રાજા હરિચંદ્ર એ રોહિદાસ ને પરબ નું પાણી પિતા કેમ રોક્યો?

  રાજા હરીચંદ્ર એ રોહીદાસ ને પરબ નુ પાણી પીતા કેમ રોકયો?

     સત્યવાદી રાજા હરિચંદ્ર એ પોતાનું રાજ્ય મહર્ષિ વિશ્વામિત્ર ને દાન માં આપ્યા પછી  જંગલ માંથી પસાર થતા હતા તેમની સાથે પત્ની તારામતી અને પુત્ર રોહિદાસ પણ હતા. જંગલ માં ચાલતા ચાલતા તેમને તરસ લાગી.. આ તરફ વિશ્વામિત્ર એ હરિચંદ્ર ની પરીક્ષા કરવા માટે જે રસ્તે હરિચંદ્ર જવાના હતા તે રસ્તા નું આખુ જંગલ સળગાવી દીધું.. અને એ જંગલ માં જે રસ્તા ઉપર થઇ ને હરિચંદ્ર જવાના હતા તે રસ્તે એક પરબ બનાવી દીધી 
          આ તરફ રાજા હરિચંદ્ર તારામતી અને રોહિદાસ.. ચાલતા ચાલતા થાકી ગયા હતા... અને કોઈ જગ્યાએ પાણી મળે તો પાણી પીવું હતું... એમને એવી તરસ લાગી હતી કે ભગવાન જો તેમને પ્રશ્ર્ન્ન થાય તો એ પહેલા ભગવાન પાસે પાણી જ માગે... એવી તરસ લાગી હતી.. એટલામાં જ રોહિદાસ ને પરબ દેખાય છે તે દોડતો ત્યાં જઈને પાણી પીવા જાય છે.. અને પાણી ખોબા માં લે છે.. આ જોઈનેહરિચંદ્ર એ હરિદાસ ને રોકે છે. કે રોહિદાસ તારે આ પાણી નથી પીવાનું..
       
 રોહિદાસ કહે છે કે મને તરસ લાગી છે. અને જો હું પાણી નહિ પીવું તો હું મારી જઈશ 
હરિચંદ્ર કહે છે કે તું મરી જઈશ તો ચાલશે પણ તું ક્ષત્રિય નો દીકરો છે... તારે પરબ નું પાણી નથી પીવાનું.. પાણી નું જલશય શોધી ને પાણી પી 
આટલુ સાંભળતા જ હરિદાસ એ ખોબા માં ભરેલું પાણી જમીન ઉપર નાખી દીધું 

આવા હતા સત્યવાદી રાજા હરિચંદ્ર.. તારામતી... અને રોહિદાસ...  ગમે તેવી પરિસ્થિતિ માં પણ પોતાનો ધર્મ ના ભૂલવો..  પોતાની વૃત્તિ ના બદલવી.... પોતાનું મન ના બદલવું... માણસ મરી જાય તો... તો ચાલશે.. પણ જો મન મરી જાય તો માણસ મરી ગયેલો જ સમજવો... કેમને.. માર્યા પછી પણ માણસ સાથે મન સાથે આવશે.. મરી ગયા પછી.. પણ મન માં રહેલી દુબદાઈ સાથે આવશે... મન મરી જાય તો જન્મ જન્મ નો વિકાસ અટકી જાય 
એટલે રાજા હરિચંદ્ર એ રોહિદાસ ને પરબ નું પાણી પિતા રોક્યો હતો 

દિલસે ગુજરાતી

Comments

Popular posts from this blog

જય દ્વારકાધીશ

ફની શાયરી - Funny Shayari Gujrati

જય દ્વારકાધીશ સ્ટેટસ

ચેહર માં શાયરી સ્ટેટસ - chehar ma shayari stetus

Attitude Status In Gujrati - સ્ટેટસ ગુજરાતી

Gujrati Prem Shayari - ગુજરાતી પ્રેમ શાયરી

જમીન માપણી અને અંતર

ગુજરાતી સુવિચાર

લવ શાયરી - love shayari Gujrati