Baap

બાપ  
શા માટે બાપ બાપ હોય છે..
શા માટે દીકરો પોતાના બાપનો બાપ ન બની શકે.....?
શા માટે દીકરો બાપ સામે બાયો ન ચડાવી શકે....?.....
દરેક દીકરાએ વાંચવા જેવી એક નાનકડી વાર્તા...એ વાર્તા નથી હકીકત પણ છે...
એક સુખી સંપન્ન પરીવાર દરરોજ ટેબલપર જમવા સાથે બેસે....
પુત્ર પિતાને દરરોજ એકની એક વાત કરે..કે..
પપ્પા તમે તમારી જીંદગીના સાઇઠ વર્ષમાં શું કર્યું ......? કંઇ નહીં ... !!!
અને અાજે જુઓ માત્ર દશ વર્ષમાં મેં ગાડી , બંગલો , અખુટ સંપત્તિ ઉભી
કરી દીધી ....!!
પુત્રના અા દરરોજના ટોણાથી પિતાની અાંખમાં અાંસુ અાવી જતા ....
પણ એક દિવસે પિતાએ કહ્યું ...
બેટા તારી પ્રગતિથી હું ખુબ ખુશ છું ...
મને ગર્વ છે કે તું મારા કરતાં સો કદમ અાગળ છે ....
પણ... તું તારી અને મારી સરખામણી કરે છે ત્યારે મને દુખ ખુબજ થાય છે... પણ.... અાજે હું તારી પ્રગતિનું અસલ રહસ્ય જણાવું છું...
બેટા અા તારો અા જે વૈભવ તું મને દેખાડી રહ્યો છે તેના પાયામાં એક અાખી પેઢીની મહેનત છે ....
તારા દાદા એટલે કે મારા પિતા એક ઝુંપડામાં રહેતા .... વિજળી નહી ... રોડ રસ્તા નહી...કોઇ સગવડ નહી ... ત્યારે ન હતા ઉદ્યોગો ...ન હતી પુરતી શાળાઓ .. . નોકરીઓ તો મળતીજ નહી...
.મારા પિતાએ કાળી મજુરી કરી મને ભણાવ્યો . ગ્રેજ્યુએટ થયો.. . ધંધો કર્યો....સતત સંધર્ષની વચ્ચે દુખ વેઠીને તમને સુખ અાપવા પ્રયત્ન કર્યો....
તું કમાવા લાયક બન્યો ત્યારે મારાથી બચેલી મુડી અને મારો ધંધો તને અાપ્યો.....
તેં તારી અાવડત અને સુઝથી ધંધાને વિકસાવ્યો ... પણ અા તારી વિકાસની ગાથાના પાયામાં મારી જાત અને એક પેઢી ધરબાઇ ગઇ છે......
હવે પછી તું એવું ન કહેતો મે કશું કર્યુ નથી... મને દુખ થાય છે ....તારી આ ગેર સમજણથી.. 
છેલ્લે એક વાત .......
એક બાપને દીકરો કહે કે તમે તમારા સમયમાં કંઇ ન કર્યુઁ..અથવા તો તમે શું કર્યુઁ અમારા માટે...? ત્યારે બાપને ખુબજ દુઃખ અને પીડા થાય છે...
નાસમજ દીકરાઓ જ આવી વાતો કરે..
દરેક દીકરાએ એક વાત યાદ રાખવા જેવી છે કે...જે બાપે તમનેભણાવ્યા ,ગણાવ્યા ,લાડ લડાવ્યા એ બાપનો ઉપકારનો બદલો તમે આખી જિંદગીમાં પણ નહીં ચૂકવી શકો...કદાચ બાપનો કોઈ દુર્ગુણ તમારા ખ્યાલમાં આવ્યો હોય તો પણ...
પણ..
દીકરાને આ વાત ત્યારે સમજાય છે જ્યારે પોતે પોતાના સંતાનનો બાપ બને છે...

તો મીત્રો મા બાપ નુ દીલ નય તોડતા નકર તમે જીવન મા કોયદી સુખી કે આગળ નય આવી સકૉ મા બાપે આપડી માટે કેટલો સંઘર્ષ કર્યો હોય છે ત્યારે આપડે આટલા આગળ આવી હયકા સી

Comments