ્ત છે - ઈશ એટલે ભગવાન શાસક ઈશ્વર પરમાઆત્મા સંદેશ - દરેક વસ્તુ સજીવ કે નિર્જીવ એમાં ભગવાન નો વાસ છે આથી આ જગતમાં કોઈપણ વસ્તુ માં "મારી" ગણીને તેમાં આશક્તિ રાખવી નહિ વૈરાગ્ય - ઈશ્વરે આપેલા ભાગ નો જ આનંદ માણો - તયક્તેન ભુંજીથા - અન્યના વસ્તુ કે ધન ઇચ્છા ના કરો 2 કર્મ કરવું અનિવાર્ય - કર્મયોગ આ ઉપનિષદ જ્ઞાન પ્રાપ્ત કરીને જગતનો ત્યાગ કરવાની સલાહ નથી આપતું પરંતુ કર્મ કરતા રહીને મુક્તિ નો માર્ગ બતાવે છે સંદેશ - મનુષ્યએ 100 વર્ષ જીવવાની ઇચ્છા કરવી જોઈએ ...