અબ્રાહમ લિંકન સુવિચાર
અબ્રાહમ લિંકન સુવિચાર
તમને એવુ થતું હશે કે ગુજરાતી સાઈટ ઉપર વિદેશ ના કોઈ મહાત્મા ના વિચાર શા માટે? આ અમેરિકા ના પ્રમુખ વિશે આપણે જાણવું જરૂરી છે આ મહાન આત્મા વિશે જાણવું જરૂરી છે અને એમના વિચાર જીવનમાં ઉતારવા જેવા છે.. એ મહાત્મા નું નામ છે અબ્રાહમ લિંકન.. તો આજે એમના વિષે જાણકારી મેળવીયે
અબ્રાહમ લિંકન અમેરિકા ના 16 માં નંબર ના રાષ્ટ્પતિ હતા એમને 1861 થી 1865 સુધી અમેરિકા નું પ્રમુખ પદ સાંભળ્યું હતું એમનું મુર્ત્યું પ્રમુખ હતા તે સમયે જ તેમની હત્યાં કરવામાં આવી હતી. એમને અમેરિકા માં સોંથી મોટુ કામ એ હતું કે અમેરિકા માં ગુલામી પ્રથા ચાલતી હતી. એ ગુલામી પ્રથા ને એમને નાબૂદ કરી હતી. આ મહાન કામ એમને અમેરિકા ના પ્રમુખ પદે હતા ત્યારે કર્યું હતું. આ કારણે તેમની હત્યા થઇ હતી
મારા પોતાના અબ્રાહમ લિંકન વિષે એવા વિચાર છે. કે આ માણસે અમેરિકાના પ્રમુખ પદ પર બેઠા પછી.. ભગવદ્દ ગીતા માં ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુન ને કહ્યું હતું કે અર્જુન.. તું યજ્ઞનીય કામ કર.. એવુ કામ અબ્રાહમ લિંકન એ કરેલું છે. એમના જીવન વિષે પણ જાણવા જેવું છે.. આખુ જીવન.. ફક્ત નિષ્ફળતા થી ભરેલું હતું હતું. એમના જીવન થી નિષ્ફળ થયેલા માણસો એ શીખવા જેવું છે. આખી જિંદગી તેમને ફક્ત નિષ્ફળતા જ મળી પણ જ્યારે તેમને અમેરિકા ના પ્રમુખ પદ માટે જ્યારે સફળતા મળી ત્યારે તેમને અમેરિકા ના માણસો ના લોહી માં જે દુર્ગુણ વણાઈ ગયેલો હતો કે. એક માણસ બીજા માણસ ને ગુલામ બનાવી શકે છે. એ દુર્ગુણ એમને અમેરિકા ની જનતામાંથી કાઢી નાખ્યો. બાકી આખી જિંદગી નિષ્ફળ થળેલો માણસ પોતાની ઈચ્છા પુરી કરવામાં જ પડ્યો રહે. પણ આ મહાત્મા એ સફળ થયાં પછી.. માણસ ના દુર્ગુણ કાઢવામાં પોતે લાગવી.. એમાં એ સફળ પણ થયાં. આ મહાત્મા ઉપર 13000 થી વધુ પુસ્તકો લખાયા છે. એમાં આપડે પણ લખીયે એમના વિષે જાણીયે. તો એમના કરેલા કામ ઉપર તેમના જીવન ઉપર એક ફૂલ ચડાવવું જેવું છે.
અબ્રાહમ લિંકન વિષે લખવાનું તો ઘણું છે પણ લખતા લખતા આંગળિયો દુખે છે.. એટલે
એમના કહેલા.. સુવિચાર જ લખીયે...
![]() |
| અબ્રાહમ લિંકન સુવિચાર |
આપણે જેટલાં દયાડું બનીશું તેટલા મહાન બનીશું
અસફળતા તમને તોડવા નહિ. તમને બનાવા આવે છે
જે માણસ આજે શીખે છે એ કાલે નવી દિશા મેળવે છે
સાચો વિજય એ છે કે આપણે આપડા ડર ઉપર વિજય મેળવીયે
માણસ ને ઓળખવાનું સાચું માપદંડ તેનું વર્તન છે. તેના વિચારો અથવાં શબ્દો નહિ
ધીમું ચાલો પણ સાચા માર્ગે ચાલો એજ સફળતા ની ચાવી છે
જે પોતાને બદલવાની હિમ્મત રાખે એ દુનિયા પણ બદલી શકે
સત્યનો રસ્તો મુશ્કેલ છે પણ અંતે એજ પ્રકાશ આપે છે
આપણી વિચારશક્તિ જ સૌથી મોટુ શસ્ત્ર છે
જ્ઞાન એવી શક્તિ છે જે અંધારામાં પણ દિશા બતાવે છે
સફળ માણસ એ છે કે મુશ્કેલીયો વચ્ચે પણ જે સ્મિત રાખે છે
આજે કરેલું સારું કાર્ય કાલે ભાગ્ય બદલશે
માનવતા જ મનુષ્ય નો સૌથી મોટો ધર્મ છે
દરેક મુશ્કેલી પાછળ એક તક છુપાયેલી હોય છે
જીતવા કરતા પહેલા તમારી અંદર જીતની ભાવના જગાવો
સમય નું મૂલ્ય સમાજનાર જીવન નું મૂલ્ય સમજશે
જે ન્યાય માટે ઉભો રહે છે ઇતિહાસ તેને નમન કરે છે
જીવનમાં કંઈક બનવું હોય તો પોતાના ઉપર વિશ્વાસ રાખો
સારા વિચારો.. સારું જીવન. એ સુખનું સૂત્ર છે
કરુણા બધા જ ધર્મો નો સાર છે
.jpeg)
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT