ગુજરાતી નવા જોક્સ

ગુજરાતી નવા જોક્સ 

જુદા જુદા વ્યવસાયના પુરુષોની પત્નીઓ એમના પતિઓને વઢે ત્યારે,
કેવા શબ્દો બોલે...?

પાઈલટની પત્ની....હવામાં જ ઊડ્યા કરો તમે....
મિનિસ્ટરની પત્ની....તમારા વચનો ક્યારેય પૂરા થાય છે ખરા?....
શિક્ષકની પત્ની....મને નહીં શીખડાવો....
રંગારીની પત્ની....થોબડું રંગી નાખીશ....
ધોબીની પત્ની....બરાબરની ધુલાઈ કરી નાખીશ....
સુથારની પત્ની....ઠોકીને સીધા કરી દઈશ....
તેલના વેપારીની પત્ની...તો તેલ લેવા જાવ....
દરજીની પત્ની....મારું મોઢું સીવ્યું તો યાદ રાખજો....
અભિનેતાની પત્ની....હવે નાટક બંધ કરો....
રેલવે ડ્રાઈવરની પત્ની....આવી ગઈને ગાડી લાઈન પર?....
કોમ્પ્યુટર એન્જિનિયરની પત્ની...તને ડિલીટ કરી નાખીશ...
ડેન્ટિસ્ટની પત્ની....દાંત તોડીને હાથમાં આપી દઈશ...
================================================================ 
એક વાર એક છોકરા એ એના પપ્પા ને પુઈછું…કે
પપ્પા રાજકારણ એટલે શું ??
તો પપ્પા એ કીધું …કે બેટા આ ટેબલ ઉપર બેસી જા …
…પછી પપ્પા એ કીધું કે હવે ત્યાં થી ઠેકડો માર …
છોકરો ઠેકડો મારવા ગયો તો એના પપ્પા ત્યાં થી ખસી ગયા …
..ને છોકરો પડ્યો …
પપ્પા : આ રાજકારણ નું પેલું ઉદારણ …
…કે રાજકારણ માં સગા બાપ નો પણ વિશ્વાસ ના કરવો ..
================================================================
અમિતાભ અને જયા બચ્ચન નુ ઇન્ટર્વ્યુ લેવામાં આવ્યુ.

પ્રશ્નકર્તા ‌‌‌‌‌‌‍- જયાજી આપને ઈતના લંબા પતિ કીસ લિએ ચુના ?
જયા બચ્ચન- ઈસલિયે કી મેરા પતિ મુઝસે ઝુક કર બાતે કરે.
પ્રશ્નકર્તા ‌‌‌‌‌‌‍- અમિતજી આપને ઈતની છોટી પત્નિ કીસ લિએ ચુની ?
અમિતાભ બચ્ચન – ઈસ લિયે કી મેરે પિતાજી કહતે થે કી જિંદગી મેં મુસિબત જિતની છોટી ઉતના અચ્છા હૈ.
=====================================================================================
એક રૂમ માં બે જુડવા છોકરા બેઠા હતા .એક રડતો હતો અને બીજો ખડખડાટ હસતો હતો.તેના પપ્પા એ પૂછ્યું કેમ હશે છે ??
ત્યરે હસતા છોકરા એ કહ્યું મમ્મી એ બંને વાર આને જ નવડાવી દીધો…..
================================================================
ક્લાસરૂમ માં સર વિદ્યાર્થી ને..
સર: બોલ બેટા દરિયા વચ્ચે લીંબુ નું ઝાડ હોય તો લીંબુ કેવી રીતે તોડાય ?
વિદ્યાર્થી: હાથ લાંબો કરીને..
સર: હાથ કોણ તારો બાપ લાંબો કરશે?
વિદ્યાર્થી: તો દરિયા વચ્ચે લીંબુ નું ઝાડ કોણ તારો દાદો ઉગાડશે?
================================================================
એક વાર એક ભાઈ બજાર માં ચાલતા જતા હતા ત્યારે તેને જોયું કે ઉનાળા માં સ્વેટર વેચતા હતા ત્યારે તેને ત્યાં જાય ને પૂછ્યું કે અત્યારે કેમ ઉનાળા સ્વેટર વેચો છો ત્યારે દુકાન વાળા ભાઈ એ કહ્યું કે આ સીજન માં હરીફાય ના હોય ….
================================================================

માલકિન:(નોકરાણીને)તું સફાઈ બરાબર નથી કરતી.પેલા ખૂણા માં પેલું જાળું છે એનો જિમ્મેદાર કોણ?
નોકરની:ખરેખર કોઈ કરોળિયો જ હશે!
================================================================

એક વાર એક ગામ માં વીજળી આવી એટલે ગામ ના બધા નાગરિકો ઢોલ અને નગારા વગાડી ને નાચવા અને કૂદવા માંડ્યા, તો તેમીની સાથે ગામ ના બધા કુતરા પણ નાચવા માંડ્યા
એટલે એક ગામ ના માણસે કુતરાઓ ને પૂછ્યું કે અમે તો વીજળી આવે છે એટલે નાચીએ છીએ પણ તમે કાં આમ નાચો છો?
તો કુતરાઓ એ જવાબ આપ્યો ” વીજળી આવશે એટલે તેની સાથે થાંભલા પણ આવશે જ ને?”
================================================================

બોય : આપણે થોડાક દીવસ સાથે રહીને દેખીયે . આપણા સ્વભાવ મળશે તો લગ્ન કરીશું અને ભૂલ થયી તો અલગ…
છોકરી : તો ભૂલ કોની પાસે રહેશે?
================================================================

એક વાર બાપુ ને પોલીસ પકડવા ગઈ.
પોલીસ: અમે તમને ચારે બાજુ થી ઘેરી લીધા છે.
બાપુ: તો ચાલો હવે ગરબા ચાલુ કરો.
================================================================
બે મિત્રો ઘણા સમય પછી મળ્યા.
એક મિત્રએ બીજા મિત્રને જોઇને પૂછ્યું કે અલ્યા તે માથે ટાલ કેમ રાખી?
(મારી મશ્કરી કરે છે તેમ વિચારી )….
તેણે કીધું કે તારા બાપા ને લપસણી ખાવા.
અને બીજા મિત્રએ પણ તેની મશ્કરી કરવા તેને પૂછ્યું અલ્યા તે માથે ચોટલી કેમ રાખી?
ત્યારે પહેલા મિત્રે કીધું તારા બાપા ને હીચકા ખાવા.
===========================================================
પહેલા ના જમાનાની વાત છે.
દિલ્લી નગર નો એક વિસ્તાર કે જ્યા ભારત ના બધા ડાકુ, ચોર, અને લુટારા તે વિસ્તાર મા આવી આસપાસ એક બીજા ની લુટેલી વસ્તુ ના ભાગ પડતા હતા…
તેજ વિસ્તાર ઘણા વર્ષો બાદ ,આજે સંસદ ભવન તરીકે ઓળખાય છે.
================================================================
ગર્લ:-મને શું કામ જોવ શો? તમારી ઘરમાં બહેન નથી શું?
બોય:- હે ઇસીલિયે તો દેખ રહ હું .
ગર્લ:- કયું ?
બોય:- મેરી બહેન કો ભાભી ચાહિયે……
================================================================

લડકા:-I LOVE YOU
લડકી:- sorry મૈ કિસી ઔર સે પ્યાર કરતી હું…
લડકા:-ઉદાસ હો ગયા ઓર અચાનક ભાગને લગા ઓર બોલા
.
.
.
તેરી મમ્મી કો બતાઉંગા
લડકી:-ઓય રુક જા કમીને I LOVE U2
===========================================================
છોકરો : હું તમારી જોડે friendship કરવા માગું છું !
છોકરી : પણ મારી સગાઈ થઇ ગઇ છે !
છોકરો : તો બહેન બનીને તમારી કોઈ બહેનપણી સાથે setting કરી આપો
================================================================

બુધ્ધુરામ : અરે ભોલુરમ , કાલે તો તમારું લગન છે , તો આજે આમ ઉદાસ કેમ બેઠા છો ?
ભોલુરમ : અરે શું કહું દોસ્ત , છોકરીવાળાએ કહેવડાવ્યું છે કે જાનમાં માણસો ઓછા લાવજો .
બુધ્ધુરામ : તેથી શું થયું ?
ભોલુરમ : અરે મને ચિંતા છે કે મારા બાપુજી મને લઇ જશે કે નહિ ?  

================================================================
એક હોટેલ માં એક ઉદાસ માનસ આવ્યો અને ટેબલ પાસે બેસી ગયો .
વેઈટરે ઓર્ડેર માટે કહ્યું
ઉદાસ માનસ બોલ્યો ..૨ બળેલી રોટલી એક દિવસ નું વાસી શાક અને એક ટાઢી ચા લાયી આવ .
વેઈટરે કીધું સાહેબ ખરેખર ?!!!!!
માનસ: હા લાયી આવ તને કીધું ને..
વેઈટર બધું લાયી આવ્યો અને સામે મુક્યું અને પાછુ પૂછ્યું સાહેબ બીજું કઈ ?
ઉદાસ મણસ: હા હવે મારી પાસે બેસીને બડબડ ચાલુ કરી દે!એટલે મને ઘર જેવું લાગે !!ઘર યાદ આવ્યું છે …
===========================================================
ઉંદરને બિલાડી લાગી ગોરી
બંને મળવા મળવા લાગયા ચોરી ચોરી
ઉંદર બોલયો ઓ ગોરી ચાલ રમીએ સંતાકુકડી
બિલાડી ઉંદરને મારીને ખાઈ ગઇ અને બોલી આઇ હેટ લવ સ્ટોરી
===========================================================
એક છોકરા એ એક છોકરી ને કમળ નું ફૂલ આપ્યું .
છોકરી એ તેને જોર થી લાફો મારીઓ .
પછી છોકરો બોલ્યો કે મેં તને ભાજપ ની નિશાની આપી તો તે મને લાફો કેમ મારીઓ ? તો છોકરી બોલી તે મને ભાજપ ની નિશાની આપી મેં તને કોંગ્રેસ ની નિશાની આપી . 

================================================================
એક વાર એક પોપટ ગાડી સાથે ટકરાઈ ગયો એટલે બે ભાન થઇ ગયો
જયારે ભાનમા આવ્યો ત્યારે પોતાને પાંજરા માં જોઇને બોલ્યો આઈલા જેલ! “ડ્રાઇવર મર ગયા ક્યાં”

================================================================
પતિ : ખબર છે લગ્ન પહેલા હું ખુબજ રખડું હતો
શું તું પણ રખડું હતી ?
પત્ની : ગુણ મળ્યા વગર થોડા અપણા લગ્ન થયા હશે ? 

================================================================
જ્યાં દીલ આવે છે ત્યાં દુનિયા નડે છે ,
જ્યાં પ્રીત મળે છે ત્યાં પોતાના નડે છે ,
શું કહું ?
થાય છે ઈચ્છા ઇન્નોવા લેવાની પણ
લુના ના બાકી હપ્તા નડે છે .

================================================================

૩ છોકરા હતા
૧.મારા પપ્પા એવા તરવૈયા કે તાપીમાં ડૂબકી મારે અને નર્મદા માં બહાર નીકળે
૨.તારા પપ્પા કઈ નો કહેવાય મારા પાપા એવા તરવૈયા કે નર્મદા માં ડૂબકી મારે અને ઉકાઈ ડેમ માં બહાર નીકળે.
૩.તો તારા પપ્પા કઈ નો કહેવાય મારા પપ્પા રાત્રે પાણીની ટાંકીમાં પડે અને સવારે નળ માંથી બહાર નીકળે.
===========================================================દર્દ ભરી કહાની ..
ગરીબ નો છોકરો -માં મેં એક સપનું જોયું મારો એક પગ જમીન પર અને એક પગ આકાશ મા
માં -બેટા આવા સપના ના જોઇશ એક જ ચડ્ડી છે ફાટી જશે …. 

