- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
બે મહીના પહેલાની સત્ય ઘટના .
-
વાત છે 'ચાંદપુરા' ગામમા રહેતા અરુણ ની,
અરુણ એની મમ્મી અને પત્નીની રોજે-રોજ થતી તુ-તુ,મે-મે ના વલોણામા રોજ વલોવાઈ ને ડીપ્રેશનમાં આવી જઈ પત્નીને થોડો સમય પીયરમા રાખવાનો વિચાર કરી એને મુકવા ગયેલો ,
ચાંદપુરાથી ત્રીસ એક કી.મિ.ના અંતરે આવેલુ એનુ સાસરી 'વંથોલ' જતા વચ્ચે રસ્તામા બીજુ એક ગાંમ 'રામપુરા' પછી રેલ્વે સ્ટેશન અને નર્મદાની નહેર બાદ એની સાસરી વથોલ.
જોબ પરથી ઘરે આવીને મુકવા ગયેલો એટલે ઘરેથી નીકડતા જ સાંજના સાતેક વાગી ગયેલા, અને
સાસરીમા પોક્યા પછી જમીને નીરાંતે રાતના દશેક વાગે ઘરે આવવા નીકળ્યો .
-
ઉનાળાનો સમય હતો અને રોડની બન્ને બાજુની સાઈડ પર ઉભેલા બાવડના ઝાડની હરમાળ વાળા એ સુરંગ જેવી સુમશાન સડક પર એકલો રસ્તામાં એ મંદ પવનમાં ઘરના વિચારોના વાવાઝોડામા ફંગોડાતો 40ની સ્પીડે પોતાના સ્પ્લેન્ડર બાઈક પર ધીમે ધીમે આગડ ધપી રહ્યો હતો.
બાઈક ધીમુ કરી રેલ્વે ક્રોસ કરી આગડ નર્મદાની નહેરે પોહચ્યો ત્યારે
પવન લગભગ નહીવત થૈ ગયેલો, આજુ બાજુના ઝાડવા સ્ટેચ્યુની જેમ ઉભા હતા,
ચારેકોર ઘોર અંઘારુ, અને બાજુના ખેતર માથી 'વક્તીતીતી' (એક પક્ષ) ની ડરાવની ચીલકારીયો સંભડાતી હતી ,
સુખી ભંઠ પડેલી નર્મદાની નહેરનો સફેદ લીસીટો આ ગોઝારી રાતમા દૂર દૂર સુધી ઝાંખો-ભુંખો દેખાતો હતો.,
-
એટલામાં અચાનક અરુણના બાઈકની પાંચેક ફુટ દુર સામે રસ્તામા એક યોવન ભરેલી અઢારેક વરસની યુવતી દેખાણી,
અરુણે તરત જ બ્રેક મારી બેજ સેકંડમા એ યુવતીને પગથી માથા સુધીનો નીહાળી લીધી,
પીળા કલરનો ડ્રેસ પહેરેલો , માથાના વાળને અંબોળો વાળીને બાંધેલા, ઉઘાળા માથા પર ચાંદલો કે સેંથો કઇ જ ન હતુ અને બંધ પવનમા પરસેવાથી ધોવાયેલો ચેહરો બાઈકની લાઈટ સામે અડધી મીચેલી આંખો સાથે ચળકતો હતો, મંગલસુત્ર કે કોઈ બ્રેસલેટ વગરની સુની ડોક એ અપરણીત હોવાનો પુરાવો આપતી હતી,
જમણા હાથનાં કાંડાથી લઈને કોણી સુધી આછો-પાતળો સફેદ પાટો લપેટેલો હતો, ઉઘાડા પગે એ રસ્તાની વચો વચ બે હાથ પોહળા કરીને ઉભી હતી.
અરુણે બાઈક ઉભી રાખી એટલે એ યુવતી નજીક આવી અને બોલી :- ક્યાં જાવ છો તમે.?
અરુણે ગભરાયેલા અવાજે જવાનુ હતુ ચાંદપુરા પણ :- 'રામપુરા' કહ્યુ.
મને લેતા જશો :- યુવતીએ ઝડપ ભેર બોલી.
હા, ચલો બેસી જાઓ :- અરુણે કહ્યુ .
ડીપ્રેશનનો શિકાર બનેલા અરુણને કાંઈ વધારે પુછ પરછ કરવાનો કે એ યુવતીનુ મહેજ નામ પુછવાનો પણ ખયાલ ન આવ્યો, અને એને બેસાડી લીધી.
રામપુરાના બસ સ્ટેન્ડ કે રોડ પરના બંધ પાર્લર પર કોઈ ન હતુ,
અરુણે બાઈક ઉભુ કર્યુ ને યુવતીને ઉતરવાનુ કહ્યુ , તો યુવતીયે સામો સવાલ કર્યો :- મને અહી ઉતારીને તમે ક્યાં જાવ છો.?
અહી નજીકમાં મારુ નાનકડુ ગાંમ છે ચાંદપુર ત્યાં જાવ છું.
મને પણ ત્યાં લઈ જાઓ, એવી જીદ પકડીને એ યુવતી બાઈક પરથી નીચે જ ન ઉતરી,
સમય ઘણો થૈ ગયો હતો એટલે અરુણે વધારે બહેસ કર્યા વગર બાઈક ઉપાડ્યુને ચાંદપુરાના બસ્ટેન્ડ આવ્યુ એટલે ઉભુ કરી યુવતીને ઉતરવાનુ કહ્યુ. બસ્ટેન્ડ થી ગાંમ સુધીનુ અંતર એક કી.મિ. છે.
સ્ફુર્તી સાથે બાઈક પરથી ઉતરી ને એ યુવતી બસ્ટેન્ડની બાજુમા મુકેલા બાકડા પર બેસીને બોલી :- તમે જાઓ , તમારી મમ્મીને બોલાવી આવો, હુ અહીયાં જ બેસી છુ.
વાત-ચીતમા સમય ન વેડફતા બાઈક ફફડાવ્યુ અને ઘરે જઈ સઘળી વાત કરી અને એની મમ્મી અને એક નજીકના મિત્રને લઈ દશ જ મીનીટમાં પાછો બસસ્ટેન્ડે આવ્યો.
બધા બાઈક પરથી નીચે ઉતર્યા અને જોયુ તો ત્યાં કોઈ ન હતુ,
બાકડા પર, બસસ્ટેન્ડની આજુ-બાજુ, રોડની બન્ને સાઈડ બધે જ ચેક કર્યુ પણ કોઈ જ દેખાણુ નહી.
મમ્મીને એની વાત પર વિસ્વાસ ન આવ્યો એટલે મિત્રને બસ્ટેન્ડે ઉભો રાખી એ મમ્મીને ઘરે મુકીને પરત ફર્યો.
પછી રાત્રે બન્ને જણા ચાંદપુર ની આજુ-બાજુ નો દશ કી.મિ. નો એરીયા ચેક કરી આવ્યા પણ…,
ક્યાંય કોઈ ન દેખાણુ.
-
આજ બે મહીના બાદ પણ એ મિત્રને અને બે દીવસ પછી મને એ સવાલો પજવે છે.
-
ક્યાંથી આવી હશે,?
ક્યાં ગઈ હશે ?
શુ કોઈ પ્રેત આત્મા હશે કે અરુણના મનનો વહેમ.
-
આખીર કોણ હતી એ બલા.?
---------------------------
આ ઘટના એ મિત્ર પાસેથી કાલે જ સાંભળી,
ઈચ્છોત તો સ્ટોરીનો એન્ડ કલ્પનાથી ઘાતક લખી શકોત પણ જેવી સાંભળી એવી જ લખવાનો પ્રયત્ન કર્યો છે.
ગામના નામ અને મિત્રનુ નામ બદલેલ છે.
---------------------------------
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT