અધ્યાય 1 ગીતાની વિશિષ્ટતા : આપણે એક મહાન ગ્રંથની વિચારધારા સમજવાની શરૂઆત કરીયે છીએ આ ગ્રંથની મહતા વિશે કોઈ શંકા નથી વૈશ્વિક કાર્ય ને માટે ઇશશક્તિએ આ ગ્રંથનું ગાન કર્યું છે તત્વજ્ઞાન જેવી ઉચ્ચ વિચારણા આ ગ્રંથ માં જોવા મળે છે તેવી બીજે કોઈ ઠેકાણે જોવા મળતી નથી પૂર્ણતા ની ટોચ સુધી લઇ જવા વાળો આ ગ્રંથ છે આવા ઉત્સકૃથ ગ્રંથનું સિંહાવલોકન કરવું મારા જેવા સામાન્ય માણસ ને માટે શક્ય નથી શ્રીકૃષ્ણ ભગવાને પોતાના પ્રિય પાર્થ ને જે કઈ કહ્યું તે આપણે કેવી રીતે સમજી શકીશુ ? છતાં એક ઉપાશક તરીકે , હૃદય કાતર થતું હોય તો પણ , એક વધારાનું તુલસીદલ ભાવપૂર્ણ હૈયે આ મહાન ગ્રંથ પાર ચડવામાં વાંધો નથી ગીતાનો મહિમા અનેરો છે ઓછા માં ઓછી સાઠ થી સીતેર ભાષામાં ગીતાનાભાષાંતરો થયા છે કેટલાક ધર્મ ગ્રંથો નું અઢીસો ભાષા માં પણ ભાષાંતર થયેલું છે ,પણ તે કાર્ય તેના પ્રચારકો એ કરેલું છે ગીતાનું ભાષાંતર ગીતાને માણનારોએ તેના પ્રચાર માટે કે તેનું મહત્વ વધારવા માટે કર્યું નથી ,ઉલટું ગીતા પ્રેમી સમાજ ગીતાના પ્રચાર માટે ઉદાસીન રહ્યો છે ,પરંતુ પરદેશી લોકોએ ગીતા વ...