- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
કુરુક્ષેત્ર એટલે શું ?
ગીતા ક્યાં ગાવામાં આવી ? ,....કુરુક્ષેત્ર ઉપર ગીતા ગાવામાં આવી છે धर्मक्षेत्रे कुरुक्षेत्रे ,થી ગીતાની શરૂઆત થાય છે કુરુ રાજા એ ખેડેલી જે જમીન તે આપણા દેશમાં કુરુક્ષેત્ર થયું.તે જ ઠેકાણે પરશુરામે એકવીસ વખત સત્તા અને વિત્તથી ઉદામ બનેલા ક્ષત્રિયોને કંથસ્નાન આપીને તે જગ્યાને પ્રવિત્ર કરી અને તેમની ઉદ્દામતા કાઢી નાખી તેથી ભારતીય લોકો ની દ્રષ્ટિએ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર છે કુરુરાજાએ હૃદયના પ્રેમથી તે ક્ષેત્ર ઉભું કર્યું છે। કુરુક્ષેત્ર નું આ મહત્વ છે
"હું કુરુક્ષેત્રમાં જઈશ અથવા તો કુરુક્ષેત્રમાં રહીશ " એવું જો કોઈ સતત બોલે તો તે બધા પાપોમાંથી મુક્ત થાય છે કુરુક્ષેત્ર નું ધર્મક્ષેત્ર તરીકે વિશેષ મહત્વ છે। તે પ્રવિત્ર અને પાવક તીર્થ છે
આપણું શરીર પણ એક કુરુક્ષેત્ર છે આપણે ઉઠ્યા કે कुरु શરુ થાય છે તે આંખ મિચીયે ત્યાં સુધી कुरु જ ચાલે प्राप्येमं कर्मभूमि न चरति मनुजो यास्तपोमंदभाग्य:।આ કર્મભૂમિ પ્રાપ્ત થયા પછી ભગવાનને લોભાવે એવું પ્રભાવી અને તેજસ્વી કર્મ ન કરે , સિંહ જેવી ગર્જના ન કરે અને ગરુડ જેવો કૂદકો ના મારે તો માનવજીવન વ્યર્થ છે અરે!માણસ કૂદકો મારે, પડી જાય અને ટાંટિયા ભાગી જાય તો ભાગી જવા દો ! એમાં શું થયું ? પણ વહેવારુ માણસો બહુ પાકા હોય। તે લોકો કુરુક્ષેત્ર માં આવે નહિ .તેઓ જીવે ખરા પણ કુરુક્ષેત્રમાં ન આવે कुरु એટલે કર , સવારના ઉઠ્યા અને આંખ ખુલી કે कुरु ની શરૂઆત થાય છે 'પણ અમે તો કશું કરતા જ નથી 'એમ કોઈ કહેશે ,. પરંતુ 'કશું કરતા નથી 'એ પણ એક કરવું જ છે જેમ અપક્ષ નો એક પક્ષ થાય છે તેના જેવું આ છે, कुरुक्षेत्र જયારે अकुरु થાય ત્યારે તે શુદ્ર થાય કુરુક્ષેત્રમાં જ્યાં સુધી ઉદામત્તા હોય ,ત્યાં સુધી તે પ્રવિત્ર ક્ષેત્ર ન કહેવાય ,.આપણું કુરુક્ષેત્ર (શરીર ) ધર્મક્ષેત્ર ક્યારે થાય ?તે પ્રવિત્ર ક્યારે થાય ?જયારે તેમાંથી ઉદ્દામતા કાઢી નાખીયે ત્યારે ,પરશુરામે એકવીસ વખત પૃથ્વીને નક્ષત્રિય કરીને ઉદ્દામતા કાઢી નાખી તેથી જ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર થયું આ શરીર કુરુક્ષેત્ર છે અને સાથે સાથે ધર્મક્ષેત્ર પણ છે ગીતા ઉદ્દામતા કાઢવાવાળી છે 'હુઁ ગીતા પણ વાંચું અને ઉદામ પણ રહું એ બંને વાત ન જ બને તેવી જ રીતે 'હું ' ગીતા વાંચું અને નિસ્તેજ રાહુ ' એ પણ ન બને ગીતા વાંચી ને પણ વાંચનારો ઉદામ રહેતો હોય અથવા નિસ્તેજ રહેતો હોય તો વાંચવામાં કાંઈક ભૂલ છે કોઈ કહેશે 'અમે ઘણી વખત ગીતા વાંચી છે 'તેને કહેવું પડે કે 'તમે ગીતા વાંચી જ નથી ! જો ગીતા વાંચી હોય તો તેજસ્વીતા આવવી જોયીયે ગીતા કર્મપ્રણવઃ બનાવવાવાળી અને ઉન્મત્તતા ,અહંકાર કાઢવાવાળી છે
ગીતામાં પહેલો જ સ્લોક धूतराष्ट उवाच નો છે
ગીતામાં પહેલો જ સ્લોક धूतराष्ट उवाच નો છે
.
.धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय।।
આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં ધુતરાષ્ટ્રની ચિંતા છે,.ગીતાની શરૂઆત જ ચિંતા થી થાય છે ખરી જ વાત છે ચિંતા થવા લાગે ત્યારે જ ચિત્ત ભગવાન પાસે જવા લાગે ચિંતા થવા લાગે તો કઈ ખોટું નથી વેદવ્યાસે પહેલા સ્લોકમાં ધુતરાષ્ટ્ર ની ચિંતા ચિતરી છે ,.ધૂતરાષ્ટ્ર ઓ હંમેશા ચિન્તા કરવા વાળા હોય
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय।।
આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં ધુતરાષ્ટ્રની ચિંતા છે,.ગીતાની શરૂઆત જ ચિંતા થી થાય છે ખરી જ વાત છે ચિંતા થવા લાગે ત્યારે જ ચિત્ત ભગવાન પાસે જવા લાગે ચિંતા થવા લાગે તો કઈ ખોટું નથી વેદવ્યાસે પહેલા સ્લોકમાં ધુતરાષ્ટ્ર ની ચિંતા ચિતરી છે ,.ધૂતરાષ્ટ્ર ઓ હંમેશા ચિન્તા કરવા વાળા હોય
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT