જય શ્રી ક્રિષ્ના
આ લખાણ દાદાજી ના પ્રવચન માંથી લીધેલું છે... હું સમય મળે ત્યારે આ વાતો વાચવા માટે જ લખી છે
આમાં તમારે દાદાજી ના પ્રવચન ની કોઈ વાત ઉમેરવી હોય તી કોમમેન્ટ કરજો મારે પણ કામ આવે
સુખ ની વ્યાખ્યા શું?
આપણે રોજ બાસુંદી ખાવા મળે તે સુખ?
જો એવુ હોય તો 3 વાટકી બાસુંદી પીધા પછી.. આપણને બાસુંદી ખાવામાં મોઢું બગાડીયે છીએ
તો સુખ કોને કહેવાય?
મન અને ઇન્દ્રિયો નું એક સાથે મિલન
સમજો કે એક ભાઈ બાસુંદી ની વાટકી લઈને ખાવા બેઠા છે
ને અચાનક તેમને ફોન આવે કે તમારો દીકરો મરી ગયો છે... એ ભાઈ એ એ બાસુંદી મોઢા માં મૂકી છે પણ એ બાસુંદી ખાવા નો આનંદ નથી... કેમકે એનું મન બાસુંદી માં નથી
મતલબ જ્યાં મન ના હોય ત્યાં ઇન્દ્રિયો નો આનંદ નથી આવતો
પ્રતીક્ષા માં આનંદ છે
સમજો કે આપણ ને ઘણા વારહો ની મહેનત પછી આપણે સારા એવા પૈસા મળ્યા તો એ પૈસા માં આનંદ છે.
જો આપણને એ પૈસા જલ્દી મળી ગયા હોય તો એ પૈસા માં આનંદ નથી આવતો
એટલે કોઈ પણ સુખ માટે કરેલી મહેનત પછી એ સુખ ની પ્રતીક્ષા માં આનંદ છે
એવી રીતે ભગવાન પણ આપણને તરત મળી જાય તો એમાં શું આનંદ રહે
ભગવાન પણ આપણને દર્શન આપવામાં પણ પ્રતીક્ષા કરાવે છે.. કેમ કે ભગવાન ને ખબર છે કે પ્રતીક્ષા માં આનંદ છે.. પણ એ વાત ની આપણને ખબર નથી.. અને આપણે ભગવાન ને ગાળો બોલીયે છીએ કે ભગવાન તે મને આ દુઃખ આપ્યું.. પણ એ દુઃખ આપણા વિકાસ માટે ભગવાને આપ્યું હોય છે... ભગવાન આપણને દુઃખ પછી જે સુખ આવવાનું છે એનો આનંદ અનેરો હોય છે.. એ ભગવાન ને ખબર છે
નરસિંહ મહેતા ની મદદ કરવા જેમ ભગવાન આવે તેમ આપણી પણ ભગવાન સતત મદદ કરતા રહ્યાં છે.. પણ નરસિંહ મહેતા જેવા એ મદદ ને યાદ રાખે છે છે અને આપણે એ મદદ ને ભૂલી જઈએ છીએ
આપનો જન્મ નહોતો થયો ત્યારે 18 વરસ ની છોકરી માં એ માઁ નું વાતશલ્ય કોને મૂક્યું? ભગવાને મૂક્યું.. આપણને તે વાતશલ્ય ની ખબર નથી... અને નરસિંહ મહેતા જેવા ભક્તો ને તે વાતની ખબર છે
એટલે ભગવાન તો આપણી સતત સંભાળ લેતા જ રહ્યા છે.. બસ આપણને એ વાત ની ખબર નથી
દુઃખ અને સુખ ભગવાને જ મોકલ્યું છે
ભગવાને આપણ ને આશા આપી ને બહુજ સરસ કાર્ય છે
ભગવાન કહે છે કે
ભૂતકાળ જવા દે અને ભવિષ્ય ની ચિંતા મારા ઉપાઈ છોડી દે.. અને વર્તમાન માં જીવી લે
માણસ દુઃખી ભવિષ્ય ની ચિંતા લઈને જ દુઃખી થાય છે કે મારું ભવિષ્ય માં શું થશે
ભગવાને ઊંઘ આપી ને બહુજ સરસ કર્યું છે
કોઈ બહેન નો પતિ મરી જાય તો એક દિવસ ની ઊંઘ પછી એ દુઃખ ઓછું થાય જેમ જેમ દિવસ જાય તેમ તેમ દુઃખ ઓછું થતું જાય... ભગવાને એટલે જ ઊંઘ આપી ને બહુજ સરસ કર્યું છે
દાદાજી ના પ્રવચન ની કોઈ વાત યાદ હોય તો કોમેન્ટ કરજો
જય યોગેશ્વર ❤️🙏

Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT