ISRO-ઈસરો

ISRO-ઈસરો

-------ફેસબુક મિત્ર -નટખટ વાંદરું ની વૉલ પરથી
https://www.facebook.com/profile.php?id=100013852149850
--------------





હમણાં આપણે ન્યૂઝપેપર પર.. TV ન્યુઝ પર... ISRO ની એમની તાજેતરની સિદ્ધિઓ જેવી કે ઈસરો એ 14 દેશના 31 સેટેલાઇટ અંતરિક્ષ માં તરતા મુક્યા..., ઈસરો હવે ઇંધણ તરીકે કેરોસીનનો ઉપયોગ કરીને સેટેલાઇટ અંતરિક્ષમાં મુકશે..., આવા ન્યુઝ ઘણી વાર વાંચવા સાંભળવા મળ્યા..🚀🚀
.
.
તી'હાલો ઇ ISRO ના જંગલમાં આ વિકેન્ડમાં ન્યા ભાટક્યા આવી...🛰🛰
.
.
ISRO : #Indian_space_research_organisation આ આપણા દેશ ની સૌથી મોટી સ્પેસ કંપની છે... એનું હેડ ક્વાર્ટર બેંગ્લોર... ભાયા ના જંગલમાં આવેલી છે 😜
.
.
🐵 એમણે જે કર્યું એ કાબિલે તારીફ છે.. ઘણા દેશો એ આ બાબતે વિચાર્યું પણ નય હોય.. કે ભારત આ ક્ષેત્રે આટલી પ્રગતિ સાધી શકે.. આપણા દેશમાં એમના કુલ 13 સેન્ટરો આવેલા છે..
.
.
🐵 ISRO અંતરિક્ષ વિભાગ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે અને તે ડાયરેકટ પ્રધાનમંત્રી ને રિપોર્ટ કરે છે..🛰
.
.
🐵 ડો.વિક્રમ સારાભાઈ એ 1969 માં એમની સ્થાપના કરેલી. ડો. વિક્રમ સારાભાઈ ને તો બધાય ઓળખતા જ હોવ.. ઇ જ તે કે જેને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ ના જનક તરીકે ઓળખાય છે.
.
.
🐵 આપણો દેશ આ ISRO ને કારણે એવા દેશમાં સામેલ થયો છે કે જે અમેરિકા, ફ્રાન્સ, રશિયા, જાપાન અને ચીન સહિત કે જેમની પોતાની જમીનમાં બનાવવા થી લઈ એમને લોન્ચ કરવાની ક્ષમતા ધરાવેે.
.
.
🐵 ISRO એ આપણા માટે 87 થી વધુ સેટેલાઈટ લોન્ચ કરવાની સાથે .. અત્યાર સુધી જુદા જુદા 21 દેશો ના ઘણા બધા સેટેલાઈટ પણ લોન્ચ કરેલા છે. સૌથી પહેલો ઉપગ્રહ #આર્યભટ્ટ ISRO એ 19 એપ્રિલ 1975માં રશિયાની મદદથી લોન્ચ કરેલો.
.
.
🐵 ISRO નું બજેટ કેન્દ્ર સરકાર ના કુલ ખર્ચ કરતા 0.34% અને GDP ના 0.08% છે. આ આમના કામ પ્રમાણે બવ જાજો ખર્ચ ના કેવાય.. ISRO નો છેલ્લા 40 વર્ષ નો ખર્ચ NASA ના એક વર્ષ કરતા અડધો છે 🙄
.
.
🐵 પાકિસ્તાન ની પણ એક સ્પેસ એજન્સી #SUPARCO એ પણ 1961 માં બની હતી આપણા કરતા ઇ પેલા બની હતી તોયે એમણે હજી બે સેટેલાઇટ જ લોન્ચ કર્યો ઇયેય અન્ય દેશની મદદ થી.. 😜
.
.
🐵 આપણા દેશના પહેલા સેટેલાઇટ લોન્ચ સમયે આપણા વૈજ્ઞાનિક દરરોજ તિરુવંતપૂરમ ની બસમાં આવતા જતાં અને બપોરનું જમવાનું રેલવે સ્ટેશને તરફથી આવતું અને એ સમયે સેટેલાઇટના અમુક ભાગો હળવા જ બનાવેલા તેથી લોન્ચ પેડ હુધી તેને સાયકલમાં પણ લઈ જવાય.🚀 ( ફોતુય મુકેલો છે જોય લેજો 😎 )
.
.
🐵 1981 માં #APPLE સેટેલાઇટ ના સંસાધનો હતા નય એટલે બળદગાડામાં લય જવામાં આવ્યો હતો.. SLV-3 ભારત દ્વારા લોન્ચ કરેલો પહેલો સ્વદેશી ઉપગ્રહ હતો અને આ પ્રોજેકટ ના ડાયરેકટર ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ હતા..
.
.
🐵 #ANTRIX આ એક ઈસરો નું એક કોમર્શિયલ ડિવિઝન છે કે જે આપણી આકાશી તકનિકોને બીજા અન્ય દેશો સુધી પહોંચાડે છે અને એમના બોર્ડ ઓફ ડાયરેકટર ઉદ્યોગપતિ રતન ટાટા અને જમશેદ ગોદરેજ છે.
.
.
🐵 બીજા કોઈ સંગઠનો ની સમાનતા કરતા ઈસરો માં સૌથી વધુ વૈજ્ઞાનિકો સિંગલ જ છેે એમને લગ્ન કર્યા જ નથ અને આખી ઝીંદગી આ સંગઠન માટે સમર્પિત કરી.
.
.
🐵 2008-2009 માં ઈસરો એ ચંદ્રયાન-1 લોન્ચ કર્યું હતું એમનું બજેટ 350 કરોડ રૂપિયા હતું એટલે કે NASA થી 8-9 ગણુ ઓછું ...  આ યાને જ ચાંદામામા ઉપર પાણી ની શોધ કરેલી.
.
.
🐵 પહેલા જ પ્રયાસમાં મંગળ ગ્રહ ઉપર પહોંચવા વાળો આપણો દેશ ભારત જ છે.. અમેરિકા 5 વાર ટ્રાય કર્યા પછી પહોંચ્યો હતો... એમાં ચીન... રશિયા ને પણ પહેલી વાર ના પ્રયાસમાં નિશ્ફળતા મળેલી..
.
.
🐵 ISRO નું મંગળ મિશન આજ સુધી નું સૌથી સસ્તું મિશન છે.. પૃથ્વી થી મંગળ ની અંતર 225000000 KM.. અને બજેટ 450 કરોડ રૂપિયા.. એટલે કે 20 રૂપિયા પ્રતિ KM થાય કે જે હાલ ઓટો રીક્ષા ના ભાડા ની આજુબાજુ માં થાય.. બાહુબલી 1 - 2 બનાવવાનું ભેગું બજેટ 450 કરોડ થયું હતું.
.
.
🐵 જ્યારે ઘણા દેશો navigational purpose માટે અમેરિકા ના GPS પર નિર્ભર હતા ત્યારે ISRO સફળતાપૂર્વક આપણા જ navigational satellites, IRNSS લોન્ચ કરી નાખ્યું હતું.. તને પાછુય કય દવ સાહિદ કપૂર ઉર્ફ #Bharat એટલે જ ચીન અને પાકિસ્તાનની ની બયરતી હતી 😂🤣😂🤣
.
 🐵 2016 માં ISRO એ વાતાવરણમાંથી જ ઓક્સિજન મેળવીને તેના ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવતા એન્જીનનું સફળ પરીક્ષણ કરેલું.. આ રિઝયુએબલ લોન્ચ Whicle માં અવાજ કરતા વધુ ગતિ એટલે કે હાઇપર સોનિક સ્પીડ માટે આ એન્જીન નો ઉપયોગ કરવામાં આવેલો આ સફળતા સાથે ભારતે NASA ની હરોળમાં સ્થાન મેળવ્યું... જાપાન, ચીન, અને રશિયા ને પણ પાછળ રાખી દીધું.
.
.
🐵 એમાય આપને લાગે કે આ ISRO નાનકડું છે ?? તો જણાવવાનું કે ગયા વરહ માં ISRO એ 14 અબજ રૂપિયાની કમાણી કરેલી.. 19 હજારેક જેવા વૈજ્ઞાનિક અને કર્મચારીઓ કામ કરે છે એમાં... તેમજ એક સાથે 104 સેટેલાઇટ લોન્ચ કરી ને ઇતિહાસ રચી દીધેલો... એમાંથી ભારત ના તયન અને વિદેશો ના 101 સેટેલાઇટ હતા... ! યુ અન્ડરસ્તેડ.. one hundred 4 satellite 🙄🙄.
.
હાયલો'તી.. આયજની જંગલ યાત્રા સમાપ્ત.. 😂😂
.
ભૂલચૂક લેવી દેવી... 🐒🐒🐒🐒
.

Comments