- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
સાશંક દુર્યોધન :
દ્રોણ પાસે દુર્યોધન આવે છે અને
સેન્યનું સમીક્ષણ કરે છે ,અને
કહે છે કે પાંડવોનું સેન્ય પર્યાપ્ત છે અને
આપનું સેન્ય અપર્યાપ્ત છે .
પર્યાપ્ત એટલે (૧ ) પુરતું અને (૨) ઘેરી શકાય એટલું
યુદ્ધના મેદાન ઉપર આવ્યા પછી
દુર્યોધન ની મન:સ્થિતિ કેવી છે તે અહી સમજાવી છે
પરીક્ષાના હોલ માં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થી જેવી દુર્યોધન ની
મન:સ્થિતિ છે પરીક્ષાથી યશને
માટે ઉતાવળિયો
થયો હોય કે પેપર સહેલું હશે એટલે ફટ દઈને લખી નાખીશ સાથે સાથે તેને ડર
હોય કે પેપર
અઘરું તો નહિ હોય ને ? દુર્યોધન ની એવી જ સ્થિતિ દેખાય છે .દુર્યોધન યશને માટે
ઉતાવળિયો થયો છે
અને અંદર સાતમે પડદે પોતે યશસ્વી થશે કે નહિ એ બારામાં શંકા છે
‘તેથી જ પોતાના
સેન્ય માટે અપર્યાપ્ત ,પાંડવો ના સેન્ય માટે પર્યાપ્ત –એવા દ્રિઅર્થી શબ્દો વાપર્યા
છે .પાંડવો નું સેન્ય પૂર્ણ છે ,કારણ, તેઓ દિલ થી લડાઈ માં ઉભા છે અને અમારું સેન્ય અપૂર્ણ છે ,
કારણ તે ભાડુતી
છે , તેઓ ચીન્ધેલું કામ કરવાવાળા છે .તેથી જ પોતાના પક્ષ માટે દુર્યોધનને મન
માં ઊંડે ઊંડે
ડર લાગ્યો તેના સંકેત રૂપે દુર્યોધને આડકતરી રીતે દ્રોણને મેણું માર્યું છે અને
તેને
द्रिजोतम કહીને સંબોધ્યા છે
ખરું જોતા તો
લડાઈ ના મેદાન ઉપર ઉભેલા દ્રોણ ને द्रिजोतम કહેવાનું કારણ નથી
દ્રીજ લડવાવાળો નથી . દ્રોણ આખા ક્ષાત્રસંગઠનના ગુરુ છે , પણ તેને
દુર્યોધને द्रिजोतम द्रिजोतम કહીને સંબોધ્યા છે
એટલું જ નહિ तव शिष्येण धीमता કહીને ‘જેને તમે ભણાવ્યો તે તમારો જ શિષ્ય ધ્રુષ્ઠધ્રુમ તમને મારવા
માટે
સામે પક્ષે ઉભો છે ‘ એવું પણ મહેણું માર્યું છે .આ બધું દુર્યોધન માં
છુપો રહેલો ડર-ભય દેખાડે છે
દુર્યોધન એક બાજુ પોતાના સેન્ય ની નબળાઈ પણ સમજી ચુક્યો છે . તો બીજી
બાજુ સામા પક્ષનું
સામર્થ્ય પણ સમજી ચુક્યો છે પાંડવોનું સેન્ય સંખ્યાબળથી ઓછુ છતાં
પૂર્ણ છે અને પોતાનું સેન્ય સંખ્યાબળથી
વધુ છતાં ચીન્ધેલું કામ કરવાવાળું છે .તેથી અપૂર્ણ છે , અને તેથી યશ
ની આશા ઓછી છે તે દુર્યોધન
સમજે છે તે પોતાની મન:સ્થિતિ દ્રોણ ને કહી રાખે છે . ટૂંકમાં
કહેવાનું હોય તો પાંડવ સેન્ય એક પક્ષપાતી
(એકજ પક્ષ પ્રતિ વફાદારી દાખવનારૂ ) છે અને કોરવ સેન્ય ઉભય પક્ષપાતી
છે તેમાં કેટલાક ને जयोस्तु जयोअस्तु
पाण्डवानाम એમ લાગે છે સાથે સાથે કોરવ સેન્યમાં ઘણાને યશ-અપયશ ની પડી નથી
.કેટલાક મહાન
ધનુર્ધારી ઓ માનતા રહ્યા છે કે “પોતે કોરવપક્ષમાં છે ખરા ,પણ કૃષ્ણનું
વિષ્ટિ વેળાનું ભાષણ સાંભળીને
પોતાની ભૂલ થઇ હોય તેમ લાગે
છે કે કરારથી બંધાયેલા છીએ તેથી હવે કોરવપક્ષમાં જ રહેવું જોઈએ
પણ પાંડવોનો જાય થાય તો બહુ સારું ! जयोअस्तु पाण्डवानाम આમ બોલવાવાળો તે વર્ગ છે તેથીજ દુર્યોધન ને
પોતાનું સેન્ય પુરતું લાગતું નથી ,અપૂર્ણ લાગે છે
સેન્યનું
સમીક્ષણ કરીને “ થોડો ગભરાયેલો અને યશને માટે થોડો ઉતાવળિયો થયેલો એવો “
દુર્યોધનને ગીતાના પહેલા અધ્યાયમાં વેદવ્યાસે વર્ણવ્યો છે .
કોરવસેન્યની માનસિક સ્થિતિ કૃષ્ણ વિષ્ટિને
કારણે ડગમગતી હતી તે દુર કરવા અને પોતાના પક્ષ ને હિંમત આપવા માટે
ભીષ્મે શંખનાદ કર્યો તેનું
વર્ણન છે આમ અર્જુન જ શોક ,સંવિગ્ન અને ચિંતાથી ભરેલો હતો એવું
નહોતું .તે વખતની આખી પરિસ્થિતિ
જ એવી હતી કે પોઢ લોકોનું માનસ વિષ્ણણતાથી ભરેલું હતું પછી ભલે તેના
કારણો જુદા જુદા હોય
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT