Gujrati Whatsapp Status -ગુજરાતી સ્ટેટ્સ

Gujrati Whatsapp Status -ગુજરાતી સ્ટેટ્સ 


1. લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે,
જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય...

2. ગતિશીલ ગુજરાત માં વાદળો પણ તેજ ગતિ થી જવા લાગ્યા,
વાદળો ને કોઈ કહો, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં...

3. પહેલી પસંદ છો તો એ રીતે રહો,
પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો.

4. વરસાદ માટે શું તરસે છે,
એ તો બધાં માટે વરસે છે,
ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો,
જે ફક્ત તારા માટે જ વરસે છે.

5. ઉની અગન જેવો સુરજ નો તાપ રે,
વરસે જો મેઘરાજ ઉતરી જાય થાક રે,
ધરા શિતળ બને મન મા છે વાટ રે,
તુજો વરસે તો થસે અન્નાના પાક રે.

6. મને મૂર્છિત કરવાનો છે તમારો આ આગોતરો પ્રબંધ,
એક તો ભારે વરસાદ 'ને તારા કેશમાં "મોગરા"ની સુગંધ.

7. મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા,
પણ...
એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા.

8. એ તબીબ પણ રડી પડ્યો.
જ્યારે
બાળ મજૂર એ પુછ્યુ સાહેબ,
ભૂખ ના લાગે એવી કૉઈ દવા છે...

9. હું આજે પણ તારા સ્ટેટસ પર નજર રાખીને બેઠો હોઉં છું,
તે કદાચ ! આજે પણ મારા વિશે કઇક લખ્યું હોય!

10. વડલાની જેમ તાપ સહન કરી,
પરીવાર ને છાંયડો આપતુ પાત્ર એટલે... પિતા...

11. ખુલ્લા છે દિલ ના દવાર ને તમારા આગમન ની રાહ છે,
તડપી છે ઘણી ધરતી ,વરસાદ ને આવવાની રાહ છે.

12. નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે,
ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે ?

13. "તુ" જાણે છે, સુંદર એટલે શુ?
પહેલો શબ્દ ફરી વાંચ !

14. "મેસેજ" માં નહી પણ "સ્ટેટસ" થી વાત કરે છે,
ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે.

15. ખબર છે અશક્ય છે તારો પ્રેમ પામવો,
પણ...
આ દીલની ચાહત તો બસ હજુ તુ જ છે.

16. તને જોઈને મારી આંખો DSLR થઇ જાય...
વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય.

17. જે પ્રેમ સફળ નથી થતો એ પછી ફક્ત પાસવર્ડ બનીને રહી જાય છે

18. પહેલો પ્રેમ -પહેલો પહેલો વરસાદ અને તારી યાદો કદી ના ભુલાય કદી નહિ ભુલાય સાજન

19. જો તારી જિદ ના બદલાતી હોય તો મારી આદત પણ નહી બદલાય...
લખી રાખજે પ્રેમ હતો પ્રેમ છે અને પ્રેમ રહેશે જ

20. જે મારી ડાયરી ના પાને પાને લખાયેલ છે,
એના Contact List માં પણ હું નથી...

21. હજારો છે છતા એમાં પણ તારો જ દીવાનો છું,
ખબર છે નથી તું મારી પણ હું તને જ ચાહવાનો છું.

22. કુંવારાં લોકો ની સમસ્યા:
બાહર નીકળે તો લૂ લાગે અને ઘર મા બેસે તો એકલું લાગે.

23. કોઇ ના હલાવે લીંબડી
કોઇ ના જુલાવૈ પીપળી
આંય ની ઞરમી આકરી ને
રોડ પર પણ શેકાય ભાખરી

24. તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું,
મારુ ગજું નથી કે તને છેતરી શકું.

25. સુકાવા નાખી એને ઓઢણી,
લીમડાની ડાળ મીઠી થઇ ગઇ.

26. તુ માત્ર Whatsapp મા Block કરી શકીશ,
હ્રદય મા Block કરવાનુ Option નથી.

27. અજીબ કલ્ચર છે આ દેશનું , સાહેબ..... અહીં માણસ ખોવાયો છે ને લોકો *Pokemon* ગોતે છે....

28. ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ...
બસ,
સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ.

29. એક ગમતું જણ મળ્યું, જેની સાથે મન મળ્યું,
ખબર પણ ના પડી, કયા જનમનું સગપણ મળ્યું.

30. ટેરવાં ટચ સ્ક્રીન પર બોલકાં થયા ને,
ત્યાર થી જ સુંવાળા સ્પર્શે મૌન ધારણ કર્યું !

31. છબી જેવી હોય તેવી પણ સમાવી લે તે ફ્રેમ,
વ્યક્તિ જેવી હોય તેવી પણ સંભાળી લે તે 'પ્રેમ'

32. આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે,
જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય.

33. દિલ મારુ ઈચ્છે છે કે કંઈક એવુ ખાસ થાય,
વિતે જીંદગી તારી સાથે, ને સાથે જ લાશ થાય.

34. આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ,
જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ.

35. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી નહી જડે રે લોલ.

36. આ બફારા અને બફારાથી થતા પરસેવાના સમ,
ભીનો તો તારી લાગણીઓથી જ થાઉં છું.

37. મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ,
ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ.

38. મારા દાદા તો પહેલેથી જ કે'તા આવ્યા છે કે આલ્યા-માલ્યાને પૈસા ન અપાય ... ભોગવો ત્યારે.

39. ઘણીવાર જીવન માં એવું બનતું હોય છે,
જે જોઈતું હોય એ હાથ માં આવતા જ એ મૃગજળ હોવાનો આભાસ થાય છે.

40. તારી યાદ છે કે રસ-પૂરી નું ઘેન ...
ચડ્યા પછી ઉતરવાનું નામ જ નથી.

41. આંખ મહીં આજુ શમણાં ,
રોજ તારા આગમન ના..

42. સુવર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાત ની...ગુજરાત સ્થાપના દિવસ ની આપ સૌ ગુજરાતીઓ ને શુભકામના..જય જય ગરવી ગુજરાત.

43. ગમું તો છુ હું બધાને,
પણ જરૂર હોય ત્યારે જ...

44. આ તો કેવો ન્યાય,
દસ વર્ષ થઇ ગયા,
ના એને પ્રેમ જાગ્યો,
ના મારો પ્રેમ ઓછો થયો!

45. આવારાઓ ની બિરાદરી માં સામેલ થયો વધુ એક આજે,
લો , મારો પણ પ્રેમ અધુરો રહી જ ગયો આજે...

46. અડાડીજો હોઠે મને પણ ક્યારેક,
તારી લીપ્સ્ટીક જેટલોજ હું કોમળ છુ.

47. પેહલા હતી એટલી જ મને આજે પણ કદર છે,
હું બીજા કોઈનો નથી, એ ફક્ત તારા પ્રેમની જ અસર છે...

48. શરમને માર્યે ઝુકી જાય છે નજરો મારી,
જ્યારે નિષ્પલક નિહાળે મને નજરો તારી.

49. જગત મા એક જ જન્મયો જેણે રામ ને ૠણી રાખ્યા...જય હનુમાન..
હનુમાન જયંતી ની શુભકામના...

50. ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે,
તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે.

51. મારા અંગેઅંગને તું રંગ...
મર્યાદા ભંગ કરીને તું રંગ.

52. કેટલાક સંબંધોના નામ નથી હોતા,
જયારે કેટલાક સંબંધો નામના જ હોય છે.

53. જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.

54. મિત્રો કાઇ પણ કરો જરા વિચારજો,
છેલ્લે આપણું Gujarat જ ઘવાઇ રહયું છે.
શાંતિ જાળવવા વિનંતી !

55. તને ખબર છે ? મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ?
જયારે તું "Online" માંથી "Is Typing" થાય ને એ.

56. તારુ બદલાયેલુ WhatsApp DP જોઈને
દિલને દિલાસો મલે છે તે તુ ખૂશ છે!

57. હિચકી ઉપર હિચકી આવે છે,
નક્કી એની આંગળીઓ મારા DP પર ફરતી હશે...

58. જો આખરી શ્વાસ વખતે મને કોઈ આખરી ઈચ્છા પૂછે તો,
મારા હોઠ પર તારા હોઠ ના ઉજરડા માંગુ...

59. લઈ લીધું મેં પ્રેમ ના વહેમ માંથી રાજીનામું સાહેબ,
વગર પગારમાં આટલું બધું ટેન્શન હવે આપણા થી નઈ પોસાય…

60. કેટલાય રવિવાર અસ્ત થઇ ગયા,
તારી યાદ એક દિવસ પણ રજા પાડતી નથી.

61. માં અંબે આપ સૌની મનોકામના પૂરી કરે..ચૈત્ર નવરાત્રી ની આપ સૌને શુભકામના...જય અંબે!

62. કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ,
જે રોજ તારા સ્પર્શની મજા માણતો હશે.

63. એમની ઉમર પણ સો વર્ષ ની લાગે છે.
હું યાદ કરું ને એ ઓનલાઇન આવે છે.

64. હું લાગણી નો માળો રચું ,
તુ પ્રેમના ટહુકા મુકીશ ?

65. તારા વગર ચાલવાની કોશિશ તો કરું છુ,
છતાય ઠોકર વાગે ત્યારે તારો જ હાથ શોધું છુ.

66. મારું-તમારું "આપણું" બની જાય, તેનું નામ પ્રેમ!

67. જેવા વિચાર ના ઘોડા પર મન સવારી કરે છે, તેવી દિશા માં ગતિ થાય છે.

68. ભલે સાવ ઉપરછલ્લી આપણી મુલાકાત છે,
પણ એમાં તને એક નજર જોયાની વાત છે.

69. ભુકંપ માં પણ અખંડ રહી ગયો,
બસ,
તારા થી લાગેલા ઝટકા મા,
હું અંદર થી ખંઢેર થઇ ગયો!

70. કશુ નથી મારી પાસે દુઆ સિવાય તારા માટે...
તને ઈશ્વર બધા સુખ આપે અને મને બસ સંગાથ તારો.

71. આજે કબાટ માંથી દસ પૈસા નો જુનો સિક્કો મળ્યો,
જાણે ખોવાયલા બાળપણ નો એક હિસ્સો મળ્યો.

72. ભલે આકર્ષણ માટે કેટલાય કારણો હશે,
પણ ગમવા માટે એક જ કાફી છે.

73. સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે,
દિલ તો આપણાં બંનેનું સરખું રોયું છે.

74. સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય.

75. કદી જો મારું દુઃખ કહેવું પડે છે,
તમારું નામ પણ લેવું પડે છે!

76. એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

77. કોઇ મસ્ત પળો ની મહેક જેવી છે તારી યાદ,
મઝા એ પણ છે એ સદાયે મહેકતી રહે છે.

78. સવાલ મારી આંખની ભીનાશનો નથી,
સવાલ તારા કોરા રહી ગયેલા દુપટ્ટા ના છેડાનો છે.

79. ડૂચો વાળેલો કાગળ નહીં, ખત છે,
તું ભલે ન વાંચે, મને લખવાની લત છે.

80. અરે જોને રોજ ધબકતા ધબકારા,
મૂકે તુ જો હાથ.. થાય થોડા હાશકારા.

81. તારું, જરૂખે આવવું, તને તે ગમતી રાત હતી,
મારું, તને નીરખવું, મને એ ગમતી વાત હતી.

82. એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી,
છતાં, વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી.

83. બોટલ માં હતી તો કેટલી શાંત હતી,
કમબખ્ત ગળા નિચે ઉતરી તો તોફાની થઇ ગઇ.

84. લાગણીઓ ની હત્યા ના આક્ષેપ કોના કોના પર લગાવું,
મને જ શોખ હતો સમજદાર બનવાનો!

85. લાગણીની એટલી લાગી તરસ,
કે હશે આંસુ મગરનાં તો પણ ચાલશે...

86. આપે હંકાર્યો મારી જિંદગીનો રથ, આપનો હું કૃતાર્થ છું;
બાકી, હું ઇશ્કનાં કુરુક્ષેત્રમાં બધું જ હારી ગયેલ પાર્થ છું.

87. મોબાઈલ ની ગૈલરી અને દિલ એટલુ સાફ રાખવુ કે,
કોઈ ભુલ થી પણ ખોલી ને જુવે તો શરમાવવુ ના પડે.

88. આ વખત વરસાદડા પડજે તને, સોગંદ છે હો.
દીકરીના લગ્ન વાવ્યા હશે ઘણા એ આ વાવણીમાં.

89. બમ્પ્ ની વચ્ચે રહેલી જગ્યા માથી ફટાક થી સ્પીડ મા નિકળી જવાની જે કળા આપણા લોકો મા છે...એ બિજે ક્યાય નથી..

90. ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.
જે તારા વગર વીતે તે ઉમર.
જે તારી સાથે વીતે એ જીંદગી.

91. મેં તો પ્રેમના પાગલપણા માં, એમને પ્રભુ માની લીધા,
ભાન થયું સત્યનું જયારે, ત્યારે થયું પ્રભુ થોડો મારો એકલાનો હોય.

92. પ્રેમ ક્યારેય સાચો કે ખોટો હોતો નથી,
પ્રેમ કરનાર કદાચ સાચા કે ખોટા હોઈ સકે.

93. આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે,
હાથમાં આપણા છે અને સમજમાં બીજાને આવે છે!

94. રૂપ ગમે તેટલું સુંદર હોય,
તેનો "પડછાયો" હમેશા કાળો જ હોય છે.

95. ક્યાંક તો કોઈને મારી જરૂર હશે,
એટલેજ મને બનાવવાની એણે મહેનત કરી હશે.

96. દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ,
મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે.

97. જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે કયારેક,
એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે.

98. કદીક મુરઝાયેલા ફૂલો ને મન થી સ્પર્શજો,
ખીલી ને ખરવું ખૂબ અઘરું હોય છે.

99. આપ સૌ ને નવવર્ષ ની શુભકામના...
નવવર્ષ ની સાથે સાથે "ગુજરાતી શાયરી" નો પરિવાર ૫૦૦૦ ને આંબી ગયો છે.

100. આંખ માં આંજેલું કાજળ પ્રેમ પર કોઈ ની નજર લાગવા દેતું નથી...

101. મીઠી વાતો Mail કરે છે...રંગીન વાતો Share કરે છે,
ચેટીંગ ચેટીંગ રમતા રમતા, દુર બેઠી તું લહેર કરે છે.

102. થીંજી ગયો હતો હું..જાણે વર્ષો નાં વર્ષ થી.
ભર શિયાળે ઓગળ્યો.. તારા હુંફાળા સ્પર્શ થી.

103. એક નિર્દોષ સવાલ...
આ કમુર્તા મા પ્રેમ તો કરાય ને.

104. અમે તો મુક્ત ગગનમાં ઉડતા મસ્ત પંખી,
મેઘધનુષે અમારી પાંખો ને આંખો છે રંગી.

105. એતો કૃષ્ણ રહી શકે રાધા વગર,
હું ક્યા કૃષ્ણ છું કે રહી શકુ તારા વગર.

106. વાંધો નહિ તારી વફા ના મળી મને,
દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને.

107. નથી તમન્ના મશહૂર થવાની,
બસ એક તું ઓળખે એજ ઘણું છે.

108. મારી જોડણી માં ભૂલ હશે,
લાગણી માં નહીં.

109. ચા ની લારી વાળા એ જયારે પૂછ્યું ; ચા સાથે શું લેશો ?
હૈયે આવી ને શબ્દો પાછા ફર્યા ; જુના મિત્રો મળશે ?

110. અમે તમારી વાંસળીયો ને તમે અમારા કાન'
શ્યામ ઓ શામળીયા!

Comments