અધ્યાય ૨ - આતતાયી કોંરવો :

આતતાયી કોંરવો :

         અર્જુન! તારી સામે આતતાયી લોકો ઉભા છે . અને આતતાયી ને મારવા એ ધર્મશાસ્ત્ર ની આજ્ઞા છે 
ધર્મશાસ્ત્ર મુજબ :

ઘર બાળવાવાળા, ઝેર ખવડાવાવાળા, લોકોને મારવા માટે હાથમાં શસ્ત્ર લેવા વાળા , ધન લૂટવાવાળા , ખેતર-જમીનનો કબજો કરવાવાળા , બીજાની સ્ત્રીઓ ઉપાડી જવાવાળા , આ બધા આતતાયી કહેવાય . અને સામે આતતાયી મળે તો વિચાર કરવા પણ થોભ્યા વગર તેને મારવાની ધર્મશાસ્ત્રની આજ્ઞા છે , એ સિવાય તેમને માટે બીજો કોઈ  ઉપાય નથી .
    
                 કોરવો બધી રીતે આતતાયી છે.તેમને ઉપર કહેલી બધી વાતો કરી છે, લાક્ષાગૃહમાં પાંડવોને બાળવાનો પ્રયત્ન કર્યો , ભીમસેન ને ઝેર ખવડાવ્યુ ,કુટિલ કર્મો કરવા સસ્ત્રવિદ્યા શીખ્યા , પતિવ્રતા સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કર્યો , એમને શું નથી કર્યું ? ! સામેવાળા આતતાયી છે આવી વિષમ સ્થિતિમાં તને વિષાદ ક્યાંથી આવ્યો ? બીજું , આ યુદ્ધ સમષ્ટિના હિત માટે છે એ તું જાને છે . તેમાંથી છટકવાનો વિચાર તને ક્યાંથી આવ્યો ? એમ ભગવાન કહે છે .
અર્જુનને સમજાવાનો પહેલો પ્રયત્ન :

દિલસે ગુજરાતી

Comments