================================================================
મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.
‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’
મિશ્રાજી : ‘અબે ચૂપ બેસ, મેનુ સબ પતા હૈ, તેરી એક બહેન મેરી બીબી હૈ !’
===========================================================
એક પાગલ ઊંચા ટાવર ઉપર ચડી ગયો હતો ઘણા લોકો તેને નીચે ઉતારવા માટે સમજવા માં નિષ્ફળ ગયા.
તેના પછી બીજો પાગલ પેલા પાગલ ને કહે છે કે તું નીચે ઉતર નહિ તો ટાવર બ્લેડ થી કાપી નાખું છું તે સાંભરી ને પાગલ નીચે આવી ગયો .
===========================================================
પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો,
પતિ રિસાઈ ને ઘર છોડીને ચાલ્યો ગયો,
પતિ : (સાંજે ફોન પર) આજે જમવાનું શું છે ?
પત્ની : ઝેર
પતિ : ok તું ખાઈને સુઈ જજે મારે મોડું થશે. '

================================================================
શેઠ એક વાર રસ્તા પર જતા હતા ત્યારે કોઈ કારણ એ ભૂલા પડ્યા.
તેમને દારૂડિયા ને પૂછ્યું કે આ રસ્તો ક્યાં જાય છે?
દારૂડિયા એ કહ્યું ,રસ્તો ક્યાય નથી જતો તેના પર માણસો જાય છે.
===========================================================
૨ મિત્રો હોટેલ માં ગયા . ૧ કિલો ભજીયા મંગાવ્યા .૧ મિત્ર ગમાર હતો .
ગમાર ભજિયું જોઇને : સાલું કયેથી તોડું નહિ કયેથી ટાંકા નથી માવો મહી પેઠો તો પેઠો કઈ રીતે 

=========================================
એક બાપુ હતા એ રોજ ગામ વાળા ને હું કૈક સુ એમ બતાવતા હતા

એક દિવસ સિંહ ગામ તરફ આવ્યો ત્યારે એક ગોવાળે કીધું કે બાપુ સિંહ ગામ તરફ આવે છે. બાપુ કે કીધું કે સિંહ ને અહિયાં આવ વ ડો હું ચપટી વગાડું ત્યાં જ સિંહ ભાગી જાય. એવા માં એક દેવીસ સિંહ ગામ આ આવી ગયો કોઈ કે બાપુ ને જાંણ કરી કે સિંહ ગામ માં આવી ગયો છે બાપુ કે ઉભા રયો ચપટી વગાડું એટલે સિંહ ભાગી જાય એવામાં આખું ગામ, ભેગું ત્ર્હાયું અને બધા તો બાપુ ની ચપટી સાંભળવા આવ્યા કે જોઈ કે સિંહ કેમ ભાગે છે. એટલે બાપુ એ બે ત્રણ ચપટી વાગતી પણ સિંહ ગયો નાય પસી બાપુ જોર થી બોલ્યા કે ભાગો ભાગો સિંગ તો બેરો છે.

=========================================
કનુઃ મારે ચાર દિકરા છે.
પહેલો એમબીએ છે
બીજો એમસીએ છે
ત્રીજો પીએચડી છે
ચોથો ચોર છે.
મનુઃ તો ચોરને ઘરમાંથી કાઢી કેમ નથી મૂકતો?
કનુઃ એ જ તો કમાય છે, બાકીના બેરોજગાર છે… 

=========================================
ગૃહિણી ભિખારી ને: અલ્યા હું બે દિવસ થી જોવું છુ કે તું આ સોસાઈટીમાં બીજા કોઈ ના ઘરે નહિ અને મારા ઘરે થી જ લઇ જાય છે એવું કેમ ?
ભિખારી; એ તો ડોકટરે મને મસાલા વગરની ફિક્કી રસોઈ ખાવાની કીધી છે એટલે .
=========================================
પત્ની : મને ભિખારી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો છે.
પતિ : કેમ?
પત્ની : મેં કાલે તેને વધેલું ખાવા આપ્યું હતું. તો તે આજે સારું ખાવા બનાવા માટેની રેસિપી બુક આપી ગયો છે.
=========================================
છોકરો:પપ્પા હું તમને મારા લગ્ન માં નહિ બોલવું.
પપ્પા:કેમ?
છોકરો:તમે મને તમારા લગ્ન માં બોલાયોતો. 

=========================================
પ્રોફેસરઃ છોકરી સાથે પ્રેમ કરવો અને પ્રેમ થવો તેમાં શું તફાવત છે?

રંગલોઃ છોકરી સ્માર્ટ હોય અને એક્ટીવામાં જતી હોય તો પ્રેમ થઇ જાય છે. પરંતુ જો છોકરી દેખાવડી ન હોય અને કારમાં જતી હોય તો પ્રેમ કરવો પડે છે.
=========================================
ડોક્ટરઃ જ્યારે તમને ખબર હતી કે ગરોળી તમારા નાકમાં જઇ રહી છે તો તમે તેને રોકી કેમ નહીં?
દર્દીઃ પહેલા વંદો ગયો હતો, મે વિચાર્યું કે ગરોળી તેને પકડવાં માટે જઇ રહી છે..!! 

=========================================
એક યુવતી પોતાના બોયફ્રેન્ડ સાથે ફરી રહી હતી કે તેટલામાં તેનો પતિ આવી ગયો અને બોયફ્રેન્ડને મારવા લાગ્યો.
યુવતી : માર સાલાને… પોતાની પત્ની સાથે ફરવા નિકળતો નથી અને બીજાની પત્ની સાથે જાય છે…
(તેટલામાં બોયફ્રેન્ડ જુસ્સામાં આવ્યો અને યુવતીના પતિને મારવા લાગ્યો)
યુવતી : માર હરામીને… ન તો પોતે ક્યાંય લઇ જાય છે કે ન તો બીજા સાથે ક્યાંય જવા દે છે…
=========================================
પપ્પા: ગટ્ટુ આ વખતે 70% લાવીશ ને?
ગટ્ટુ : નહિ ૯૦% લાવીશ
પપ્પા : સાલા ગધેડા મજાક કરે છે?
ગટ્ટુ : પેલા શરૂઆત કોને કરી? 

=========================================
ચંદુ: મારી પત્ની મારું કહેવું માનતી જ નથી.
મગન: હું કહું કે “પાણી આપ.”એટલે મારી પત્ની પાણી આપે.બ્રશ કહું તો બ્રશ આપે.સાબુ કહું તો સાબુ આપે.
ચંદુ: ક્યારે?
મગન: કપડા ધોવા બેસું ત્યારે.

=========================================
ભગવાને સ્ત્રીઓને
સુંદર બનાવી
સારું મગજ આપ્યું
હરણ જેવી આંખો આપી
ગુલાબ જેવા હોઠ આપ્યા
પ્યાર થી ભરેલું દિલ આપ્યું
અને પછી …….
જીભ આપીને બધા પર પાણી ફેરવી દીધું
=========================================================
છગન અને મગન બન્ને કાનથી બહેરા હોય છે.
છગન : (મગનને થેલી લઈને જતા જોઈને … ) તું શાકભાજી લેવા જાય છે?
મગન: નાં! હું તો શાકભાજી લેવા જાઉં છુ.
છગન: ઓહો, મને એમ કે તું શાકભાજી લેવા જાય છે. 
===========================================================

Comments