સંસ્કારી યુવાનો અને યુવતીઓએ આ મેસેજ વાંચી ને ખોટું લગાડવું નહી

*‼સંસ્કારી યુવાનો અને યુવતીઓએ આ મેસેજ વાંચી ને ખોટું લગાડવું નહી:!‼*
*(પણ જે લોકોમાં નીચે લખેલા અપલક્ષણો હોય તે લોકો માટે આ મેસેજ છે:!)*‼
*આજનો યુવાન બુઢ્ઢો છે:!*
*બુદ્ધિનો બુઠ્ઠો છે:!*‼
*માનવામાં નથી આવતું:?⁉*
*સવારે મોડું ઉઠવાનું..! ઉઠતા વેંત જ હાથ માં-બાપના પૈસે ખરીદેલો મોબાઈલ લઇ પોતાના મિત્ર મંડળ સાથે Whats App માં ચોવટ કરવાની:!*
*ન દાંત સાફ કરવા:! ન નહાવા જવું:! ન માતા પિતા સાથે વાત કરવી:! અને આખો સમય મનમાં ખાંડ ખાવ છીએ કે અમે યુવાનો સ્માર્ટ છીએ:!*
*પણ ભઈલા તારો મોબાઈલ સ્માર્ટ છે:! તું તો નથી જ:! તું તો ડોબો જ છે:! નથી તને દેશ- દુનિયાની ખબર કે નથી; પારિવારીક સમ્બંધોની ખબર; તું શાનો સ્માર્ટ છે બકા:?*⁉
*અલ્યા મૂરખા કાનમાં ઘોંઘાટ વાળું સંગીત સાંભળી સાંભળી ને તું માત્ર કાનથી નહિ; દિમાગથી પણ તું બેરો થઇ ગયો છે:!‼*
*‼અલ્યા આખો દાડો મોબાઈલમાં ડાચું નાખી શું જોયા કરે છે⁉તારા મા બાપ સામે તો જો કોઈ વાર! બિચારા બાપે આખી જુવાની તને જુવાન કરવામાં ખર્ચી નાખી:!‼*
*‼અલ્યા ડફોળ તારો બાપ જાત ઘસતો અને તને હસતો જોઈ રાજી થતો:!‼તારી મા:! જેણે જુવાનીમાં કદીયે કોઈ મોજ શોખ નથી કર્યા; કારણ એને તારા માટે રમકડા ખરીદવા હતા:!‼*
*⁉ લાટ સાહેબ; 21×3=63 થાય તે કહેવા તારે મોબાઈલનું કેલ્ક્યુલેટર વાપરવું પડે છે :!‼*
*‼તું જેને પછાત સમજે છે; તે તારા મા બાપ સમય આવ્યે મોબાઈલ અને કોમ્પ્યુટર શીખવા પડે તો એ પણ શીખી લેશે:!‼*
*⁉ઘેલસાંગરા; કસ્તુરબાને તું ગાંધીજીના બા સમજે છે અને ઈન્દીરા ગાંધીને ગાંધીજીના દીકરી છતાંય તને કોઈ વડીલ સલાહ આપે તો તારી કમાન છટકે છે:!‼*
*⁉પણ બકા; મેથી અને કોથમીર કોને કહેવાય:? એ તું સાત વાર શાક લેવા જાય તો પણ શીખી નહિ શકે:!‼*
*⁉મકોડી પહેલવાન; બે માઈલ ચાલવામાં તને આળસ આવતું હતું અને પોકમોન ગો રમવામાં આખું ગામ મોબાઈલમાં મોં ઘાલીને ઘુમ્યે જાય છે :!‼*
*⁉અક્કલના બારદાન; માતૃભાષામાં "ઘ" અને "ધ" લખવાનો તફાવત તને ખબર નથી "ઘર ને બદલે "ધર" અને "ધજા" ને બદલે "ઘજા" લખે છે અને માં-બાપને અંગ્રેજી આવડતું નથી તેની ફરિયાદ કરે છે:!‼*
*⁉અલ્યા ગુગલીયા; "પાટલા સાસુ" કોને કહેવાય તેવું ગૂગલને પૂછવા કરતા કોઈ વડીલને પૂછ બધા સબંધ વાચક નામ તને તુરંતમાં સમજાવશે :!‼*
*‼તારા મા બાપનો ફોન ભલે સ્માર્ટ નહિ હોય; પણ માબાપ પોતે ખૂબજ સ્માર્ટ છે:!‼અને તારો ફોન સ્માર્ટ છે; પણ તું સ્માર્ટ નથી; એટલે બકા તોફાન કરવા રે’વા દે; અને છાનો માનો મા બાપ કહે એમ કર:!‼*
*‼વાતવાતમાં માબાપને ઉતારી પાડવાથી તું ઉંચો નહિ આવે ભઈલા:!‼*
*‼ઘરમાં જે સગવડો મળે છે એના માટે મા બાપનો આભાર માન:! કારણ કે તને તારી લાયકાતથી વધારે તેઓ સુખ આપે છે:!‼*
*⁉અલ્યા ડફોળ:! જરા સ્માર્ટ ફોન માંથી ડાચું બહાર કાઢ; અને જો તારા મા બાપ દિવસ રાત તારા માટે કેટલું લોહીનું પાણી કરે છે:?⁉તને જનમ આપ્યાની સજા પળે પળે તું એમને આપે છે:!⁉*
*‼બકા:! કોઈ પણ મા બાપને કારમી સજા કરવી હોય તો; એક જ રીત છે મા બાપની ઈચ્છા વિરુદ્ધ જવુ:!‼*
*‼ભઈલા:! મા બાપ તને સુખી જોવા કદાચ તારી મુર્ખ વાતોને પણ માની જશે; પણ એની આંતરડી અંદરથી બળતી રહે:!‼‼*
*‼'જન્મદાતા' 'અન્નદાતા' 'જીવનદાતા' ને દુભાવનાર કોઈ દિ ઠરતો નથી:!‼*
*‼બકા જા; અને તારા સ્માર્ટ ફોનને બાજુમાં મૂકી થોડો વખત મા બાપ સાથ વાતો કર:!‼કારણ કે કાલ કોણે જોઈ છે:??⁉⁉⁉*

Comments